નાના બાળકોનું સદાબહાર આયુર્વેદિક ઔષધ
નાના બાળકોને સદા તંદુરસ્ત રાખનાર આયુર્વેદનું સદાબહાર ઔષધ બાલચાતુર્ભદ્ગ ચૂર્ણ
મિત્રો આજે આપણે એક એવા ઔષધનો પરિચય મેળવીશું કે જે બાળરોગો માટેનું સર્વોત્તમ નિર્દોષ ઔષધ છે.કોઈપણ ઉંમરના બાળકો( ૬ માસથી ૧૬ વર્ષ) કોઈ પણ બાળકને કોઈ પણ ઋતુમાં આપવામાં આવે તો તેનું આરોગ્ય કાયમી જળવાઈ રહે છે.
આ ચુર્ણના ઘટકો જોઈએ તો
૧) અતિવિષ
૨) નાગરમોથ
૩) લીંડીપીપર
૪) કાકડાશીંગી
સર્વે ઔષધો સરખા વજને લઈ ચૂર્ણ બનાવી મિક્સ કરી કાચની બોટલમાં ભરી ત્રણ મહિના સુધી ઉપયોગમા લેવું.
ડોઝ નાના બાળકોને ઓછામાં ઓછો ૧/૮ ગ્રામ ( ૧ ચપટી) અને મોટા બાળકોને ( ૧૬વર્ષ સુધી) ૧ ગ્રામ ચુર્ણ મધ,દુધ અથવા પાણી સાથે આપવું.
ઔષધીય ઉપયોગ:-
૧) ઓરી,અછબડા:- ૧/૪ ગ્રામ ( બે ચપટી) ચૂર્ણ સવાર-સાંજ મધમાં મિક્સ કરી આપવું.
૨) તાવ:- કોઈ પણ પ્રકારના તાવમાં બે ચપટી ચૂર્ણ સવાર-સાંજ મધમાં મિક્સ કરી આપવું.
૩) ઊલટી:- એક એક ચપટી ચૂર્ણ દર કલાકે મધમાં મિક્સ કરી આપવું.
૪) ઉધરસ- સસણી( વરાધ):- ૧/૪( બે ચપટી) ગ્રામ ચૂર્ણ દિવસમાં ત્રણવાર મધમાં મિક્સ કરી આપવું.
૫) શરદી:- દિવસમાં બે-ત્રણ વખત મધમાં મિક્સ કરી આપવું.
૬) ઝાડા :- દિવસમાં ત્રણ-ચાર વખત ૧/૨ ગ્રામ થી ૧ ગ્રામ ચૂર્ણ છાશ કે મધમાં મિક્સ કરી આપવું.
૭) દાંત આવવા:- દૂધ,મધ કે પાણી સાથે કાયમ આપવું.
મિત્રો નાના બાળકો સદા તંદુરસ્ત રહે અને મોંઘી તથા ઝેરી આડઅસરવાળી દવાઓ ન આપવી પડે તેમાટે આ નિર્દોષ ઔષધ ઘેર ઘેર પહોંચાડવું જરૂરી છે.ઔષધની માત્રા બાળકની ઉંમર પ્રમાણે વધઘટ કરવી. નાના બાળકોને છ મહિનાનું થાય ત્યારથી દરરોજ આપવામાં આવે તો બાળકો કદી બિમાર પડતા નથી એ મારો વ્યક્તિગત અનુભવ છે.
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને આયુર્વેદના મહાન ઔષધનો પ્રચાર પ્રસાર અને બાળકોને સદા તંદુરસ્ત રાખવામાં મદદરૂપ તથા નિમિત્ત બનીએ.
આભાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો