પગના વાઢિયા ( ક્રેક હિલ કે ફટી એડીયા) નો આયુર્વેદિક ઉપચાર
પગના વાઢિયા ( ક્રેક હિલ કે ફટી એડીયા) નો આયુર્વેદિક ઉપચાર:-
નમસ્કાર મિત્રો, શિયાળામાં ઠંડીના કારણે વાયુનો પ્રકોપ થાય છે અને તેના કારણે ત્વચા રુક્ષ થવાથી પગના વાઢિયા ફાટે છે. વાઢિયાને કારણે ચાલવાથી દુખાવો થાય છે અને ઘણીવાર બ્લીડીંગ થવાના કારણે ખુબ તકલીફ થાય છે.ઉપરાંત ફાટેલી એડીને કારણે લેડીઝની સુંદરતામાં પણ ઝાંખપ લાગે છે અને તેના કારણે સ્ત્રીઓ ઘણી શરમ સંકોચ અનુભવે છે જેના ઈલાજ માટે ઘણા ઉપાયો દવાઓ અને બજારમાં ઉપલબ્ધ ક્રીમો અજમાવે છે પરંતુ જોઈએ તેવું પરિણામ મળતું નથી.તો આજે આપણે આ તકલીફના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું.
વાઢિયા માટે માખણ અને પાનમાં ખાવાનો ચૂનો બંને સરખા ભાગે લઈ મિક્સ કરી તેને દુંટી ( નાભી) ની આસપાસ ગોળાકારે પાંચ દસ મિનિટ માલિશ દિવસમાં એક-બે વાર કરવી. મિત્રો તમને આ ઉપચાર વિચિત્ર અને આશ્ચર્યજનક લાગશે પરંતુ તેની પાછળ રહેલું આયુર્વેદિક લોજિક પણ આપણે જાણીશું.
નાભીએ આપણા શરીરનું ગુરુત્વ બિંદુ ( સેન્ટર ઓફ ગ્રેવીટી) છે અને તેના નીચે આંતરડા ચાલુ થાય છે.આંતરડાને આયુર્વેદમાં વાયુનું ઉત્પત્તી સ્થાન ગણાવામાં આવ્યું છે. અહીંથી વાયુ ઉત્પન્ન થઈને સમગ્ર શરીરમાં ફેલાય છે. વાયુ સ્વભાવથી રુક્ષ છે જેને માખણનો સ્નિગ્ધ ગુણ હણે છે. ( બેલેન્સ કરે છે) વાયુ સ્વભાવથી ઠંડો પણ છે કે જેને ચુનાનો ગરમ ગુણ બેલેન્સ કરે છે. તો આ છે માખણ અને ચુનાના ઉપચારનું આયુર્વેદિક લોજિક, છે ને મજેદાર! ઉપરાંત નાભી પર માલિશ કરવાથી વાયુનું ઉત્પત્તિ સ્થાન પર જ શમન થાય છે.
વાઢિયાના દર્દીઓએ લુખો અને વાયુકારક ( વાયડો) આહાર વિહાર ન કરવો. પગે ગરમ મોજા પહેરી રાખવા ( ઠંડા પવનના કારણે વાયુનો પ્રકોપ થાય છે) પગ પાણીમાં વધુ ન પલાળવા અને વાઢિયા પર દિવેલ ( દિવેલ વાયુનાશક છે) કે તલનું તેલ લગાડવું. ( moisturized રાખવું)
મિત્રો,આ ઉપચાર કરવાથી એક અઠવાડિયામાં જ માની ન શકાય તેવો ચમત્કારીક ફાયદો થાય છે તો વાઢિયાની સમસ્યાથી પીડાતા દર્દીઓ આ ઉપચાર જરુરથી કરજો અને તેના પરિણામો ગ્રૃપમાં અવશ્ય શેર કરશો તો મને પણ ખુબ આનંદ થશે.ઉપચાર ખુબ જ સરળ અને નજીવા ખર્ચે ઘરે જાતે જ થઈ શકે તેવો છે.તમારા મિત્રો, પાડોશી અને સગાંસંબંધીઓને પણ શેર કરજો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો