આયુર્વેદની "દિવ્ય" ઔષધિ ગળો
આયુર્વેદની "દિવ્ય" ઔષધિ ગળો:-
નમસ્કાર મિત્રો ,આજે આપણે આયુર્વેદની દિવ્ય ઔષધિ ગળો વિશે જાણકારી મેળવીશું.
વેલ સ્વરૂપે થતી ગળો આયુર્વેદ ની દિવ્ય ઔષધી છે .અનેક ગુણો ધરાવતી ગળોનું એક નામ અમૃતા છે કે જે આપણા શરીરમાં રહેલા બંધારણના કોષોને સતત જીવતા રાખે છે અને મૃત: પ્રાય કોષોને નવું જીવન આપે છે.ગળો ને હિન્દીમાં ગિલોયના નામથી ઓળખવામાં આવે છે. કોરોના કાળમાં ગળો એ ઘેર ઘેર જાણો જાણીતી થઇ ગયેલી ઔષધી છે.
આયુર્વેદિક ગુણદોષની દ્રષ્ટિએ જોઈએ તો ગળોએ સ્વાદમાં તૂરી, કડવી અને તીખી છે.ગળો પિત્તશામક ,રસાયન , પાચનકર્તા, પીડાશામક, ત્રિદોષનાશક ,બળવર્ધક ,હૃદય માટે હીતકારી, રક્તવર્ધક,વય: સ્થાપન( આયુષ્ય વધારનાર), દાહપ્રશમન ( બળતરા મટાડનાર), સ્તન્યશોધક( ધાવણની શુદ્ધિ કરનાર), રસાયન ( ઘડપણના રોગો દુર કરનાર) અને પિત્તધ્ન ( પિત્ત દુર કરનાર) છે .
લીમડા પર થતી ગળો શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. ગળો ના ઘણા બધા ઔષધિય ઉપયોગ છે.
તેના મુખ્ય ઉપયોગ જોઈએ તો
૧)હરસમાં :- માખણ અથવા ઘી સાથે ગળોનું રસનું અથવા સત્વનું સેવન કરવું.
૨)શારીરિક નબળાઈ :- ગાયના દૂધ સાથે.
૩) જમવામાં રુચિ ન થતી હોય તો :- દાડમના રસ સાથે ગળોનું ચુર્ણ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે .
૪)પાંડુરોગ અથવા (એનિમિયા):- મધ અને ઘી સાથે ગળોનો સેવન લાભપ્રદ છે.
૫) જીરણ તાવ :- સાકર અને ઘી સાથે ગળોનું સેવન ફાયદાકારક છે.
૬) શરીરમાં ક્યાંય દાહ-બળતરા થતી હોય તો :- સાકર અને જીરું સાથે ગળોનો સેવન કરવું જોઈએ.
૭) પિત્તજન્ય તાવ :- કે મલેરિયામાં સાકર કે મધ સાથે ગળોનો રસ લેવો જોઈએ .
૮) કુષ્ઠ ( સફેદ દાગ)અથવા ચામડીના કોઈપણ રોગોમાં:- એરંડિયા સાથે ગળોનો ઉકાળો કે રસ કે કોઈપણ પ્રકારે સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય.
૯) ટીબીમાં :-સાકર મધ અને ઘી સાથે ગળો નું સેવન કરવું જોઈએ.
૧૦) ગેસના રોગમાં:- સૂંઠ સાથે ગળોનું સેવન કરવું જોઈએ.
૧૧)કમળામાં :- દ્ધાક્ષ સાથે ગળોનો રસ લેવો જોઈએ .
૧૨)ડાયાબિટીસ :- કે જે આજકાલ ઘેરે થયેલો રોગ છે અને તેની ઘણી બધી આડઅસરો થાય છે તેમાં પણ ગાયના દૂધ સાથે અથવા ત્રિફળા સાથે અથવા આમળાં હળદર સાથે ફળોનું સેવન ખૂબ જ લાભકારક છે .
૧૩) ગળો શામક અને મૂત્રલ હોવાથી પેશાબના રોગોને દૂર કરે છે.
કિડનીના રોગોમાં ગળો કોઇ પણ સ્વરૂપે આપવાથી કિડનીના વિકારોમાં લાભ થાય છે
૧૪) વાતરક્ત ( ગાઉટ કે યુરિક એસિડ):-
ગળો અને સાટોડીના ઉકાળો સાથે.
૧૫) સંધિવાત અને આમવાત( રૂમેટિઝમ આર્થરાઇટિસ અને ઓસ્ટીયો આર્થરાઇટિસ)માં :- ગળોનું કોઈ પણ સ્વરૂપે સેવન કરવાથી લાભ થાય છે.
મિત્રો ,ગળો એક એવી વનસ્પતિ છે કે જેને એક નાના ટુકડા સ્વરૂપમાં રોપવામાં આવે તોપણ સહેલાઇથી ઊગી જાય છે .તેનો વેલો લીમડાના ઝાડ પર નાખવાથી પણ સહેલાઇથી ઊગી નીકળે છે.
તો આવી દિવ્ય વનસ્પતિ આપણા દેશમાં થાય છે એ આપણું ખૂબ જ સદભાગ્ય છે તો આપણે આપણી આજુબાજુ ગળોને ઉગાડીએ અને તેના ઔષધીય ઉપયોગ કરતા થઈએ અને આપણા મિત્રો સગાંસંબંધીઓ પણ સુધી ગળોના દિવ્ય ઔષધિ ગુણો વિશે આપણે જાણકારી પહોંચાડીએ.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો