માગશરના મુળા સોનામહોર આપીને પણ ખાવ

 (સોના)મહોર આપીને પણ ખાવ માગશરના મુળા:- 

       નમસ્કાર મિત્રો ,શિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે ત્યારે આજે આપણે સોનામહોર આપીને પણ ખાવાલાયક એવા ખૂબ જ ગુણકારી મુળાના ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીશું. 

    સૌપ્રથમ મૂળાના ગુણો જોઈએ તો કુણા મુળા રસમાં કટુ(તીખા) અને હદય, રુચિ કરનાર,દીપન, ત્રિદોષનાશક, હલકાં, અર્શ નાશક,મુત્રદોષનાશક, સારક, બલ્ય અને ગુલ્મ નાશક છે. 

      મૂળાના ઔષધીય ઉપયોગો જોઈએ. 

 ૧) મસા માટે :- નરણાં કોઠે મુળાના પાંદડાનો રસ કાઢી રોજ એક કપ જેટલો મુળાની સિઝન ચાલુ હોય ત્યાં સુધી પીવાથી હરસ મસા નું દર્દ કાયમ માટે મટે છે . 

 ૨) પથરી :- કુમળા મુળા નરણાં કોઠે ખાવાથી પથરી મટે છે. મુળામાં રહેલો ક્ષાર પથરી તોડવાનું કામ કરે છે.ઉપરાંત મુળા કીડની સુધારનાર છે. 

 ૩) ગેસ કબજીયાત માટે:-  કુણા મુળાનરણાં કોઠે ખાવા. મુળા સારક હોવાથી કબજીયાત મટાડે છે.

ગુલ્મનાશક હોઈ ગેસ મટાડે છે. 

દીપન હોઈ જઠરાગ્નિ વધારનાર છે. 

   આ ઉપરાંત મુળા બળ આપનાર , હૃદયને હિતકારી ,પચવામાં હલકાં, ત્રિદોષનાશક હોઇ કફ- પિત્ત-વાયુ નાશક, શિયાળાની ખાંસી મટાડનાર અને કુદરતી શક્તિ આપનાર છે. 

  તો અત્યારે મુળાની સીઝન ચાલી રહી છે ત્યારે આપણે દરરોજ મુળાનો આહારમાં ઉપયોગ કરી તેના ઔષધીય ગુણોનો લાભ લઈએ. 


                 


                  જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર