કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો
**કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો**
નમસ્કાર મિત્રો,આજે આપણે સર્વત્ર ઘેર ઘેર જાણીતા અને જેના વગર ભારતીય રસોઈ અને ગરમ મસાલા અધુરા છે તેવા મરી અને તેના ઔષધીય ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.
કાળા મરીને સંસ્કૃતમાં "મરીચ" અને અંગ્રેજીમાં "બ્લેક પીપર"કહે છે.
ભારતીય રસોઈ અને ગરમ મસાલામાં ખૂબ જ જાણીતા મરી ઉત્તમ અસરકારક ઔષધ પણ છે.
મરીના ઔષધીય ગુણદોષ જોઈએ તો મરી રસમાં તીખા,વાયુ- કફનાશક, ઉષ્ણવીર્ય ( ગરમ), રુચિકારક અને અગ્નિને પ્રદીપ્ત કરનાર અને જઠરાગ્નિ વધારનાર છે.
મરીના ઘરગથ્થુ ઔષધીય ઉપયોગો:-
૧) ઊધ્વવાયુ (ઊંધો ગેસ):-
જેમને ઊંધો ગેસ અને મોટા મોટા ઓડકાર આવતા હોય તેમણે જમવાના એક કલાક પહેલા સવાર-સાંજ નાગરવેલના ડીંટડું કાઢેલા કોરા કપુરી પાન માં ત્રણ દાણા મરી અને એક એલચી ફોલી તેના દાણા મુકીને ધીમે ચાવી જવું.
આ પ્રયોગથી વાયુનું અનુલોમન થાય છે અને 15-20 દિવસના ઉપચારથી ઊંધો ગેસ તથા ઓડકાર મટે છે. પરેજીમાં તેલ અને ફરસાણ બંધ કરવા.
૨) ઉદરશુલ (પેટ ફૂલી જવું તથા પેટનો દુખાવો):-
મરી ૪ દાણા ,૧ ગ્રામ અજમો,૧ ગ્રામ સંચળ દરેક વસ્તુ વાટીને ચુર્ણ કરી આદુ તથા લીંબુનો રસ અડધી અડધી ચમચી તથા થોડું મધ ઉમેરી મેળવીને ચાટી જવું.
અરુચિ, ભૂખ ન લાગવી અને કાયમી શરદી ખાંસીની ફરિયાદ માટે પણ આ પ્રયોગ લાભકારક છે.
૩) અવાજ બેસી જવો :-
ઘણીવાર વાયુનો પ્રકોપ થવાથી ઘાંટો બેસી જાય છે.મરીના દાણા ઘીમાં શેકીને રાખવા. દિવસમાં ૩-૪ દાણા મોંમા રાખી ચૂસવા તેમજ આંતરે દિવસે દિવેલનો રેચ લેવો.
મરીના તીખા રસથી લુખી પડેલી ગળાની ત્વચા ફરીથી સ્નિગ્ધ થાય છે તથા વાયુનું અનુલોમન થાય છે. દિવેલના જુલાબથી વાયુનું ઝડપથી અનુલોમન થવાથી ફાયદો થાય છે.
૪) શીળસ:- કફ અને વાયુને કારણે થતાં શીળસમાં મરી, અજમો ,હળદર , કાળીજીરી અને હરડેનું સમભાગે ચૂર્ણ કરી સવાર- બપોર -સાંજ એક -એક ચમચી ચૂર્ણ મધમાં નાખી ચાટી જવું. ઉપરાંત દરરોજ સવારે સરસિયાના તેલની માલિશ કરવી.
પરેજીમાં ગળ્યા, ખાટા તથા ઠંડા પદાર્થો ત્યજવા.
સ્નાન પણ ગરમ પાણીથી જ કરવું.
તો મિત્રો આ છે આપણા રસોડામાં અને મસાલામાં સર્વત્ર વપરાતા મરી અને તેના અદભુત ઔષધીય ઉપયોગો.
મિત્રો આ પોસ્ટ ને તમે લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો કે જેથી કરી તેઓ પણ આપણા ઘરમાં રસોડામાં જ ઉપલબ્ધ એવા મરીનો ઉપયોગ કરીને તેનો લાભ લઈ શકે.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો