લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા ( રાંઝણ) નો ઉપચાર


         લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા                   (રાંઝણ)નો ઉપચાર

     નમસ્કાર મિત્રો આજે આપણે કમરના મણકાની ગાદીના ઘસારા અને તેના કારણે સાયટિકા નર્વ દબાવાને લીધે નિતંબ- સાથળ-પગનો થતો દુખાવો કે જેને આર્યુવેદની ભાષામાં ગૃધ્રસી અને દેશી ભાષામાં રાંઝણ કહે છે તે અંગેની માહિતી અને તેના ઉપચાર વિશે જાણકારી મેળવીશું. 


  મિત્રો સાયેટિકાએ આપણા શરીરનો લાંબામાં લાંબો જ્ઞાનતંતુ છે.

  

   કમરના મણકાના નીચેના ભાગથી નીકળીને નિતંબ- સાથળ -પગ માંથી પસાર થતો જ્ઞાનતંતુ કમરના મણકાની ગાદીમાં થતા ઘસારાને કારણે દબાય છે અને તેના પર પ્રેશર આવવાથી દર્દીને અસહ્ય પીડા થાય છે અને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે. 


   દર્દીને કમરનીચેથી શરૂ થઈ નિતંબ -સાથળ -પગમાં સતત દુખે છે.

 જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો ઘણો ઓછો હોય છે પરંતુ ચાલવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે.

 

  સાઈટીકા નર્વને આયુર્વેદમાં ગૃધ્રસીનાડી કહે છે.

 

  આધુનિક એલોપથી ચિકિત્સામાં ડોક્ટર દ્વારા પીડાશામક ઔષધો આપવામાં આવે છે અને અંતિમ ઉપાય તરીકે ઓપરેશન એકમાત્ર માર્ગ છે.

  

                ##પરેજી ##

     

     કડક પરેજી વગર સાયેટિકા આયુર્વેદિક સારવાર મુજબ મટાડવું શક્ય નથી.

   

    તો તેના માટે પરેજી જોઈએ તો


૧) સૌપ્રથમ ત્રણ દિવસ સંપૂર્ણ ઉપવાસ કરીને ફક્ત સુંઠ નાખીને ઉકાળેલું પાણી સિવાય કંઈ પણ ખાવું-પીવું નહિ.


૨) પછીના ૩ દિવસ સવાર-સાંજ બે-બે નારંગી (ઓરેન્જ )અને ૧ કપ ગાજર નો રસ પીવો.


૩) તે પછીના દસ દિવસ સવાર-સાંજ બે-બે ઓરેન્જ ,૧ કપ ગાજર નો રસ અને બે ટાઈમ એક વાટકો ભરીને બાફેલા મગ નું પાણી પીવું.


૪) ત્યારબાદ ૧૫ દિવસ સુધી ઉપરની બધી જ વસ્તુઓ ઉપરાંત બે ટાઈમ કાચા શાક સલાડ, બે ટાઈમ ચા અને સવાર-સાંજ બે કોરા ખાખરા ખાવા.


  ઉપરોક્ત ડાયટ પ્લાનને ચુસ્તપણે શિડયુઅલ મુજબ વળગી રહેવું તે સિવાય ફાયદો થશે નહીં .

 

  અને આ રીતે લગભગ ૩૧ દિવસ માટેનો ડાયટ પ્લાન થશે.


            ઔષધીય ઉપચાર 


૧) રોજ રાત્રે સૂતા પહેલા બે ટેબલસ્પૂન જેટલું મહાનારાયણ તેલ (ડાબર, ઝંડુ,બૈધનાથ જેવી પ્રતિષ્ઠિત કંપનીનું) નવશેકું ગરમ કરી પિચકારી-સિરીંજમાં( નિડલ વગરની સિરીંજ)ખેંચી એમાંથી બે-ત્રણ ટીપાં તેલ બહાર કાઢી નાખો કે જેથી તેમાં હવા ન રહે. ( જે રીતે ડોકટર ઇન્જેક્શન લગાવતા પહેલા પહેલા બે-ત્રણ ટીપાં દવા બહાર કાઢી નાખે છે તે જ રીતે) દરરોજ આ રીતે સિરીંજમાં મહાનારાયણ તેલ ભરી તેની પિચકારી ગુદામાર્ગમાં લેવી ( તેલ ઈંજેકટ કરવું) આયુર્વેદની ભાષામાં આને માત્રાબસ્તિ કહે છે. 


સ્પોન્ડીલોસિસ પીડાતા દર્દીઓ માટે આ પરમ ગુણકારી ઉપચાર છે.

 

આ રીતે દવા લેવાથી તે ડાયરેક્ટ મળમાર્ગ અને આંતરડામાં જાય છે જે વાયુનું ઉત્પત્તિ સ્થાન છે.


૨) સવાર-સાંજ એક-એક ગોળી બૃહતવાત ચિંતામણીરસની વાટી મધમાં મિક્સ કરી ખાલી પેટે ચાટી જવી.

આ દવા વાયુને જિતનારી અને જ્ઞાનતંતુઓ પર પડતા વાયુના પ્રભાવને શાંત પાડનારી છે. 


ઉપરોક્ત લગભગ ત્રણેક મહિના સુધી ચાલુ રાખવો.

 

એક મહિનામાં આશરે ૮૦ ટકા જેટલો લાભ થાય છે.

  

આ ઉપચારને કારણે દર્દીનું વજન પાંચ સાત કિલો જેટલું ઘટી શકે છે.

   

  એક મહિના બાદ ધીમે ધીમે બાફેલા શાક, બાફેલા કઠોળ ,કાચાં કચુંબર ,બધા જ ફળો અને કોરી રોટલી ખાખરા લઈ ને ધીમે ધીમે મૂળ ખોરાક પર આવવું.


સંપૂર્ણપણે મટી ગયા બાદ પણ હલકો અને માપસરનો ખોરાક લેવો. 

   

    શરીરનું વજન ખૂબ જ વધી ન જાય તેની કાળજી રાખવી.


   ઉપરોક્ત ઉપચારક્રમ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ( ડોક પાસેની કરોડરજ્જુની ગાદી ઘસાવી) અને તેને કારણે હાથમાં કળતર- દુખાવો થતો હોય તો તેમાં પણ ખુબ ફાયદાકારક છે.


  તો મિત્રો, આજની આ પોસ્ટને તમે લાઈક અને શેર જરૂર કરજો કે જેથી અમને આવા જ ઉપયોગી આર્ટિકલ્સ લખવાનો ઉત્સાહ રહે.

  

               જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર