પોસ્ટ્સ

ડિસેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા ( રાંઝણ) નો ઉપચાર

છબી
         લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા                   (રાંઝણ)નો ઉપચાર      નમસ્કાર મિત્રો આજે આપણે કમરના મણકાની ગાદીના ઘસારા અને તેના કારણે સાયટિકા નર્વ દબાવાને લીધે નિતંબ- સાથળ-પગનો થતો દુખાવો કે જેને આર્યુવેદની ભાષામાં ગૃધ્રસી અને દેશી ભાષામાં રાંઝણ કહે છે તે અંગેની માહિતી અને તેના ઉપચાર વિશે જાણકારી મેળવીશું.    મિત્રો સાયેટિકાએ આપણા શરીરનો લાંબામાં લાંબો જ્ઞાનતંતુ છે.       કમરના મણકાના નીચેના ભાગથી નીકળીને નિતંબ- સાથળ -પગ માંથી પસાર થતો જ્ઞાનતંતુ કમરના મણકાની ગાદીમાં થતા ઘસારાને કારણે દબાય છે અને તેના પર પ્રેશર આવવાથી દર્દીને અસહ્ય પીડા થાય છે અને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે.     દર્દીને કમરનીચેથી શરૂ થઈ નિતંબ -સાથળ -પગમાં સતત દુખે છે.  જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો ઘણો ઓછો હોય છે પરંતુ ચાલવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે.     સાઈટીકા નર્વને આયુર્વેદમાં ગૃધ્રસીનાડી કહે છે.     આધુનિક એલોપથી ચિકિત્સામાં ડોક્ટર દ્વારા ...

દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર

છબી
 દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર        નમસ્કાર મિત્રો ,શિયાળાની ઠંડી અને ચોમાસાની ભેજવાળી હવામા અસ્થમાના રોગીઓને શ્વાસ લેવા મુકવામાં ખુબ જ તકલીફ પડે છે.    * ઠંડીની ઋતુને કારણે અને ચોમાસામાં મંદ થઈ જતા જઠરાગ્નિને કારણે શરીરમાં કાચો કફ વધી જાય છે એટલે શ્વાસ નુ વહન કરનાર સ્ત્રોતો ભરાઈ જાય છે તેથી શ્વાસ લેવા મુકવામાં કષ્ટ પડે છે.    * ઉપરાંત દમ થવાનું મુખ્ય કારણ વાયુ છે. વાયુના રુક્ષ ગુણને કારણે શ્વાસનળીઓની અંદરની દીવાલ રુક્ષ થઈ જાય છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન સંકોચ વિકાસ ( Expansion and contraction)ની ક્ષમતા ઘટી જાય છે.            દમના રોગીઓ માટે પરેજી    * ચીકણા, ગળ્યા, તળેલા અને ઠંડા પદાર્થનો ત્યાગ કરવો.આવા પદાર્થના સેવન કરવાથી કફ અને વાયુ વધે છે તેથી શ્વાસના દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે.  * કોરા,શેકેલા ,બાફેલા તેમજ તાજો ગરમા ગરમ ખોરાક લેવા લેવો.  હલકો ખોરાક લેવાથી જઠરાગ્નિ મંદ થતો નથી અને ધીમે ધીમે પ્રદીપ્ત થાય છે.   પ્રદિપ્ત થયેલો જઠરાગ્નિ શરીરમાં ભેગા થયેલા કફનો ના...

શરદઋતુમાં સ્વસ્થ કેવી રીતે રહેવું

છબી
 નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો પુરો થવાની તૈયારીમા છે અને ભાદરવો મહિનો શરૂ થશે.     ભાદરવો- આસો મહિનાને ( શરદઋતુ) આયુર્વેદમાં રોગોની ઋતુ કહેવામાં આવી છે.    વર્ષાઋતું( અષાઢ- શ્રાવણ) માં શરીરમાં સંચિત (ભેગું) થયેલું પિત્ત શરદઋતુના પ્રખર તડકામાં પ્રકોપ પામે છે ( શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો હોય છે)      આ પ્રકોપ પામેલા પિત્તને કારણે જ આ ઋતુમાં પિત્તજન્ય બિમારીઓ જેવી કે કમળો, ટાઈફોઈડ, મલેરીયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા, ઝેરી મલેરિયા જેવા રોગો થાય છે. એક વાત ખાસ કહું તો મચ્છર કરડવાથી તાવ આવે છે એવું આયુર્વેદ માનતું નથી અને આયુર્વેદના કોઈ ગ્રંથોમાં મચ્છર કરડે તો તાવ આવે છે એવો કોઈ ઉલ્લેખ નથી.        હવે આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું તે માટેની આયુર્વેદની ગાઈડ લાઈન આપવાનો વિનમ્ર પ્રયાસ કરું છું.     ૧) આ સિઝનમાં કાકડી, ભીંડા, ગલકાં, તુરિયા, ચીભડાં, દહીં, છાશ, અથાણાં, વધુ પડતાં તીખા, ખારાં ( નમક), ખાટાં પદાર્થોનું સેવન ન કરવું કે જે આ ઋતુમાં પિત્ત વધારે છે.        ૨) શરદઋતુનો તડકો ઉનાળા ...

પુસ્તક પરિચય

છબી
 પુસ્તક પરિચય:-  મિત્રો, કોરોના કાળબાદ લોકોમાં આયુર્વેદ પ્રતિ વિશ્વાસ અને જાગરૂકતા વધી છે.વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર આયુર્વેદિક ઉપચાર અને જીવનશૈલી ધરાવતા કંટેન્ટ ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે સૌને મુંઝવતો પ્રશ્ર એ છે કે આયુર્વેદ વિશે સાચી અને શાસ્ત્રોક્ત માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવવી કે જે આપણે સમજી શકીએ અને જરુર પડે ત્યારે રેડી રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય. તો આજે આપણે ગુજરાતી ભાષામાં લખાયેલા ગ્રંથ વિશે માહિતી મેળવીશું.મુળ મરાઠી આયુર્વેદ શાસ્ત્રી વૈધરાજ શંકર દાજીપદેજી દ્ધારા લિખિત અને વ્યાસ હરિકૃષ્ણ ભગવાનદાસ ‌ધ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત ગ્રંથનું નામ છે " આર્યભિષક" ( ગુજરાતી અર્થ હિન્દુસ્તાનનો વૈધરાજ) . આશરે ૮૦૮ પાનાનો પાકાં બાઈન્ડીંગ વાળો ગ્રંથ સૌ પ્રથમ ઈ.સ.૧૮૯૪મા ( ૧૨૭ વર્ષ પહેલાં) પ્રકાશિત થયો હતો અને અત્યાર સુધી તેની ૨૮ આવૃત્તિઓ થઈ છે (૨૦૦૮ સુધી) તેના પરથી તેની ઉપયોગીતા અને લોકચાહનાનો અંદાજ આવે છે. આયુવૅદના વિધાર્થીઓ, અધ્યાપકો, વૈદ્યો અને ઈવન આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ પણ તેનો રેફરન્સ તરીકે ઉપયોગ કરે છે.ગ્રંથમાં કુલ ૬૨૩ જેટલી ...

વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજબ્રાહ્મી આમળાં કેશતેલ

છબી
 વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજ બ્રાહ્મી આમળાં કેશતેલ:-            નમસ્કાર મિત્રો, આજની આપણી આધુનિક જીવનશૈલી,તણાવ અને હાનિકારક કેમિકલ્સ યુક્ત હેર કલર્સ- શેમ્પૂને કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા,ખરવા લાગવા,ખોડો અને માથે ટાલ પડવા જેવી સમસ્યા ઘેર ઘેર સામાન્ય થઈ ગઈ છે ત્યારે આજે આપણે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ખાતરીલાયક હેરઓઈલ ઘરે જાતે કેવી રીતે બનાવવું તે વિશે જાણકારી મેળવીશું. આ તેલ બનાવવા માટે  ૧) બ્રાહ્મી- ૨૫૦ ગ્રામ  ૨) આમળાં- ૨૫૦ ગ્રામ  ૩) નસોતર- ૨૫ ગ્રામ  ૪) દાંતીમુળ- ૨૫ ગ્રામ  ૫) વાવડીંગ -૨૫ ગ્રામ  ૬) ગરમાળો- ૫૦ ગ્રામ  ૭) મરી - ૧૦ ગ્રામ ( કુલ- ૬૩૫ ગ્રામ સુકું અને અધકચરું ખાંડેલું) આ દરેક ઔષધો મિક્સ કરી આઠ ગણા પાણીમાં ( ૫૦૮૦ મિલી લીટર) ધીમા તાપે ઉકાળવું.આશરે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ( ૧૨૭૦ મિલી) ત્યારે ગાળી લેવું.ગાળેલા ઉકાળામાં ( અલગ મોટું તપેલું લેવું કેમકે તેલ ઉકળે ત્યારે ઉભરો આવે છે) ૨.૫ કિલો શુધ્ધ તલનું તેલ નાખી ધીમા તાપે ઉકાળવું અને ઉકાળતી વખતે તેમાં  ૧) કપુર કાચલી - ૨૫ ગ્રામ  ૨) કચુરો - ૨૫...

દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ

છબી
 દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ :-  મિત્રો દિવાળી પર આપણે હોંશભેર મઠિયાં ખાઈએ છીએ અને મહેમાનોને પણ ખવડાવીએ છીએ. તો ચાલો આ મઠિયાંનું આયુર્વેદિક મહત્વ સમજીએ.  દિવાળી શરદ ( ભાદરવો - આસો) અને હેમંત ( કારતક - માગશર) ઋતુના સંધિકાળમાં આવે છે. શરદ ઋતુનો અંત ( પિત્તનો પ્રકોપકાળ) જ્યારે હેમંતની શરૂઆતમાં વાયુનો પ્રકોપ અને કફનો સંચય થાય છે. આ સમયે ત્રણેય દોષ ( કફ, પિત્ત અને વાયુ) ઓછાવત્તા પ્રમાણમાં વિકૃત થવાથી સંસર્ગજન્ય ( ચેપી) રોગ થાય છે.  એટલે આ ઋતુમાં ત્રણેય દોષોની શાંતિ માટે સંપૂર્ણ શાસ્ત્રીય આહાર મઠિયાનો આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મઠિયામાં મુખ્ય ઘટક ( ingredient) મઠ છે. મઠ ત્રણેય દોષોને શાંત કરનાર આહાર આ ઋતુમાં બને છે. ઉપરાંત તેમાં તલના તેલનું મોણ, અજમો, હિંગ, સિંધવ મીઠું વગેરે મસાલા નાખવામાં આવે છે. તળવા માટે તલનું તેલ સુચવવામાં આવ્યું છે. દરેક દ્રવ્યોના ગુણ જોઈએ તો  ૧) મઠ રસથી મધુર, રુક્ષ અને શીતળ છે. મધુર હોવાથી પિત્તનું શમન કરે છે.  ૨) તળવા માટે વપરાતું તલનું તેલ કડવું અને તુરા રસવાળું હોવાથી વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વ...

કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો

છબી
 **કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો**      નમસ્કાર મિત્રો,આજે આપણે સર્વત્ર ઘેર ઘેર જાણીતા અને જેના વગર ભારતીય રસોઈ અને ગરમ મસાલા અધુરા છે તેવા મરી અને તેના ઔષધીય ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.       કાળા મરીને સંસ્કૃતમાં "મરીચ" અને અંગ્રેજીમાં "બ્લેક પીપર"કહે છે.            ભારતીય રસોઈ અને ગરમ મસાલામાં ખૂબ જ જાણીતા મરી ઉત્તમ અસરકારક ઔષધ પણ છે.         મરીના ઔષધીય ગુણદોષ જોઈએ તો મરી રસમાં તીખા,વાયુ- કફનાશક, ઉષ્ણવીર્ય ( ગરમ), રુચિકારક અને અગ્નિને પ્રદીપ્ત કરનાર અને જઠરાગ્નિ વધારનાર છે.          મરીના ઘરગથ્થુ ઔષધીય ઉપયોગો:- ૧) ઊધ્વવાયુ (ઊંધો ગેસ):-          જેમને ઊંધો ગેસ અને મોટા મોટા ઓડકાર આવતા હોય તેમણે જમવાના એક કલાક પહેલા સવાર-સાંજ નાગરવેલના ડીંટડું કાઢેલા કોરા કપુરી પાન માં ત્રણ દાણા મરી અને એક એલચી ફોલી તેના દાણા મુકીને ધીમે ચાવી જવું.   આ પ્રયોગથી વાયુનું અનુલોમન થાય છે અને 15-20 દિવસના ઉપચારથી ઊંધો ગેસ તથા ઓડકાર મટે છે. પરેજીમાં તેલ અને ફર...

સદીઓ જૂનું આયુર્વેદનું અપ્રિતમ રસાયણ આદું

છબી
 ## સદીઓ જૂનું આયુર્વેદનું અપ્રિતમ રસાયણ આદુ## ૧) આદુ હૃદયના સ્ત્રોતો સાફ કરે છે. ૨) આદું નવો જઠરાગ્નિ પેદા કરે છે. ૩) ફેફસામાંથી કફના જાળા તોડી નાખે છે. ૪) જીભ અને ગળું ચોખ્ખું કરે છે. ૫) છુટથી પેશાબ લાવે છે. ૬) છાતીમાંથી શરદી કાઢી નાખે છે. ૭) આમવાત( રુમેટીઝમ આર્થરાઇટિસ)ના સોજા મટાડે છે. ૮) સ્થૂળતા ,જાડાપણું અને મેદ ઘટાડે છે.       મિત્રો આવા અપ્રિતમ ઔષધનો રોજિંદા આહારમાં ઉપયોગ કરી સાચું આરોગ્ય મેળવો એજ અભ્યર્થના.         જય આયુર્વેદ

પરમ ગુણકારી ઊનું પાણી

છબી
 #પરમ ગુણકારક ઊનું પાણી #           નમસ્કાર મિત્રો, આયુર્વેદમાં આરોગ્યને લગતા દરેક વિષયનું ઝીણવટથી નિરુપણ અને વિચાર થયેલો છે. પાણી વિશે પણ આયુર્વેદની સંહિતાગ્રંથોમાં સૂક્ષ્મ અને વિસ્તૃત વિવેચન જોવા મળે છે.        મહર્ષિ વાગ્ભટ્ટ લિખીતગ્રંથ "અષ્ટાગહદય"ના સૂત્રસ્થાનના પાંચમા અધ્યાયમાં ઊના (ગરમ) પાણી વિશે ત્રણ પંક્તિઓ લખી છે.           પ્રથમ પંક્તિ પ્રમાણે ઊનું પાણી " દીપનં પાચનં,કંઠય, લઘુષ્ણં, બસ્તિશોધનમ્" છે.  *દીપનં પાંચનં = જઠરાગ્નિ પ્રદિપ્ત કરી આમનું પાચન કરનાર. *કંઠ્ય = ગળામાં કફ ભરાયેલ હોય તો ગરમ પાણી પીવાથી અવાજ ખુલી જાય છે.  * લઘુષ્ણં = પચવામાં હલકું   જીહાં,પાણીને પણ પચાવવું પડે છે. ઠંડુ (ચિલ્ડ )પાણી ત્રણ કલાકે પચે છે.  ઉકાળીને ઠંડુ કરેલું પાણી દોઢ કલાક પચે છે. ઉકાળેલું લગાર ગરમ ગરમ પાણી ૪૫ મિનિટમાં પચે છે. *બસ્તિશોધનમ્= મૂત્રાશયની શુદ્ધિ કરનાર. મુત્રને લગતા ડાયાબિટીસ જેવા રોગોમાં અને પેશાબ અટકી-અટકીને આવતો હોય તેવા દર્દીઓને પણ ગરમ ગરમ પાણી પીવું.      કફ અને વાયુ થ...

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો આયુર્વેદિક પ્રતિકાર

છબી
 ## કોરોનાના નવા વેરિયન્ટનો આયુર્વેદિક        પ્રતિકાર ##                    નમસ્કાર મિત્રો , કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રીના પગલે દુનિયાભરમાં ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે તેના પ્રિવેન્શન માટે આયુર્વેદિકદ્રષ્ટિએ શું થઈ શકે તથા કયા ઔષધો પ્રિવેન્શન તરીકે લઈ શકાય તે અંગે આજે આપણે માહિતી મેળવીશું.   અહીં એક વાતની સ્પષ્ટતા કરી લેઈએ કે જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ આ રોગનો ભોગ બનતા નથી પરંતુ તેમની શક્તિ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ રોગનો ભોગ જલ્દી બને છે.      આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો કોરોનાએ કફ અને વાયુથી થનાર રોગ છે .જેમની પાચનશક્તિ મંદ હોય છે તેમની રોગપ્રતિકારકશક્તિ પણ ઓછી હોય છે .   તો તેના માટે ઉત્તમ ઔષધ સુંઠ છે.              સુંઠ અગ્નિને પ્રદીપ્ત કરનાર કફ અને વાયુનો નાશ કરનાર શક્તિદાયક ઔષધ છે.        ઉપરાંત શરદીનું ખૂબ જ પ્રભાવશાળી ઔષધ છે.            ...

ગરીબોની કસ્તુરી ડુંગળી

છબી
 #ગરીબોની કસ્તુરી ડુંગળી#          નમસ્કાર મિત્રો, આજે આપણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના આયુર્વેદિક ઔષધીય ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.           ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઔષધીય ગુણો જોઈએ તો    ડુંગળી શીતળ ,અગ્નિદીપક ( જઠરાગ્નિની વધારનાર), સ્વાદમાં તીખી, બલ્ય ( તાકાત આપનાર), વૃષ્ય ( વીર્યવર્ધક), તીક્ષ્ણ, નિદ્રા પ્રદ, ધાતુવર્ધક છે.               ડુંગળીના ઔષધીય ઉપયોગો:- ૧)કોલેસ્ટેરોલ:-       જે લોકોને કોલેસ્ટ્રોલ વધતું હોય તેમણે દરરોજ ડુંગળીનું સલાડ ખાવું જોઈએ .ડુંગળીના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણો અગ્નિને પ્રદીપ્ત કરનાર હોય લોહીમાં કોલેસ્ટ્રોલને જામવા દેતું નથી. સાથે સાથે યોગ્ય કસરત અને ખાવામાં પરેજી રાખવી પણ જરૂરી છે. ફક્ત ઔષધીથી રોગમુક્ત થવાતું નથી . ૨) અર્શ ( પાઈલ્સ) :-               સવાર-સાંજ ભોજન સાથે ડુંગળીનું સલાડ ખાવું.ડુંગળીના ઉષ્ણ તીક્ષ્ણ ગુણો અર્શની ગુદામાર્ગમાર્ગમાં જામેલા કફના અવરોધને દૂર કરી લોહીનું પરિભ્રમણ સુધ...

આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદનું વિસરાતું જતું અને લુપ્ત થઈ રહેલું મહાન ઔષધ ડોડી ( જીવંતી)

છબી
 આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદનું વિસરાતું જતું અને લુપ્ત થઈ રહેલું મહાન ઔષધ ડોડી ( જીવંતી) :-  મિત્રો આજે મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ડિજિટલ યુગમાં દરેકના હાથમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સુવિધાને કારણે માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે અને બધા જ ટ્રાન્ઝેકશન ઓનલાઇન થઈ ગયા છે ત્યારે આ ક્રાન્તિને કારણે જો આપણા શરીરના કોઈ એક અંગને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોય તો તે છે આપણી આંખો. તો આજે આપણે આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદના મહાન ઔષધ ડોડી કે જે ખરખોડી,દોડી તરીકે પણ ઓળખાય છે.( સંસ્કૃત નામ જીવંતી) વીસ-ત્રીસ વર્ષ પહેલાં ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ પડતર જમીનમાં,વન વગડામાં અને ખેતરોમાં વાડીઓમાં શેઢે અને વાડોએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી પરંતુ કમનસીબે હવે લુપ્ત થઈ રહી છે એવી ડોડી વિશે જાણકારી મેળવીશું.  આયુર્વેદના ગ્રંથોના ડોડી ને શીતળ,ચક્ષુષ્ય ( આંખો માટે હિતકર), રસાયણ ( જીવનશક્તિ વધારનાર), ત્રિદોષશામક, બળપ્રદ અને વૃષ્ય ( મૈથુન શક્તિ વધારનાર) ગણેલ છે.ડોડી એક બહુવર્ષાયુ વેલરુપી ઔષધીય વનસ્પતિ છે જે ખુબ જ ઓછી જગ્યામાં ઘરના આંગણામાં, વાડામાં, ખેતરના શેઢે, પડતર જમીનમાં...

આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૪

છબી
 રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૪:- નમસ્કાર મિત્રો, અગાઉના ત્રણ ભાગમાં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.આજે ભાગ-૪ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસની સૌથી મોટી દવા ઉપવાસ શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે કરીને રોગમુક્ત કેવી રીતે થવાય તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.  અહીં એક વાત ખાસ જણાવવાની કે આ ઉપચારક્રમ ફક્ત રુમેટીઝમ આર્થરાઇટિસ માટે જ છે. મોટી ઉંમરે થતા હાડકાંના ઘસારા (ઓસ્ટીયો આર્થરાઇટિસ) માટે નથી. તો ચાલો જાણીએ કે ઉપવાસનો ઉપચારક્રમ શું છે. ૧) પ્રથમ પાંચ દિવસ સંપૂર્ણ નકોરડા ઉપવાસ.ઉકાળીને ઠંડા કરેલા પાણી સિવાય કંઈ પણ ખાવું પીવું નહીં. ૨) પછીના પાંચ દિવસ સવારે તથા સાંજે ૫:૦૦ વાગ્યે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક મોટું રસભરેલું લીંબુ નીચોવીને પી જવું.( કુલ ૫૫ દિવસ સુધી) ૩) અગિયારમા દિવસે મીઠું અને મસાલા નાખેલું મગનું પાણી ૧-૧ કપ( ચાનો પ્યાલો) બપોરે તથા સાંજે પીવું. બારમા દિવસે દોઢ- દોઢ કપ બપોરે તથા સાંજે તેરમા દિવસે બે-બે કપ બપોરે તથા સાંજે ચૌદમા તથા પંદરમાં દિવસે બે-બે-બે કપ સવાર-બપોર- સાંજ ૪) સોળમા દિવસથી બે ટાઈમ બાફેલા મગ અને બાફેલા ...

આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૩

છબી
 રુમેટીઝમ આર્થરાઇટિસ ( આમવાત) ભાગ- ૩ :-  નમસ્કાર મિત્રો,રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૧ અને ૨ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો,રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના મુળ કારણરૂપ "આમ" થવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આજે આપણે રુમેટીઝમ આર્થરાઇટિસના ઉપચાર વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું.  ૧) આમવાતની શ્રેષ્ઠ દવા ઉપવાસ છે.( ફક્ત સુંઠ નાખીને ઉકાળેલું પાણી પીને કરવામાં આવતા નકોરડા ઉપવાસ) દર્દીની રોગની તીવ્રતા પ્રમાણે પાંચેક નકોરડા ઉપવાસ કરવાથી આમવાતમાં ચમત્કારીક પરિણામો મળે છે.આ બાબત ઘણાને આશ્ચર્યજનક અને અવિશ્વાસનીય લાગશે પરંતુ ૧૦૦% સત્ય છે.આને સાદી ભાષામાં સમજાવું તો જેમ આપણા ઘરમાં સવારનું ભોજન વધ્યું હોય તો બહેનો તેમાંથી સાંજે કંઈક બનાવીને વધેલા ભોજનનો ઉપયોગ કરી લે છે તેવી જ રીતે આપણા શરીરમાં પચ્યા વગરનો કાચો આહાર રસ (આમ) ઉપવાસ કરવાથી શરીર તેનો આહાર તરીકે ઉપયોગ કરી નાખે છે.અને આ રીતે શરીરમાં સંચિત ( ભેગો થયેલો) આમ વપરાવાથી (પાચન થવાથી) સાંધાઓમાં વાયુનો અવરોધ દૂર થાય છે અને આમને કારણે આવેલો સોજો તેમજ જકડાઈ ગયેલા સાંધા ફ્રી થઈ જાય છે.તે બાદ પણ હળવા આહા...

આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૨

છબી
 રુમેટીઝમ આર્થરાઇટિસ ( આમવાત) ભાગ-૨ :-  નમસ્કાર મિત્રો,રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૧ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.આજે આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના મુળ કારણરૂપ"આમ" ( કાચો આહાર રસ) થવાના અને વધવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. "આમ" થવાના તથા વધવાના કારણો નીચે મુજબ છે.  ૧) કસરતનો અભાવ:- બેઠાડું તેમજ શ્રમવિહીન જીવનશૈલીને કારણે ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી અને ન પચેલો આહાર આમ માં પરિણમે છે.  ૨) દિવસની ઊંઘ:- દિવસે ઊંઘવાથી આમની વૃદ્ધિ થાય છે.સુર્યોદય પછી ઉઠવાની આદતને પણ દિવસની ઊંઘ ગણેલ છે તેથી આમની વૃદ્ધિ અટકાવવા માટે સવારે સુર્યોદય પહેલાં ઊઠી જવું જોઈએ અને બપોરની ઉંઘ ટાળવી જોઈએ.આયુર્વેદમાં બપોરે જમ્યા પછી ડાબા પડખે આડા પડવાનું ( વામકુક્ષી) જણાવેલ છે ઊંઘવાનું નહીં ‌ ૩) પાણી પીવાની ખોટી રીત:- વધુ પડતું પાણી પીવાથી તેમજ જમતાં પહેલાં અને જમ્યા પછી તુરંત પાણી પીવાથી ઉપરાંત ઠંડું પાણી ( ફ્રીજનું) પીવાથી જઠરાગ્નિ મંદ પડે છે પાચન યોગ્ય રીતે થતું નથી અને આમ વધે છે.આયુર્વેદની દ્રષ્ટિએ આદર્શ રીત એ છે...

આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ-૧

છબી
 રુમેટીઝમ આર્થરાઇટિસ (આમવાત) ભાગ-૧ :-  નમસ્કાર મિત્રો, આધુનિક શ્રમવિહીન જીવનશૈલી,શરીરની પાચનશક્તિનો વિચાર કર્યા વગર ફક્ત સ્વાદને વશ થઈને કરવામાં આવતો આહાર તેમજ આહાર વિહારના નિયમોનું અજ્ઞાન કે અવગણનાને કારણે આજકાલ ઢીંચણ અને કેડ(કમર)ના "વા" કે જેને આયુર્વેદમાં આમવાત અને આધુનિક મેડિકલ સાયન્સમાં રૂમેટીઝમ આર્થરાઇટિસ કહે છે તેના દર્દીઓ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.એલોપથીમાં તેની કોઈ સારવાર ન હોવાથી ડોક્ટરો ફક્ત પેઈનકીલર દવાઓ આપે છે તેને કારણે મગજ સુધી પહોંચતો પીડાનો સંદેશો બહેરો થઈ જતો હોવાથી દર્દી દવા લે ત્યાં સુધી જ રાહત થાય છે પરંતુ રોગ મૂળમાંથી મટવાને બદલે ઉંડો ઉતરી અસાધ્ય થઈને અંતે Knee Joint Replacement કે પછી Spine surgery સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. મિત્રો, આ રોગ અને વિષય ખુબ જ ગંભીર હોવાથી એક પોસ્ટમાં બધું જ સમાવવું શક્ય નથી તેથી આપણે તેને બે-ત્રણ ભાગમાં વિસ્તારપુર્વક સમજીશું.આજે આપણે આમવાત ( રૂમેટીઝમ આર્થરાઇટિસ) થવાના કારણો વિશે જાણકારી મેળવીશું. આમવાત રોગમાં ખોરાક નહીં પચવાને કારણે ઉત્પન્ન થયેલો"આમ" ( કાચો રસ) સંચિત (ભેગો) થઈ સાંધામાં જમા થાય છે.પરિણામે વાયુ( વાત) ...

નાના બાળકોનું સદાબહાર આયુર્વેદિક ઔષધ

છબી
 નાના બાળકોને સદા તંદુરસ્ત રાખનાર આયુર્વેદનું સદાબહાર ઔષધ બાલચાતુર્ભદ્ગ ચૂર્ણ મિત્રો આજે આપણે એક એવા ઔષધનો પરિચય મેળવીશું કે જે બાળરોગો માટેનું સર્વોત્તમ નિર્દોષ ઔષધ છે.કોઈપણ ઉંમરના બાળકો( ૬ માસથી ૧૬ વર્ષ) કોઈ પણ બાળકને કોઈ પણ ઋતુમાં આપવામાં આવે તો તેનું આરોગ્ય કાયમી જળવાઈ રહે છે.  આ ચુર્ણના ઘટકો જોઈએ તો  ૧) અતિવિષ   ૨) નાગરમોથ   ૩) લીંડીપીપર   ૪) કાકડાશીંગી              સર્વે ઔષધો સરખા વજને લઈ ચૂર્ણ બનાવી મિક્સ કરી કાચની બોટલમાં ભરી ત્રણ મહિના સુધી ઉપયોગમા લેવું.  ડોઝ નાના બાળકોને ઓછામાં ઓછો ૧/૮ ગ્રામ ( ૧ ચપટી) અને મોટા બાળકોને ( ૧૬વર્ષ સુધી) ૧ ગ્રામ ચુર્ણ મધ,દુધ અથવા પાણી સાથે આપવું.           ઔષધીય ઉપયોગ:-  ૧) ઓરી,અછબડા:- ૧/૪ ગ્રામ ( બે ચપટી) ચૂર્ણ સવાર-સાંજ મધમાં મિક્સ કરી આપવું.  ૨) તાવ:- કોઈ પણ પ્રકારના તાવમાં બે ચપટી ચૂર્ણ સવાર-સાંજ મધમાં મિક્સ કરી આપવું.  ૩) ઊલટી:- એક એક ચપટી ચૂર્ણ દર કલાકે મધમાં મિક્સ કરી આપવું.  ૪) ઉધરસ- સસણી( વરાધ):- ૧/૪(...

ગેસ, એસીડીટી અને અપચા માટેનું આયુર્વેદિક ચુર્ણ

છબી
 ગેસ એસીડીટી અને અપચાનો નાશ કરનાર આયુર્વેદનું અમોઘ શસ્ત્ર વડવાનલ ચૂર્ણ:-  મિત્રો, આધુનિક જીવનશૈલી, બેઠાડું જીવન, ફક્ત સ્વાદવશ થઈને ભુખ ન હોય તો પણ આચરકુચર ખાવાની આદત અને અતિશય તીખાં તળેલાં તથા પચવામાં ભારે ખોરાક ખાવાથી આજકાલ ગેસ એસીડીટી અને અપચાની ફરિયાદ ઘરે ઘરે છે ત્યારે આ બધી જ સમસ્યાઓના નિરાકરણ જેવું આયુર્વેદના અમોઘ કહી શકાય તેવા વડવાનલ ચૂર્ણ વિશે જાણકારી મેળવીશું. સૌ પ્રથમ તો તેના ઘટકો જોઈએ તો  ૧) સિંધવ મીઠું- ૧૦ ગ્રામ  ૨) ગંઠોડા ( પીપરીમુળ) - ૨૦ ગ્રામ ૩) લીંડીપીપર - ૩૦ ગ્રામ  ૪) ચવક - ૪૦ ગ્રામ  ૫) ચિત્રક - ૫૦ ગ્રામ  ૬) સુંઠ - ૬૦ ગ્રામ અને  ૭) હિમજ ( બાળહરડે) - ૭૦ ગ્રામ દરેક વસ્તુ દળીને મિક્સ કરી ચૂર્ણ બનાવવું.  સવાર સાંજ જમવાના એક કલાક પહેલા ૧/૨- ૧/૨ ચમચી જેટલું ચૂર્ણ સાદા પાણી સાથે લેવાથી ગેસ એસીડીટી અને અપચો દુર થાય છે અને પાચનશક્તિ વધે છે કે જેને આયુર્વેદમાં તંદુરસ્તીનો આધાર ગણવામાં આવ્યો છે.  મિત્રો ફક્ત દવા લેવાથી રોગ મટતા નથી.રોગ થવાના કારણો દુર કરવા કે જેને આયુર્વેદમાં પરેજી પાળવી કહે છે તે પણ જરૂરી છે.તો ગેસ એસીડીટી અને અપચા...

પગના વાઢિયા ( ક્રેક હિલ કે ફટી એડીયા) નો આયુર્વેદિક ઉપચાર

છબી
 પગના વાઢિયા ( ક્રેક હિલ કે ફટી એડીયા) નો આયુર્વેદિક ઉપચાર:-  નમસ્કાર મિત્રો, શિયાળામાં ઠંડીના કારણે વાયુનો પ્રકોપ થાય છે અને તેના કારણે ત્વચા રુક્ષ થવાથી પગના વાઢિયા ફાટે છે. વાઢિયાને કારણે ચાલવાથી દુખાવો થાય છે અને ઘણીવાર બ્લીડીંગ થવાના કારણે ખુબ તકલીફ થાય છે.ઉપરાંત ફાટેલી એડીને કારણે લેડીઝની સુંદરતામાં પણ ઝાંખપ લાગે છે અને તેના કારણે સ્ત્રીઓ ઘણી શરમ સંકોચ અનુભવે છે જેના ઈલાજ માટે ઘણા ઉપાયો દવાઓ અને બજારમાં ઉપલબ્ધ ક્રીમો અજમાવે છે પરંતુ જોઈએ તેવું પરિણામ મળતું નથી.તો આજે આપણે આ તકલીફના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું. વાઢિયા માટે માખણ અને પાનમાં ખાવાનો ચૂનો બંને સરખા ભાગે લઈ મિક્સ કરી તેને દુંટી ( નાભી) ની આસપાસ ગોળાકારે પાંચ દસ મિનિટ માલિશ દિવસમાં એક-બે વાર કરવી. મિત્રો તમને આ ઉપચાર વિચિત્ર અને આશ્ચર્યજનક લાગશે પરંતુ તેની પાછળ રહેલું આયુર્વેદિક લોજિક પણ આપણે જાણીશું. નાભીએ આપણા શરીરનું ગુરુત્વ બિંદુ ( સેન્ટર ઓફ ગ્રેવીટી) છે અને તેના નીચે આંતરડા ચાલુ થાય છે.આંતરડાને આયુર્વેદમાં વાયુનું ઉત્પત્તી સ્થાન ગણાવામાં આવ્યું છે. અહીંથી વાયુ ઉત્પન્ન થઈને સમગ્ર શરીરમાં ફેલાય છે....

આયુર્વેદની "દિવ્ય" ઔષધિ ગળો

છબી
 આયુર્વેદની "દિવ્ય" ઔષધિ ગળો:-        નમસ્કાર મિત્રો ,આજે આપણે આયુર્વેદની દિવ્ય ઔષધિ ગળો વિશે જાણકારી મેળવીશું.           વેલ સ્વરૂપે થતી ગળો આયુર્વેદ ની દિવ્ય ઔષધી છે .અનેક ગુણો ધરાવતી ગળોનું એક નામ અમૃતા છે કે જે આપણા શરીરમાં રહેલા બંધારણના કોષોને સતત જીવતા રાખે છે અને મૃત: પ્રાય કોષોને નવું જીવન આપે છે.ગળો ને હિન્દીમાં ગિલોયના નામથી ઓળખવામાં આવે છે. કોરોના કાળમાં ગળો એ ઘેર ઘેર જાણો જાણીતી થઇ ગયેલી ઔષધી છે.      આયુર્વેદિક ગુણદોષની દ્રષ્ટિએ જોઈએ તો ગળોએ સ્વાદમાં તૂરી, કડવી અને તીખી છે.ગળો પિત્તશામક ,રસાયન , પાચનકર્તા, પીડાશામક, ત્રિદોષનાશક ,બળવર્ધક ,હૃદય માટે હીતકારી, રક્તવર્ધક,વય: સ્થાપન( આયુષ્ય વધારનાર), દાહપ્રશમન ( બળતરા મટાડનાર), સ્તન્યશોધક( ધાવણની શુદ્ધિ કરનાર), રસાયન ( ઘડપણના રોગો દુર કરનાર) અને પિત્તધ્ન ( પિત્ત દુર કરનાર) છે .     લીમડા પર થતી ગળો શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. ગળો ના ઘણા બધા ઔષધિય ઉપયોગ છે.       તેના મુખ્ય ઉપયોગ જોઈએ તો  ૧)હરસમાં :- માખણ અથવા ઘી સાથે ગળોનું રસનુ...

શિયાળામાં સર્વને ઉપયોગી વસાણું" સૌભાગ્ય સુંઠી પાક

છબી
 શિયાળામાં સર્વને ઉપયોગી વસાણું               "સૌભાગ્યસુંઠી પાક" :-      નમસ્કાર મિત્રો , ઠંડીની સિઝન જામી રહી છે ત્યારે શિયાળામાં ઠંડી સામે રક્ષણ ,ગરમી અને શક્તિ આપે તેવા સર્વને ઉપયોગી એવા સૌભાગ્ય સુંઠીપાક વિશે આપણે જાણકારી મેળવીશું અને તેને ઘરે બનાવવાની રીત પણ જોઇશું .   મિત્રો, શિયાળો આવે એટલે ગરમી અને શક્તિ માટે વસાણું ખાવું જોઈએ તેઓ એક વ્યાપક મત છે પરંતુ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે આપણી પાચનશક્તિનો વિચાર કરીને જ કોઈ પણ પાક ખાવો જોઈએ.    પાક એક એવી વસ્તુ છે જે પચવામાં ખૂબ જ ભારે હોય છે એટલે ફક્ત ૨૫ ગ્રામ જેટલો જ ખાવો.     પાક ખાધા બાદ ઉપર દૂધ પીવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી કેમકે દૂધ પચવામાં ખૂબ જ ભારે હોય છે એટલે પાક એકલો જ ખાવો જોઈએ.        પાકને પચવા માટે પૂરતો સમય મળી રહે એટલા માટે તેને સવારે જ ખાવો જોઈએ.  ઓછી પાચનશક્તિવાળાઓએ પચવામાં ભારે પાક ન ખાવા જોઈએ. ઓછી પાચનશક્તિવાળા માટે ખાસ એવા સૌભાગ્યસુંઠી પાક બનાવવાની રીત નીચે મુજબ છે.    સૌપ્રથમ આ પાક બનાવવા માટેના...

માગશરના મુળા સોનામહોર આપીને પણ ખાવ

છબી
 (સોના)મહોર આપીને પણ ખાવ માગશરના મુળા:-         નમસ્કાર મિત્રો ,શિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે ત્યારે આજે આપણે સોનામહોર આપીને પણ ખાવાલાયક એવા ખૂબ જ ગુણકારી મુળાના ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીશું.      સૌપ્રથમ મૂળાના ગુણો જોઈએ તો કુણા મુળા રસમાં કટુ(તીખા) અને હદય, રુચિ કરનાર,દીપન, ત્રિદોષનાશક, હલકાં, અર્શ નાશક,મુત્રદોષનાશક, સારક, બલ્ય અને ગુલ્મ નાશક છે.        મૂળાના ઔષધીય ઉપયોગો જોઈએ.   ૧) મસા માટે :- નરણાં કોઠે મુળાના પાંદડાનો રસ કાઢી રોજ એક કપ જેટલો મુળાની સિઝન ચાલુ હોય ત્યાં સુધી પીવાથી હરસ મસા નું દર્દ કાયમ માટે મટે છે .   ૨) પથરી :- કુમળા મુળા નરણાં કોઠે ખાવાથી પથરી મટે છે. મુળામાં રહેલો ક્ષાર પથરી તોડવાનું કામ કરે છે.ઉપરાંત મુળા કીડની સુધારનાર છે.   ૩) ગેસ કબજીયાત માટે:-  કુણા મુળાનરણાં કોઠે ખાવા. મુળા સારક હોવાથી કબજીયાત મટાડે છે. ગુલ્મનાશક હોઈ ગેસ મટાડે છે.  દીપન હોઈ જઠરાગ્નિ વધારનાર છે.     આ ઉપરાંત મુળા બળ આપનાર ,...

સુંઠ:- આયુર્વેદનું ઈમરજન્સી ઔષધ

છબી
 કોરોના કાળમાં લાઈમલાઈટમાં આવેલું અને ઘેર ઘેર જાણીતું થયેલું આયુર્વેદનું  ઈમરજન્સી  ઔષધ સૂંઠ  | વિશ્વેષાં સર્વેષાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્ | (વિશ્વના તમામ રોગોનું એકમાત્ર ઔષધ સુંઠ )                        મિત્રો, સૂંઠના નામ અને ઓળખથી અજાણ હોય તેવું ભાગ્યે જ કોઈક હશે. સૂંઠ આમતો સાવ સામાન્ય અને ઘરગથ્થુ ઔષધ હોવા છતાં કોરોના કાળમાં આપણે તેના ચમત્કારીક પરિણામો જોયા અનુભવ્યા છે.આજે આપણે સૂંઠનો શાસ્ત્રોક્ત પરિચય અને ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.           આયુર્વેદિક મતે સૂંઠ ગ્રાહી ( મળ બાંધનાર),આમપાચક ( ખોરાકના કાચા રસને પચાવનાર), શૂલધ્ન (પીડા મટાડનાર),વાતધ્ન ( વાયુનાશક), સ્વાદમાં તીખી,વિપાકમા મધુર (પચ્યા પછી મધુર હોવાથી સૂંઠ કદી ગરમ પડતી નથી.)                                                 સૂંઠના ઔષધીય ઉપયોગ ટુંકમાં જોઈએ તો   ૧) અતિસાર ( ડાયેરિયા):-...