આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદનું વિસરાતું જતું અને લુપ્ત થઈ રહેલું મહાન ઔષધ ડોડી ( જીવંતી)
આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદનું વિસરાતું જતું અને લુપ્ત થઈ રહેલું મહાન ઔષધ ડોડી ( જીવંતી) :-
મિત્રો આજે મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ડિજિટલ યુગમાં દરેકના હાથમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સુવિધાને કારણે માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે અને બધા જ ટ્રાન્ઝેકશન ઓનલાઇન થઈ ગયા છે ત્યારે આ ક્રાન્તિને કારણે જો આપણા શરીરના કોઈ એક અંગને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોય તો તે છે આપણી આંખો.
તો આજે આપણે આંખોની દ્રષ્ટિની રક્ષા કરનાર આયુર્વેદના મહાન ઔષધ ડોડી કે જે ખરખોડી,દોડી તરીકે પણ ઓળખાય છે.( સંસ્કૃત નામ જીવંતી) વીસ-ત્રીસ વર્ષ પહેલાં ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ પડતર જમીનમાં,વન વગડામાં અને ખેતરોમાં વાડીઓમાં શેઢે અને વાડોએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી પરંતુ કમનસીબે હવે લુપ્ત થઈ રહી છે એવી ડોડી વિશે જાણકારી મેળવીશું.
આયુર્વેદના ગ્રંથોના ડોડી ને શીતળ,ચક્ષુષ્ય ( આંખો માટે હિતકર), રસાયણ ( જીવનશક્તિ વધારનાર), ત્રિદોષશામક, બળપ્રદ અને વૃષ્ય ( મૈથુન શક્તિ વધારનાર) ગણેલ છે.ડોડી એક બહુવર્ષાયુ વેલરુપી ઔષધીય વનસ્પતિ છે જે ખુબ જ ઓછી જગ્યામાં ઘરના આંગણામાં, વાડામાં, ખેતરના શેઢે, પડતર જમીનમાં સહેલાઈથી ઉગાડી શકાય છે.આંખોની રક્ષા માટે તેના પાનનો ઉપયોગ શાકભાજી,સુપ, ભજીયાં, મુઠીયા તરીકે રોજબરોજના જીવનમાં કરી શકાય છે.ઈવન તેના પાન કાચા પણ ખાઈ શકાય છે જે સ્વાદમાં મીઠા અને ક્રિસ્પી લાગે છે.
આ ઉપરાંત ડોડીના અનેક ઔષધીય ઉપયોગ છે.ટુંકમાં જોઈએ તો
૧) ડોડી ગર્ભપાત અને ગર્ભસ્ત્રાવ અટકાવનાર વિશ્વનું સૌથી ઉત્તમ ઔષધ છે.પ્રગેન્ટ સ્ત્રી ડોડીનું સેવન કરે તો ગર્ભ રક્ષા થઈ તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે.
૨) ડોડી પ્રસુતિ બાદ ધાવણ વધારનાર છે.
૩) રતાંધળાપણામાં( રાત્રે ન દેખાવું) ડોડીના પાંદડાં ઘીમાં શેકી ખાવાથી ખૂબ જ લાભ થાય છે.
૪) શરીરમાં કોઈ પણ જગ્યાએ (આંતરિક કે બાહ્ય) લોહી નીકળતું હોય તો ડોડીનું સેવન મટાડે છે.આયુર્વેદમાં તેને શાકભાજીમાં સર્વશ્રેષ્ઠ ( શાકશ્રેષ્ઠ) માનેલ છે. આવા મહાન ઔષધનો પ્રચાર પ્રસાર થાય તે આજના સમયની માંગ છે.આયુર્વેદપ્રેમીઓ, સ્વયંસેવી સંસ્થાઓ , સરકાર, સોશ્યલ મીડિયા વગેરે તેનો યોગ્ય પ્રચાર પ્રસાર કરે તો આ ઔષધ આપણે ઘેર ઘેર પહોંચાડી શકીએ તેમ છીએ અને તેના દ્વારા આવનારી પેઢીને તેમજ વર્તમાન પેઢીને પણ ડિજીટલ યુગમાં આંખોને થતાં નુકસાનને સહેલાઈથી બચાવી શકીશું.
તો આ પોસ્ટને શક્ય તેટલી વધુ શેર કરજો તે પણ બહુ મોટી સમાજ સેવા ગણાશે. ડોડીના રોપ અને બી માટે
૧) વનસ્પતિ બીજ બેંક, તળાજા, ભાવનગર . વોટ્સએપ નંબર:- ૯૨૬૫૬૫૧૭૮૫ મુકેશભાઈ
૨) ગુજરાત મેડિકલ અને ઔષધીય બોર્ડ, ગાંધીનગર ( વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે.ગુજરાતભરમાં તેની ઔષધીય નર્સરીમાં રોપ મફત કે ટોકન દરે મળશે)
૩) આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુંગંધિત છોડ વિભાગમાં પણ મળી શકશે.
આભાર.
રશ્મિકાન્ત પ્રજાપતિ, આણંદ ૯૬૦૧૨૭૭૦૬૯
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો