આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ-૧


 રુમેટીઝમ આર્થરાઇટિસ (આમવાત) ભાગ-૧ :- 


નમસ્કાર મિત્રો, આધુનિક શ્રમવિહીન જીવનશૈલી,શરીરની પાચનશક્તિનો વિચાર કર્યા વગર ફક્ત સ્વાદને વશ થઈને કરવામાં આવતો આહાર તેમજ આહાર વિહારના નિયમોનું અજ્ઞાન કે અવગણનાને કારણે આજકાલ ઢીંચણ અને કેડ(કમર)ના "વા" કે જેને આયુર્વેદમાં આમવાત અને આધુનિક મેડિકલ સાયન્સમાં રૂમેટીઝમ આર્થરાઇટિસ કહે છે તેના દર્દીઓ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.એલોપથીમાં તેની કોઈ સારવાર ન હોવાથી ડોક્ટરો ફક્ત પેઈનકીલર દવાઓ આપે છે તેને કારણે મગજ સુધી પહોંચતો પીડાનો સંદેશો બહેરો થઈ જતો હોવાથી દર્દી દવા લે ત્યાં સુધી જ રાહત થાય છે પરંતુ રોગ મૂળમાંથી મટવાને બદલે ઉંડો ઉતરી અસાધ્ય થઈને અંતે Knee Joint Replacement કે પછી Spine surgery સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.


મિત્રો, આ રોગ અને વિષય ખુબ જ ગંભીર હોવાથી એક પોસ્ટમાં બધું જ સમાવવું શક્ય નથી તેથી આપણે તેને બે-ત્રણ ભાગમાં વિસ્તારપુર્વક સમજીશું.આજે આપણે આમવાત ( રૂમેટીઝમ આર્થરાઇટિસ) થવાના કારણો વિશે જાણકારી મેળવીશું.

આમવાત રોગમાં ખોરાક નહીં પચવાને કારણે ઉત્પન્ન થયેલો"આમ" ( કાચો રસ) સંચિત (ભેગો) થઈ સાંધામાં જમા થાય છે.પરિણામે વાયુ( વાત) અવરોધાય છે.અવરોધાયેલો વાયુ ખુબજ પેઈન કરે છે.સંચિત આમથી સોજો આવે છે અને સાંધા ચોક અપ (જકડાઈ ) થઈ જાય છે.


મિત્રો આને વિસ્તારમાં સમજવા માટે આપણે આપણી પાચન પ્રક્રિયા સમજવી જરૂરી છે.જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણા મોં માં કોળીયો મુકીને ચાવીએ છીએ ત્યારે તેની સાથે લાળરસ ભળે છે અને તે પણ એક પ્રકારનો પાચકરસ જ છે જે ખોરાકનું વિઘટન કરે છે.ત્યારબાદ ખોરાક પેટમાં જાય છે ત્યાં પણ બીજા પાચકરસ ભળે છે અને આ પક્રિયા લગભગ એક કલાક સુધી ચાલે છે અને ત્યારબાદ ખોરાક નાના આંતરડામાં જાય છે અને તેમાંથી આહાર રસ બને છે અને તે આંતરડાંની દિવાલમાં શોષાય છે અને તે લોહીમાં ભળી જાય છે અને આ આહાર રસમાંથી જ આયુર્વેદમાં સાત ધાતુઓ કહે છે તે ( રસ,રક્ત,માંસ, મજ્જા, અસ્થિ અને શુક્ર અથવા અંડકોષ) બને છે.કોઈ કારણોસર આ આહાર રસ કાચો રહી જાય તો આ આહાર રસ (આમ) શરીરના સાંધાઓમાં જમા થાય છે. આપણા શરીરના ચેતાતંત્ર ( સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) પર વાયુનું પ્રભુત્વ છે જે રીતે આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે તે જ રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં વાયુનું ફ્રી પરિભ્રમણ થાય છે અને શરીરના સાંધાઓમાં જમા થયેલા આમને કારણે વાયુને અવરોધ ઊભો થાય છે.અવરોધિત થયેલો વાયુ પીડા કરે છે.અને ભેગા થયેલા આમને કારણે સોજો આવે છે.આપણા દરેક સાંધાની વચ્ચે એક ગાદી આવેલી હોય છે જે બે સાંધાના હાડકાં અને ત્યાંથી પસાર થતા ન્યૂ રોન્સની વચ્ચે એક બફર જેવું કામ કરે છે કે જેથી ન્યુરોન્સ દબાય નહીં તેમજ બે હાડકાંના સાંધા એક બીજા સાથે ઘસાય કે અથડાય નહીં.વાયુ સ્વભાવથી રુક્ષ ( લુખો) છે તેથી ગાદીને લ્યુબ્રીકેશન આપતા પ્રવાહીને સૌથી પહેલા ધીરે ધીરે સુકવી નાંખે છે.ગાદીને મળતું લ્યુબ્રીકેશન બંધ થતાં ગાદી કોરી પડે છે અને ઘસાવા લાગે છે જેને ગાદીનો ઘસારો કહે છે.ગાદી ઘસાવાથી બે હાડકા પરસ્પર ઘસાય છે અને ન્યુરોન્સ પર દબાણ આવે છે ( જેને નસ દબાય છે તેવું ડોકટર નિદાન કરે છે) અને તેના કારણે અસહ્ય દુખાવો થાય છે અને હલનચલન મુશ્કેલ બની જાય છે.ઉપરાંત સોજાને કારણે સાંધા જકડાઈ જાય છે.


મિત્રો,આ છે સાંધાના દુખાવા, ગાદીનો ઘસારો, સાંધા જકડાઈ જવાના આયુર્વેદના દ્રષ્ટિએ કારણો.શકય તેટલી સરળ ગુજરાતી ભાષામાં આપવાનો વિનમ્ર પ્રયાસ કરેલ છે. નેકસ્ટ પોસ્ટમાં આપણે આમ થવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે જાણકારી મેળવીશું.


તો આ પોસ્ટ ઉપર તમારા ફિડબેકનું સ્વાગત છે.


               જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર