આમવાત ( રુમેટીઝમ આર્થરાઇટિસ) ભાગ- ૪
રુમેટીઝમ આર્થરાઇટિસ ભાગ-૪:-
નમસ્કાર મિત્રો, અગાઉના ત્રણ ભાગમાં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસ થવાના કારણો અને તેના નિવારણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.આજે ભાગ-૪ માં આપણે રુમેટીઝમ આર્થરાઇટિસની સૌથી મોટી દવા ઉપવાસ શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે કરીને રોગમુક્ત કેવી રીતે થવાય તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
અહીં એક વાત ખાસ જણાવવાની કે આ ઉપચારક્રમ ફક્ત રુમેટીઝમ આર્થરાઇટિસ માટે જ છે. મોટી ઉંમરે થતા હાડકાંના ઘસારા (ઓસ્ટીયો આર્થરાઇટિસ) માટે નથી.
તો ચાલો જાણીએ કે ઉપવાસનો ઉપચારક્રમ શું છે.
૧) પ્રથમ પાંચ દિવસ સંપૂર્ણ નકોરડા ઉપવાસ.ઉકાળીને ઠંડા કરેલા પાણી સિવાય કંઈ પણ ખાવું પીવું નહીં.
૨) પછીના પાંચ દિવસ સવારે તથા સાંજે ૫:૦૦ વાગ્યે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક મોટું રસભરેલું લીંબુ નીચોવીને પી જવું.( કુલ ૫૫ દિવસ સુધી)
૩) અગિયારમા દિવસે મીઠું અને મસાલા નાખેલું મગનું પાણી ૧-૧ કપ( ચાનો પ્યાલો) બપોરે તથા સાંજે પીવું.
બારમા દિવસે દોઢ- દોઢ કપ બપોરે તથા સાંજે
તેરમા દિવસે બે-બે કપ બપોરે તથા સાંજે
ચૌદમા તથા પંદરમાં દિવસે બે-બે-બે કપ સવાર-બપોર- સાંજ
૪) સોળમા દિવસથી બે ટાઈમ બાફેલા મગ અને બાફેલા શાક ભુખ પ્રમાણે ( મીઠું મસાલા નાખવા પરંતુ તેલ ઘી થી વઘારવા નહીં) ઉપરાંત બે ટાઈમ ચા કે કોફીની છુટ.
આ ખોરાક પર ૧૫ દિવસ રહેવું એટલે ઉપચારના કુલ ૩૦ દિવસ થશે.
૫) સત્તરમા દિવસથી સવારે ૫:૦૦ વાગ્યે સુંઠ નાખીએ બનાવેલી અડધો કપ ચામાં ૧૫ ગ્રામ જેટલું દિવેલ ( એરંડિયું) નાખીને પી જવું.( કુલ ૩૦ દિવસ સુધી)
એક મહિના બાદ ધીરે ધીરે રોજિંદા આહાર પર ચડવું.
ઉપરોક્ત ઉપચારમાં કરવામાં આવેલા ઉપવાસ સૌથી મોટી દવા છે.ઉપવાસ કરવાથી રુમેટિઝમ આર્થરાઇટિસ ( આમવાત) થવાના મુળ કારણરૂપ "આમ" નું પાચન અને નાશ થાય છે.તે બાદ પણ હળવા આહાર પર રહેવાથી જઠરાગ્નિની શક્તિ આમના પાચનમાં વપરાય છે.
લીંબુને " રાજનિઘંટુ" ગ્રંથમાં આમવાતનો નાશ કરનાર કહ્યું છે.
દિવેલને આયુર્વેદના આચાર્યોએ શરીરરૂપી વનને આમવાતરુપી હાથી રંજાડતો હોય તો તેનો તુરંત નાશ કરનાર એરંડસ્નેહ કેશરી ( દિવેલરૂપી સિંહ) ગણેલ છે.
તો આમવાતથી પીડાતા દર્દીઓ મન મક્કમ કરીને આ ઉપચાર કરશે તો ગણતરીના દિવસોમાં સુખદ પરિણામ મળશે.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો