આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો
આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો નમસ્કાર મિત્રો, આજે આપણે આરોગ્ય આપનાર આયુર્વેદિક દેશી ફળો વિશે અને તેના ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીશું. ૧) બોર લોકો ચણીબોરને ખાટા સમજી તેની પ્રત્યે સુગ ચડાવે છે .જ્યારે બોરને આયુર્વેદમાં હદયને બળ આપનાર ગણેલ છે. આચાર્ય ચરકે થાક મટાડનાર, હદયને બળ આપનાર, ઝાડા મટાડનાર, પરસેવો લાવનાર અને શીળસ મટાડનાર ગણેલ છે. ઝાડાના રોગમાં બોરડીના મૂળની છાલનું ચૂર્ણ દાડમના રસ અથવા દહીં સાથે આપવાથી ઝાડા મટે છે. દરેક આદિવાસીભાઈઓના ઘર પાસે બોરડીનું ઝાડ અચૂક હોય છે. ૨)નાળીયેર નાળીયેર વગર સનાતન હિંદુ સંસ્કૃતિની કોઈ પણ ધાર્મિક વિધિ તથા પૂજન અધુરું ગણાય છે. નાળિયેર શરીરની દાહ-બળતરા ,પેશાબની બળતરા પેશાબના રોગો મટાડનાર છે. નારિયેળ ઠંડું,પચવામાં હલકુ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. શરીરના નકામા ક્ષારોની પેશાબ વાટે બહાર કાઢી કીડની સાફ કરનાર અદભુત ફળ છે. ઉનાળામાં ઠંડા પીણા ને બદલે લીલા નાળીયેરનું પાણી વધુ લાભદાયક છે. ગરીબો માટે સૂકા કોપરા અને ગોળ ઉત્તમ સૂકો મેવો અને વસાણું છે. ૩) શેતૂર પિત્તના રોગો અને સ્ત્રીઓના લોહી...