આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૩
રુમેટીઝમ આર્થરાઇટિસ ( આમવાત) ભાગ- ૩ :-
નમસ્કાર મિત્રો,રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૧ અને ૨ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો,રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના મુળ કારણરૂપ "આમ" થવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આજે આપણે રુમેટીઝમ આર્થરાઇટિસના ઉપચાર વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું.
૧) આમવાતની શ્રેષ્ઠ દવા ઉપવાસ છે.( ફક્ત સુંઠ નાખીને ઉકાળેલું પાણી પીને કરવામાં આવતા નકોરડા ઉપવાસ) દર્દીની રોગની તીવ્રતા પ્રમાણે પાંચેક નકોરડા ઉપવાસ કરવાથી આમવાતમાં ચમત્કારીક પરિણામો મળે છે.આ બાબત ઘણાને આશ્ચર્યજનક અને અવિશ્વાસનીય લાગશે પરંતુ ૧૦૦% સત્ય છે.આને સાદી ભાષામાં સમજાવું તો જેમ આપણા ઘરમાં સવારનું ભોજન વધ્યું હોય તો બહેનો તેમાંથી સાંજે કંઈક બનાવીને વધેલા ભોજનનો ઉપયોગ કરી લે છે તેવી જ રીતે આપણા શરીરમાં પચ્યા વગરનો કાચો આહાર રસ (આમ) ઉપવાસ કરવાથી શરીર તેનો આહાર તરીકે ઉપયોગ કરી નાખે છે.અને આ રીતે શરીરમાં સંચિત ( ભેગો થયેલો) આમ વપરાવાથી (પાચન થવાથી) સાંધાઓમાં વાયુનો અવરોધ દૂર થાય છે અને આમને કારણે આવેલો સોજો તેમજ જકડાઈ ગયેલા સાંધા ફ્રી થઈ જાય છે.તે બાદ પણ હળવા આહાર પર રહેવાથી ( મગ/મગનું પાણી) જઠરાગ્નિની શક્તિ આમના પાચન માટે વપરાય છે.
૨) લીંબુ પાણી પણ આમવાતનું ઉત્તમ ઔષધ છે.લીંબુને આયુર્વેદમાં આમવાતનાશક ગણાવેલ છે.( રાજનિઘંટુ ગ્રંથ)
૩) આમવાતનું મહાન ઔષધ છે" દિવેલ" ( એરંડિયું) આયુર્વેદના આચાર્યોનું કથન છે કે " શરીરરૂપી વનને આમવાતરુપી હાથી રંજાડતો હોય તો તેનો તુરંત જ નાશ કરનાર એકમાત્ર એરંડસ્નેહ કેશરી છે.( દિવેલરુપી સિંહ) આમવાતના રોગથી પીડાતા દર્દીઓ મન મક્કમ કરીને યોગ્ય પરેજી સાથે ઉપવાસ, લીંબુ અને દિવેલનો ઉપયોગ કરે તો ગણતરીના દિવસોમાં (એક મહિનામાં) માની ન શકાય તેવું ચમત્કારીક પરિણામ મળે છે.ઉપરોકત ઉપચાર કરવા માટેનું સંપૂર્ણ શિડયુઅલ આપણે ભાગ-૪ માં જોઇશું.
૪) આ સિવાય જુના કેસમાં અજમોદાદિ ચુર્ણ ( અજમોદ કે અજમો,મરી,લીંડીપીપર, વાવડીંગ, દેવદાર,ચિત્રક,સુવા,સિંધવ, ગંઠોડા દરેક ૧૦-૧૦ ગ્રામ, મોટી હરડે છાલનું ચૂર્ણ ૫૦ ગ્રામ, સુંઠ ૧૦૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામ ચૂર્ણ મિક્સ કરી દિવસમાં એક બે વખત એક એક ચમચી જેટલું ચૂર્ણ સાદા પાણી સાથે લાંબા સમય સુધી નિયમિત ઉપયોગથી ઘણો જ ફાયદો થાય છે.૫) આ સિવાય વાતારિ ગુગળ, યોગરાજ ગુગળ, બૃહદ વાત ચિંતામણી રસ ( ગોળી), ચંદ્રકલા રસ, જટામાંસી ચુર્ણ,અભ્રક ભસ્મ,ગોદંતી ભસ્મ વગેરે જેવા અનેક આયુર્વેદિક ઔષધો દર્દીની રોગની તીવ્રતા પ્રમાણે આપી શકાય છે.
અહીં એકવાત ખાસ નોંધવાની કે આ ઉપચારક્રમ ફક્ત રુમેટીઝમ આર્થરાઇટિસ માટે જ છે.મોટી ઉંમરે વાયુની વૃદ્ધિથી થતા હાડકાંના ઘસારા ( ઓસ્ટીયો આર્થરાઇટિસ) માટે નથી.તે માટે આયુર્વેદમાં અલગ ઉપચાર બતાવવામાં આવેલ છે.તેની ચર્ચા આપણે અલગથી કરીશું.તો મિત્રો આશા રાખું કે સર્વેને રુમેટીઝમ આર્થરાઇટિસના ઉપચાર માટે આ આર્ટિકલ મદદરૂપ થશે.આપના પ્રતિભાવોનું સ્વાગત છે અને આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રોને સગાં સંબંધીઓને શેર કરજો.
જય આયુર્વેદ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો