પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર

છબી
 પાણી પણ ખાટુ થઈને નીકળી જતું હોય તેવી એસિડીટી (અમ્લપિત્ત )નો આયુર્વેદિક ઉપચાર      નમસ્કાર મિત્રો, આજે આપણે એસીડીટી કે જેને આયુર્વેદમાં અમ્લપિત્ત કહે છે તેના વિશે તેમજ તેના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું.   શરદઋતુમા( ભાદરવો-આસો) પિત્તના પ્રકોપને કારણે વિશેષ રૂપે થતો આ રોગ આજકાલ આધુનિક અને અયોગ્ય આહારવિહારને કારણે બારેમાસનો રોગ બની ગયો છે.   પ્રસાર માધ્યમોમાં ઈનો જેવી ગેસ- એસિડિટીની દવાઓની પુષ્કળ જાહેરાતો અને તેના બમ્પર વેચાણના આંકડા પરથી આ રોગ કેટલો વ્યાપક અને ઘેરઘેર સામાન્ય થઈ ગયેલો છે તેનો ખ્યાલ આવે છે.  અમ્લપિત્તમાં (એસિડિટી) પિત્તદોષ મુખ્ય કારણરૂપ હોય છે. પિત્ત સ્વભાવથી ઉષ્ણ, તીક્ષ અને અમ્લ ( ખાટું) ગુણવાળું હોય છે. એસિડિટીમાં અમ્લ ગુણવાળા પિત્તનો પ્રકોપ હોવાથી દર્દીને ખાટી ઉલ્ટી થતી હોય છે.  જેમનું પિત્ત અતિપ્રકોપિત થયેલું હોય તેમનું બધું ખાધેલું પીધેલું પણ ખાટું થઈને નીકળી જાય છે.   ખાટી ઉલ્ટી થયા બાદ કડવાશ નીકળતી હોય છે. કડવો રસ એ પણ પિત્તનુ લક્ષણ છે.  ઘણાં ગંભીર કેસમાં દર્દીને દિવસમાં અનેકવાર ખાટી અને કડવી ઉલટી થતી ...

નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ

છબી
  નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ    નમસ્કાર મિત્રો,ગુજરાતએ કફપ્રધાન પ્રદેશ છે.  મીઠું(ગળ્યું) ખાવાની આદત ધરાવતો અને શારીરિકશ્રમથી દૂર ભાગતો એવરેજ ગુજરાતી શરદીનો કાયમી ઘરાક છે.       આજે આપણે જૂની શરદીને કારણે થતા રોગ સાયનસ અને તેના આર્યુવેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું. જુની શરદી-સળેખમ ને કારણે નાક-આંખની આજુબાજુના પોકેટમાં કફનો ભરાવો થવાથી તે ભાગમાં સોજો આવી જાય છે અને તે ભાગમાં ખૂબ પીડા થાય છે.      આધુનિક એલોપથી ચિકિત્સામાં સાયનસના પોકેટ્સમાંથી ઓપરેશન દ્વારા કફદોષને ખેંચી લેવાથી ટેમ્પરરી રાહતનો અનુભવ થાય છે પરંતુ કફનો મૂળગામી ઇલાજ ન થવાથી ફરીથી પોકેટ ભરાઈ જાય છે.     એક કરતાં વધુ વખત પંચર કરાવ્યા પછી પણ સાયનસની ફરિયાદમાંથી મુક્ત ન થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે.  સાયનસના પોકેટ્સમાં કફદોષ ભરાવાને કારણે સોજો આવી જાય છે તેને મેડિકલની ભાષામાં સાયનુસાઈટિસ કહે છે.                  ##પરેજી ## સાયનસ વિશે આટલી પૂર્વ ભૂમિકા બાદ આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચિકિત્સાનો પ્રથમ પા...

હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું

છબી
 હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું    નમસ્કાર મિત્રો,        આજે આપણે ચામડીનો હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું અને તેના આયુર્વેદિક ઉપચાર વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.  ખરજવું કે જેને અંગ્રેજીમાં એક્ઝિમા પણ કહે છે તે ખૂબ જ ત્રાસદાયક અને હઠીલો રોગ છે.   યોગ્ય પરેજી અને સારવાર ન કરવામાં આવે તો વર્ષો સુધી હેરાન કરે છે અને વારંવાર થતો રોગ છે.   એલોપથી દવાઓથી ( ક્રીમ વગેરે) તાત્કાલિક દબાઈ જતો અને દવાઓ બંધ કરતાં જ ફરી પાછો પુરબહારમાં પ્રગટ થતો રોગ દર્દીને ખૂબ જ પરેશાન કરે છે.  આયુર્વેદિક દ્રષ્ટિએ ખરજવું થવાનું મુખ્ય કારણ કફદોષ છે. શરીરની અંદર જે આંતરત્વચા છે તેને શ્લેષ્મ ત્વચા (અંગ્રેજીમાં મ્યુક્સ મેમ્બ્રન)કહે છે.   આ આંતરત્વચા શ્લેષ્મ(કફ)ને લીધે સ્નિગ્ધ( લ્યુબ્રિકેટેડ) રહે છે તેને કારણે સંકોચ-વિકાસ (Expansion and contraction)ની સ્વાભાવિક ક્રિયા બરાબર કરી શકે છે.    આમ કફ અમુક પ્રમાણમાં તો આવશ્યક છે પરંતુ જો તેના પ્રમાણમાં વૃદ્ધિ થાય તો તે પ્રકોપ પામીને ખરજવું જેવા ચામડીના હઠીલા રોગો ઉત્પન્ન કરે છે.    અહીં એક વાત ખા...

World Best Antiseptic ઔષધ ત્રિફળા ગૂગળ

છબી
 World Best Antiseptic Medicine, દુનિયાનું શ્રેષ્ઠ એન્ટીસેપ્ટીક ઔષધ ત્રિફળા ગૂગળ:-     નમસ્કાર મિત્રો ,    આજે આપણે દુનિયાનું બેસ્ટ એન્ટિસેપ્ટિક ઔષધ ત્રિફળા ગૂગળ અને તેના ઔષધીય ઉપયોગ વિશે માહિતી મેળવીશું.   સીધું-સાદું છતાં ચમત્કારિક ઔષધ ત્રિફળા ગૂગળમાં ત્રિફળા ( આમળાં, બહેડા અને હરડે) અને ગૂગળએ બે મુખ્ય ઘટકો છે. મહર્ષિ વાગ્ભટ્ટના કથન અનુસાર શરીરમાં ક્યાંય પણ સડો થયો હોય, પરું આવતું હોય અને શરીરના કોઈપણ ભાગમાં ઘા પડ્યો હોય તો તેમાં ત્રિફળા ગૂગળ શ્રેષ્ઠ ઔષધ છે.    ## ત્રિફળા ગુગળના ઔષધિય ઉપયોગો##  ૧) કોઈપણ પ્રકારના ઘા,સડો કે પરું આવતું હોય કે હાડકું સડતું હોય તેવા સંજોગોમાં પણ સવાર-સાંજ ૩-૩ ગોળી ત્રિફળા ગુગળ ગોળી વાટી ભૂકો કરી સાદા પાણી સાથે લેવાથી ફક્ત આઠ-દસ દિવસમાં જ પરું આવતું બંધ થઈ જાય છે. રુઝ (હિલીંગ) આવવાની શરૂઆત થઈ જાય છે. જે ભાગમાં સડાને કારણે કાણું પડી ગયું હોય તો તે ભાગ પર જાત્યાદિ તેલનું ટીપું મૂકવું.  નોંધ:- આજકાલ વધી ગયેલા ડાયાબિટીસને કારણે દર્દીને ઘા પડવાથી કે ફંગસ ઇન્ફેક્શનને કારણે ઘા રૂઝાતા ઘણી વાર લાગે છે અને કેટલીકવાર...

World Best Medicine For Heart Disease Arjun, હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ

છબી
  World Best Medicine For Heart Disease Arjun,હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ   નમસ્કાર મિત્રો,    આજે આપણે ખૂબ જ ગંભીર કહી શકાય અને જેના હુમલા વખતે માણસનું તત્કાળ મૃત્યુ થાય છે તેવા હૃદયરોગમાં ખૂબ જ નિર્દોષ અને તુરંત પરિણામ આપનાર આયુર્વેદિક ઔષધ અર્જુનારિષ્ટ વિશે અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.  આજની ભાગદોડ, તણાવગ્રસ્ત અને બુદ્ધિ પ્રધાન જિંદગીમાં લાગણીના અતિયોગ,હિનયોગ કે મિથ્યાયોગને કારણે લાગણીના કેન્દ્ર સમાન સમાન હદયનું સતત સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.      આખા વિશ્વમાં હદય રોગને કારણે થતાં મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે ત્યારે આ જીવલેણ રોગમાં મહાન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં જેનો ખૂબ જ મહિમા કરવામાં આવેલો છે તેવા અર્જુન કે જેને લોકભાષામાં સાદડના નામથી પણ ઓળખવામાં આવે છે તેવા અર્જુનના ઔષધીય ગુણ જોઈએ તો પંડિત ભાવમિશ્રે અર્જુનને હૃદયને પ્રિય તથા હૃદય નું હિત કરનાર કહેલ છે.     આધુનિક દ્રષ્ટિએ અર્જુનમાં શુધ્ધ ચૂનાનો ક્ષાર અને ટેનીન છે.   તેનાથી રક્તવાહિનીઓનું સંકોચન થવાથી બ્લડ સરકયુલેશન સુધરવાથી હૃદયનું પોષણ સારી રીતે થાય છે. હ્દ...

એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ

છબી
   એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ    નમસ્કાર મિત્રો, એલચીને કોણ નથી ઓળખતું?    મીઠાઈઓ અને મુખવાસ જેના વગર અધૂરા છે એવી એલચી એક ઉત્તમ આયુર્વેદિક ઔષધ છે તે જાણો છો? તો ચાલો આજે આપણે એલચીના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીએ.   આયુર્વેદના મહાન આચાર્યોએ હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા ગુણધર્મો મુજબ નાની એલચી ( કાગદી એલચી) રસમાં તીખી,શીતળ, હલકી,વાયુનાશક,કફનાશક તથા દમ, ઉધરસ અને મૂત્રકૃચ્છ (અટકી-અટકીને પેશાબ આવવો) મટાડનાર છે.  મોટી એલચી ઉષ્ણ,કફ,ખંજવાળ, દમ, તરસ,મોળ,ઊલટી,ઝેર,મૂત્રાશયના રોગો, માથાના રોગો,મુખના રોગો તથા ઉધરસને મટાડનાર છે.  એલચીના ઔષધીય ઉપયોગો અને ઉપચારો ૧ ) મંદાગ્નિ  પાચનશક્તિ મંદ હોય ભૂખ બરાબર ન લાગતી હોય તો તેવા કેસમાં આદુ અને લીંબુનો રસ સરખા ભાગે લઈ મિક્સ કરી ૧૦ ગ્રામ જેટલા રસમાં મોટી એલચી અને ગંઠોડાનું ચૂર્ણ પાંચ રતી મેળવી સવારે નરણાં કોઠે અને સાંજે જમવાના એક કલાક પહેલા પીવાથી થોડાક જ સમય દિવસોમાં જઠરાગ્નિ બળવાન થશે. ૨ ) કફની ઉધરસ    ઘણો કફ હોય તેવી ઉધરસમાં એલચી નાની કે મોટી એલચીનું ચૂર્ણ પાંચ રતી,સુંઠ પાવડર પાંચ રત...

માથાભારે રોગ માઈગ્રેન

છબી
 માથાભારે રોગ માઈગ્રેન(આધાશીશી) અને તેનો આયુર્વેદિક ઉપચાર    નમસ્કાર મિત્રો,આજે આપણે માથાનો ખૂબ જ માથાભારે અને ખૂબ જ વેદનાવાળો રોગ જેને લોકો આધાશીશી અંગ્રેજીમાં માઈગ્રેન અને આયુર્વેદમાં અર્ધાવભેદક (મસ્તકના અડધા ભાગમાં પીડા થતી હોવાને કારણે)કહેવાય છે તેના વિશે અને તેની આયુર્વેદિક ચિકિત્સા વિષે જાણકારી મેળવીશું.      અહીં એક વાત ખાસ નોંધવાની કે આધુનિક મેડિકલ સાયન્સ એલોપથીમાં આ રોગને મૂળથી મટાડી શકે તેવું કોઈ ઔષધિ નથી.  ફક્ત તાત્કાલિક પીડાશમન કરનાર પેઈનકીલર જ ઉપલબ્ધ છે.                ##લક્ષણો ##     સૌપ્રથમ પંડિત ભાવમિશ્રે આ રોગના વર્ણવેલ લક્ષણો મુજબ જોઈએ તો  લૂખું ભોજન,ઝાકળ અને પૂર્વ દિશાનો પવન નું સેવન,વધારે મૈથુન,મળમૂત્રના કુદરતી આવેગોને રોકવા,બહુ બોલવું તથા ભારે બોજ ઉપાડવો વગેરે શ્રમ કરવાને કારણે થયેલો વાયુ પોતે એકલો અથવા કફની સાથે મળીને માથાના અડધા ભાગને પકડીને ગાળાની નાડી, ભ્રમર,લમણાં, કાન,નાક અને કપાળના અડધાભાગમાં તીવ્ર (શસ્ત્રઘાત કે ઘા વાગવા જેવી) વેદના કરે છે.    તેને અર્ધાવભેદક ક...

એડીમાં વધતી હાડકીનો દુખાવો કેવી રીતે મટાડવો?

છબી
 વગર ઓપરેશને એડીમાં વધતી હાડકીનો દુખાવો મટાડો!     નમસ્કાર મિત્રો, આજે આપણે પગની એડીમાં વધતી હાડકી કે જેને આયુર્વેદની પરિભાષામાં વાતકંટક અને આધુનિક મેડિકલ સાયન્સમાં કલ્કેનિઅર સ્ફર કહેવાય છે તેનો વગર ઓપરેશને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર કેવી રીતે ઉપચાર થઈ શકે તે અંગેની માહિતી મેળવીશું.     એડીના હાડકાનો એક્સ-રે કરાવતાં તેમાં હાડકી વધેલી દેખાય છે.    એલોપથી ડોક્ટરો ઇલાજમાં પેઇનકિલર ગોળીઓ, એડીના હાડકામાં ડીપ રેઝ આપે છે અને તેનાથી પણ ફાયદો ન થાય તો અંતે ઓપરેશન કરીને વધેલું હાડકું કાપી નાખવામાં આવે છે.    એડીની હાડકી વધવાને કારણે દર્દીને પગની એડીમાં દુખાવો રહે છે અને જમીન પર પગ મૂકીને ચાલવાથી અસહ્ય પીડા થાય છે.     આયુર્વેદિક ઉપચાર ધીરજપૂર્વક કરવાથી વધતું હાડકું ઓગળી શકાય છે.       ઓપરેશન કરવાથી મુક્તિ મળે છે.       અહીં એક વસ્તુ ખાસ નોંધવાની કે એડીની હાડકી વધવાની તકલીફવાળા દર્દીઓ મોટા ભાગે મેદસ્વી હોય છે એટલે મેદ ઘટાડવાનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી છે.           મેદ ઘટાડવ...

શિયાળાનું ઉત્તમ શાક રીંગણ

છબી
 શિયાળાનું ઉત્તમ શાક રીંગણ     નમસ્કાર મિત્રો,શિયાળાની ઋતુ પુરબહારમાં છે ત્યારે આજે આપણે શિયાળાનું ઉત્તમ શાક રીંગણ વિશે આયુર્વેદની દૃષ્ટિએ જાણકારી મેળવીશું.     આયુર્વેદની દ્રષ્ટિએ રીંગણના ગુણદોષ જોઈએ તો   રીંગણ અગ્નિપ્રદીપક(જઠરાગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડનાર), પચવામાં હલકાં, રુચિકર, ગરમ,લૂખા અને તિક્ષણ છે.            કુમળા રીંગણ વીર્યવર્ધક અને હૃદયને હિતકારી છે.     આધુનિક મત મુજબ રીંગણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ,પ્રોટીન,વિટામિન-એ, વિટામિન બી-૨,વિટામિન -સી અને લોહ તત્વ છે.      રીંગણના ડિંટીયામાં વિટામિન વધુ પ્રમાણમાં હોય ડીંટા સહિત ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.         રીંગણ ગુણમાં ગરમ હોય ખુબ જ બી વાળા, પિત્ત પ્રકૃતિવાળાએ,એસીડીટીવાળાએ, દુઝતા હરસવાળાએ, પ્રેગ્નન્ટ સ્ત્રી, ઉનાળો તથા શરદઋતુ જેવી ગરમ ઋતુ અને પિત્તને લગતા કોઈપણ રોગ હોય તેવી વ્યક્તિઓએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.  રીંગણના ઔષધિય ઉપયોગો ૧) વારંવાર કફ, શરદી-સળેખમ, નાક ગળતું હોય કે વારંવાર છીંકો આવતી હોય,છાતીમાં કફ ભરા...

ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ કપૂરકાચલી

છબી
  ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ                   કપૂરકાચલી    નમસ્કાર મિત્રો, આજે આપણે ઊલટી અને હેડકીમાં તુરંત પરિણામ આપનાર ખુબ જ સરળ ઇમર્જન્સી ઔષધ કપૂરકાચલી વિશે જાણકારી મેળવીશું. કપૂરકાચલીને સંસ્કૃતમાં છર્દિરિપુ કહે છે. જેનો ગુજરાતી અર્થ થાય છે ઊલટીનો દુશ્મન. મિત્રો આયુર્વેદમા ઔષધના નામ પણ ખુબ જ અર્થપૂર્ણ હોય છે.   કપૂરકાચલીના ઔષધિય ગુણો જોઈએ તો કપૂરકાચલી લઘુ, ઉષ્ણ, તીક્ષ્ણ,કટુ, તિકત અને કષાય છે. ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી વાતધ્ન અને લઘુ,કટુ,તિકત અને કષાય હોવાથી કફનાશક છે.           કપૂરકાચલીના ઉપયોગો ૧) ઉલટી માટે :- રોગરૂપે ,લક્ષણરૂપે કે ઉપદ્રવરૂપે ઊલટી એક સામાન્ય રોગ કે લક્ષણ છે પરંતુ ઘણીવાર વધુપડતી ઊલટી થાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.  વાહન પ્રવાસ વખતે, પ્રેગન્સી, વૃધ્ધાવસ્થામાં,અશકિતવખતે, બાળકોને થતી ઊલટી વખતે ઊલટી બંધ કરવાની તાત્કાલિક ફરજ પડે છે ત્યારે આવી ઇમર્જન્સી પરિસ્થિતિમાં કપૂરકાચલી ઘણું જ અસરકારક અને ઝડપી પરિણામ આપે છે. આવી પરિસ્થિતિમાં કપૂરકાચલીનું ચુર્ણ કે ટીકડી ભુકો કરી મધ...