ગેસ, એસીડીટી અને અપચા માટેનું આયુર્વેદિક ચુર્ણ
ગેસ એસીડીટી અને અપચાનો નાશ કરનાર આયુર્વેદનું અમોઘ શસ્ત્ર વડવાનલ ચૂર્ણ:-
મિત્રો, આધુનિક જીવનશૈલી, બેઠાડું જીવન, ફક્ત સ્વાદવશ થઈને ભુખ ન હોય તો પણ આચરકુચર ખાવાની આદત અને અતિશય તીખાં તળેલાં તથા પચવામાં ભારે ખોરાક ખાવાથી આજકાલ ગેસ એસીડીટી અને અપચાની ફરિયાદ ઘરે ઘરે છે ત્યારે આ બધી જ સમસ્યાઓના નિરાકરણ જેવું આયુર્વેદના અમોઘ કહી શકાય તેવા વડવાનલ ચૂર્ણ વિશે જાણકારી મેળવીશું.
સૌ પ્રથમ તો તેના ઘટકો જોઈએ તો
૧) સિંધવ મીઠું- ૧૦ ગ્રામ
૨) ગંઠોડા ( પીપરીમુળ) - ૨૦ ગ્રામ
૩) લીંડીપીપર - ૩૦ ગ્રામ
૪) ચવક - ૪૦ ગ્રામ
૫) ચિત્રક - ૫૦ ગ્રામ
૬) સુંઠ - ૬૦ ગ્રામ અને
૭) હિમજ ( બાળહરડે) - ૭૦ ગ્રામ દરેક વસ્તુ દળીને મિક્સ કરી ચૂર્ણ બનાવવું.
સવાર સાંજ જમવાના એક કલાક પહેલા ૧/૨- ૧/૨ ચમચી જેટલું ચૂર્ણ સાદા પાણી સાથે લેવાથી ગેસ એસીડીટી અને અપચો દુર થાય છે અને પાચનશક્તિ વધે છે કે જેને આયુર્વેદમાં તંદુરસ્તીનો આધાર ગણવામાં આવ્યો છે.
મિત્રો ફક્ત દવા લેવાથી રોગ મટતા નથી.રોગ થવાના કારણો દુર કરવા કે જેને આયુર્વેદમાં પરેજી પાળવી કહે છે તે પણ જરૂરી છે.તો ગેસ એસીડીટી અને અપચા માટેની આયુર્વેદની ગાઈડ લાઈન ટુંકમાં જોઈએ તો નીચે મુજબ છે.
૧) શરીરને અનુકૂળ આવે અને પચે તેટલો જ માપનો આહાર લેવો.
૨) સવારે નાસ્તો બપોરે તથા સાંજના ભોજન સિવાય કંઈ પણ આચરકુચર ખાવું પીવું નહીં ( પાણી સિવાય)
૩) જમવાના આગળ પાછળ એક કલાક સુધી પાણી ન પીવું.જમતી વખતે એક બે ઘુંટ પાણી પી શકાય.
૪) ફ્રીજનું ઠંડું પાણી કે ઠંડા પીણા ન પીવા.૫) સાંજનું ભોજન વહેલું અને હળવું લેવું.
૬) જમીને તુરંત સુઈ ન જવું.
૭) બેઠાડું જીવન ન જીવતાં યથાયોગ્ય કસરત કરવી.
૮) ભુખ કરતાં થોડું ઓછું જમવું (ઓવર ઇટીંગ ટાળવું)
૯) અતિશય ચા કોફી પીવાથી જઠરાગ્નિ મંદ પડે છે.
૧૦) પાણી પણ તરસ મુજબ જ પીવું.વધારે પાણી પીવાથી કીડની સાફ રહે છે તેવો ખોટો આધુનિક વહેમ ત્યજવો.કીડનીએ કાંઈ ગટર નથી કે ડોલ બે ડોલ પાણી નાખવાથી સાફ થઈ જાય.વધુ પડતું પાણી જઠરાગ્નિને મંદ કરે છે અને પાણીને પચાવવા માટે પણ શરીરને કામ કરવું પડે છે.
મિત્રો, શુધ્ધ આયુર્વેદમાં આપવામાં આવતા આર્ટિકલ્સ આયુર્વેદના સિધ્ધાંતો અને ગ્રંથોના અભ્યાસના આધારે લખવામાં આવે છે ક્યાંયથી ઉઠાંતરી કરીને કોપી પેસ્ટ કરવામાં આવતા નથી.ગુજરાતીમાં શક્ય તેટલી સરળ ભાષામાં ટાઈપીંગ કરવું એ ખુબ જ સમય માંગી લેતું કામ છે તો આ પોસ્ટનો શક્ય તેટલો લાભ લો અને શેર કરજો.
જય આયુર્વેદ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો