પોસ્ટ્સ

ઑક્ટોબર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આમળાં:- આયુર્વેદનું અમૃતફળ, Amla:- The Amrutfal of Ayurveda ( आंवला:- आयुर्वेद का अमृत फल)

છબી
આમળાં:- આયુર્વેદનું અમૃતફળ, Amla:- The Amrutfal of Ayurveda ( आंवला:- आयुर्वेद का अमृत फल) વિટામિન સી થી ભરપુર શિયાળાનું અમૃતફળ આમળાં:- નમસ્કાર મિત્રો, ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે, ફુલગુલાબી ઠંડીના પગરવ સંભળાઈ રહ્યા છે ત્યારે આજે આપણે શિયાળાના અમૃતફળ આમળાં વિશે જાણકારી મેળવીશું.        આમળાંએ વિટામિન સી નો બહુ મોટો સ્ત્રોત છે.આમળાંમાં નારંગી ( સંતરાં) કરતા પણ વધારે વિટામિન સી હોય છે અને તેને કાપવા-રાંધવાથી પણ વિટામિન સી ઊડી જતું નથી અને સુકા ચૂર્ણમાં પણ વિટામિન સી જળવાઈ રહે છે એટલે તેનો ચૂર્ણ તરીકે બારેમાસ ઉપયોગ થઈ શકે છે.        સૌપ્રથમ આમળાંના ગુણ આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો આમળાં ત્રિદોષનાશક ( ખાટાં રસથી વાયુનો, મધુર અને શીત ગુણથી પિત્તનો અને તુરા તથા રુક્ષ ગુણથી કફનો નાશ કરે છે),વય: સ્થાપક( એન્ટી એજીંગ), ચક્ષુષ્ય ( આંખ માટે હિતકર), પ્રમેહનાશક (ડાયાબિટીસ મટાડનાર), રસાયણ, કેશ્ય( વાળ માટે હિતકર),અગ્નિને પ્રદિપ્ત કરનાર, પૌષ્ટિક, પચવામાં હલકા છે.આમળાં જુનો વિષમજવર( મલેરિયા),હદયરોગ, માથાનો દુખાવો, ઝાડા, અરુચિ, ઉધરસ, ડાયાબિટીસ, ચામડીના રોગ...