દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર

 દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર 


      નમસ્કાર મિત્રો ,શિયાળાની ઠંડી અને ચોમાસાની ભેજવાળી હવામા અસ્થમાના રોગીઓને શ્વાસ લેવા મુકવામાં ખુબ જ તકલીફ પડે છે. 

 

* ઠંડીની ઋતુને કારણે અને ચોમાસામાં મંદ થઈ જતા જઠરાગ્નિને કારણે શરીરમાં કાચો કફ વધી જાય છે એટલે શ્વાસ નુ વહન કરનાર સ્ત્રોતો ભરાઈ જાય છે તેથી શ્વાસ લેવા મુકવામાં કષ્ટ પડે છે. 

 

* ઉપરાંત દમ થવાનું મુખ્ય કારણ વાયુ છે. વાયુના રુક્ષ ગુણને કારણે શ્વાસનળીઓની અંદરની દીવાલ રુક્ષ થઈ જાય છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન સંકોચ વિકાસ ( Expansion and contraction)ની ક્ષમતા ઘટી જાય છે.


           દમના રોગીઓ માટે પરેજી


   * ચીકણા, ગળ્યા, તળેલા અને ઠંડા પદાર્થનો ત્યાગ કરવો.આવા પદાર્થના સેવન કરવાથી કફ અને વાયુ વધે છે તેથી શ્વાસના દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે. 


* કોરા,શેકેલા ,બાફેલા તેમજ તાજો ગરમા ગરમ ખોરાક લેવા લેવો.

 હલકો ખોરાક લેવાથી જઠરાગ્નિ મંદ થતો નથી અને ધીમે ધીમે પ્રદીપ્ત થાય છે.

  પ્રદિપ્ત થયેલો જઠરાગ્નિ શરીરમાં ભેગા થયેલા કફનો નાશ કરે છે.આ મૂળ પાયાનો લાભ છે.


* દમના રોગીઓ એ આખો શિયાળો તથા ચોમાસામાં સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પીવું. સૂંઠ કફનાશક, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર અને વાયુનાશક છે.

* દમના દર્દીઓએ સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જોઈએ.

  આયુર્વેદના મત અનુસાર ભોજનના ત્રણ અવસ્થાપાક( સ્ટેજીસ) છે.

 ત્રીજા અને છેલ્લા સ્ટેજમાં ખોરાકમાંથી સાર ભાગ(પાકો આહારરસ કે જેમાંથી શરીરની સાતેય ધાતુઓ બને છે ) અને કિટ્ટ( કચરો મળમૂત્ર) છુટા પડે છે.‌

તે વખતે વાયુદોષ પણ ઉત્પન્ન થાય છે વાયુ

ઉત્પન્ન થવાને કારણે દમનો હુમલો આવે છે.

   હવે જો દર્દીએ સૂર્યાસ્ત પહેલાં જમી લીધું

હોય તો આ હુમલોરાત્રે દસ વાગ્યા પહેલા આવશે તે વખતે દર્દી હરતો-ફરતો કે જાગતો હોય તો વાયુ ઉપર ચડતો નથી અને તેનું અનુલોમન (અપાનવાયુ  બહાર નીકળી જાય છે) થાય છે પરિણામે દમના હુમલાથી બચી જવાય છે. 

  રાત્રે પથારીમાં પેશાબ કરી જતા બાળકો માટે પણ સુર્યાસ્ત પહેલા ભોજન ખૂબ જ ઉપયોગી છે.

દમના દર્દીઓએ સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાનો નિયમ બનાવે તો તમને અવશ્ય ઉત્તમ પરિણામ કોઈપણ જાતની દવા વગર મળે છે.


                        દવાઓ

 

* દ્ગાત્રિદશાંગકવાથ ઉકાળો બનાવી રોજ સવારે પીવો.

*શ્વાસ કાસ ચિંતામણી રસ ૧ ગોળી અને સુવર્ણ વસંતમાલતી ૧ ગોળી મિક્સ કરી વાટી મધ સાથે લેવાથી (સવારે તથા સાંજે 5:00 વાગે) ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે.શ્વાસ ના હુમલા વખતે પણ લઈ શકાય છે.


*ઉપરાંત શ્વાસકુઠાર રસ,કનકાસવ(ધંતુરામાંથી બનતી દવા), ટંકણખાર,દિવેલ વગેરે ઔષધો પણ શ્વાસ દમના રોગીઓ માટે ખૂબ જ લાભદાયી છે.


   તો મિત્રો ,દમ અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર-વિહાર અંગેની પોસ્ટને તમે લાઈક અને શેર કરવાનું ભુલશો નહિ.



                       જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર