આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૨


 રુમેટીઝમ આર્થરાઇટિસ ( આમવાત) ભાગ-૨ :- 


નમસ્કાર મિત્રો,રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૧ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.આજે આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના મુળ કારણરૂપ"આમ" ( કાચો આહાર રસ) થવાના અને વધવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.


"આમ" થવાના તથા વધવાના કારણો નીચે મુજબ છે. 

૧) કસરતનો અભાવ:- બેઠાડું તેમજ શ્રમવિહીન જીવનશૈલીને કારણે ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી અને ન પચેલો આહાર આમ માં પરિણમે છે. 

૨) દિવસની ઊંઘ:- દિવસે ઊંઘવાથી આમની વૃદ્ધિ થાય છે.સુર્યોદય પછી ઉઠવાની આદતને પણ દિવસની ઊંઘ ગણેલ છે તેથી આમની વૃદ્ધિ અટકાવવા માટે સવારે સુર્યોદય પહેલાં ઊઠી જવું જોઈએ અને બપોરની ઉંઘ ટાળવી જોઈએ.આયુર્વેદમાં બપોરે જમ્યા પછી ડાબા પડખે આડા પડવાનું ( વામકુક્ષી) જણાવેલ છે ઊંઘવાનું નહીં ‌

૩) પાણી પીવાની ખોટી રીત:- વધુ પડતું પાણી પીવાથી તેમજ જમતાં પહેલાં અને જમ્યા પછી તુરંત પાણી પીવાથી ઉપરાંત ઠંડું પાણી ( ફ્રીજનું) પીવાથી જઠરાગ્નિ મંદ પડે છે પાચન યોગ્ય રીતે થતું નથી અને આમ વધે છે.આયુર્વેદની દ્રષ્ટિએ આદર્શ રીત એ છે કે જમવાના આગળ પાછળ એક કલાક સુધી પાણી ન પીવું.

૪) વધુ પડતું તેમજ વારંવાર ખાવાની આદત:- ફક્ત સ્વાદવશ થઈને જઠરાગ્નિનો વિચાર કર્યા વગર વધું પડતું અને વારંવાર આચરકુચર ખાવું પીવું,શરીર પચાવી ન શકે તેવા ભારે પદાર્થોનું અતિ સેવન કરવાથી જઠરાગ્નિને મંદ કરી આમ વધારે છે.

૫) રાત્રે મોડા જમવાની ટેવ:- સુર્યાસ્ત પછી જેટલું મોડું જમશો તેટલું પાચન મંદ થશે અને આમની વૃદ્ધિ થાય છે.

૬) વધુ પડતાં ગળ્યા,કફ કરનાર ચીકણા અને પચવામાં ભારે ખોરાક ખાવાથી આમ વધે છે.૭) દહીં, કેળા, મોસંબી, મેંદો અને બેકરી આઈટમ જેવા પદાર્થો પચવામાં ખુબ જ ભારે છે તેથી તેને કારણે આમ વધે છે.

 મિત્રો, ટુંકમાં જોઈએ તો જઠરાગ્નિનો વિચાર કર્યા વગર કરવામાં આવતો આહાર વિહાર પાચનશક્તિ મંદ કરી આમ વધારે છે અને આમની વૃદ્ધિ થવાથી જ રુમેટીઝમ આર્થરાઇટિસ થાય છે.


આયુર્વેદમાં " આમ હી સર્વ રોગાણાં મુલમં"( આમ જ સર્વ રોગોનું મૂળ છે) કહેવામાં આવ્યું છે.આરોગ્ય માટે જઠરાગ્નિને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે.તો આશા રાખું કે રુમેટીઝમ આર્થરાઇટિસને સમજવામાં તથા તેના પ્રિવેન્શન માટે આ આર્ટિકલ મદદરૂપ થશે.તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરજો.


નેકસ્ટ આર્ટિકલમાં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસના ઉપચાર વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું. 


              જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર