પરમ ગુણકારી ઊનું પાણી

 #પરમ ગુણકારક ઊનું પાણી #

    

     નમસ્કાર મિત્રો, આયુર્વેદમાં આરોગ્યને લગતા દરેક વિષયનું ઝીણવટથી નિરુપણ અને વિચાર થયેલો છે. પાણી વિશે પણ આયુર્વેદની સંહિતાગ્રંથોમાં સૂક્ષ્મ અને વિસ્તૃત વિવેચન જોવા મળે છે.

 

     મહર્ષિ વાગ્ભટ્ટ લિખીતગ્રંથ "અષ્ટાગહદય"ના સૂત્રસ્થાનના પાંચમા અધ્યાયમાં ઊના (ગરમ) પાણી વિશે ત્રણ પંક્તિઓ લખી છે.

     

    પ્રથમ પંક્તિ પ્રમાણે ઊનું પાણી " દીપનં પાચનં,કંઠય, લઘુષ્ણં, બસ્તિશોધનમ્" છે. 


*દીપનં પાંચનં = જઠરાગ્નિ પ્રદિપ્ત કરી આમનું પાચન કરનાર.


*કંઠ્ય = ગળામાં કફ ભરાયેલ હોય તો ગરમ પાણી પીવાથી અવાજ ખુલી જાય છે. 


* લઘુષ્ણં = પચવામાં હલકું

  જીહાં,પાણીને પણ પચાવવું પડે છે.

ઠંડુ (ચિલ્ડ )પાણી ત્રણ કલાકે પચે છે.

 ઉકાળીને ઠંડુ કરેલું પાણી દોઢ કલાક પચે છે. ઉકાળેલું લગાર ગરમ ગરમ પાણી ૪૫ મિનિટમાં પચે છે.


*બસ્તિશોધનમ્= મૂત્રાશયની શુદ્ધિ કરનાર. મુત્રને લગતા ડાયાબિટીસ જેવા રોગોમાં અને પેશાબ અટકી-અટકીને આવતો હોય તેવા દર્દીઓને પણ ગરમ ગરમ પાણી પીવું.

 

   કફ અને વાયુ થી થતા રોગો માં ઠંડા પાણીથી રોગ વધે છે. શરદી, સળેખમ, ખાંસી ,દમ વગેરે આ બધા રોગોમાં અન્ય ઉપચારની સાથે શિયાળા અને ચોમાસામાં સૂંઠ નાખી ઉકાળેલું લગાર ગરમ ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે. 


    મહર્ષિ વાગ્ભટ્ટે બીજી અને ત્રીજી પંક્તિમાં આ પાણીથી કયા કયા રોગોમાં ફાયદો થાય છે તેનું વર્ણન કરેલું છે.

 હેડકી ,આફરો ,વાયુ તથા કફના રોગો, નવા તાવમાં, ખાંસીમાં,આમમાં, સળેખમ,દમ અને પડખાનું શૂળ વગેરે માં ગરમ પાણી લાભદાયક છે.

 

   ઉપરના તમામ રોગોમાં દર્દીને હલકા ખોરાક પર રાખી બીજા ઉપચારની સાથે લગાર ગરમ ગરમ પાણી પીવાથી જલ્દીથી મટે છે.

 

   તો મિત્રો આ છે સામાન્ય લાગતા ગરમ પાણીના આયુર્વેદિક ઉપયોગો અને તેના ફાયદાઓ.

  

  આ પોસ્ટ ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહિ.

     


   

            જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર