ગરીબોની કસ્તુરી ડુંગળી
#ગરીબોની કસ્તુરી ડુંગળી#
નમસ્કાર મિત્રો, આજે આપણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના આયુર્વેદિક ઔષધીય ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઔષધીય ગુણો જોઈએ તો
ડુંગળી શીતળ ,અગ્નિદીપક ( જઠરાગ્નિની વધારનાર), સ્વાદમાં તીખી, બલ્ય ( તાકાત આપનાર), વૃષ્ય ( વીર્યવર્ધક), તીક્ષ્ણ, નિદ્રા પ્રદ, ધાતુવર્ધક છે.
ડુંગળીના ઔષધીય ઉપયોગો:-
૧)કોલેસ્ટેરોલ:-
જે લોકોને કોલેસ્ટ્રોલ વધતું હોય તેમણે દરરોજ ડુંગળીનું સલાડ ખાવું જોઈએ .ડુંગળીના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણો અગ્નિને પ્રદીપ્ત કરનાર હોય લોહીમાં કોલેસ્ટ્રોલને જામવા દેતું નથી. સાથે સાથે યોગ્ય કસરત અને ખાવામાં પરેજી રાખવી પણ જરૂરી છે. ફક્ત ઔષધીથી રોગમુક્ત થવાતું નથી .
૨) અર્શ ( પાઈલ્સ) :-
સવાર-સાંજ ભોજન સાથે ડુંગળીનું સલાડ ખાવું.ડુંગળીના ઉષ્ણ તીક્ષ્ણ ગુણો અર્શની ગુદામાર્ગમાર્ગમાં જામેલા કફના અવરોધને દૂર કરી લોહીનું પરિભ્રમણ સુધારે છે .મૂળાનો રસ પણ આવા જ ગુણો ધરાવે છે .તેનો પણ ઉપયોગ થઇ શકે છે.
૩) મલેરિયા :-
વારંવાર મલેરિયા થતો હોય તેમણે સવાર-સાંજ ડુંગળી ડુંગળીના રસમાં મધ મિક્સ કરી પીવો જોઈએ.
૪) હેડકી અને શ્વાસ:-
ડુંગળીનો રસ કાઢી તેના બે-બે ટીપાં બંને નસકોરામાં મૂકવાથી ચોકપ થયેલું નાક ખૂલી જાય છે અને શ્વાસ અવરોધ દૂર થાય છે. શ્વાસના રોગીઓ પંપ યુઝ કરે છે એના કરતાં વધુ અસરકારક અને નિર્દોષ પ્રયોગ છે. એનાથી થોડી બળતરા થાય છે પણ પ્રયોગ કરવા જેવો છે .
૫)અનિદ્રા :-
જે લોકોને અનિંદ્રાની બીમારી હોય અને રોજ ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી હોય તેમણે દરરોજ રાત્રે ભોજન માં બે ચમચા જેટલું દહીં અને તેમાં એક મોટી ડુંગળી સુધારી તે નું રાયતું કરીને ખાવું જોઈએ. ધીરજ રાખી પ્રયોગ કરવો. પરમ નિદ્રાપ્રદ છે.
૬)વીર્યવર્ધક :-
ડુંગળીના અડધા કપ તાજા રસમાં બે ચમચી ઘી નાખી સવાર-સાંજ ભોજન સાથે પી જવું.ભાવપ્રકાશ ગ્રંથના કર્તા પંડિત ભાવમિશ્રે ડુંગળીને બળ વીર્ય વર્ધક ગણાવેલી છે .
આ ઉપરાંત ડુંગળીના ઘણાં ઔષધીય ઉપયોગો છે .
જે ટૂંકમાં જોઈએ તો ડુંગળી કૃમિનાશક ,કમળો મટાડનાર, ગડગુમડ મટાડનાર( ડુંગળી બાફીને ગુમડા પર બાંધવી),કોલેરામાં ,સોજામાં ,મરડા વગેરે અનેક રોગોમાં ખુબ જ લાભદાયક છે .
તો મિત્રો ,આ છે ગરીબોની કસ્તુરી ગણાતી સાવ સામાન્ય ડુંગળીના અસામાન્ય ઔષધીય ગુણો.
તો આ પોસ્ટ ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં .
જય આયુર્વેદ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો