કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો આયુર્વેદિક પ્રતિકાર
## કોરોનાના નવા વેરિયન્ટનો આયુર્વેદિક
પ્રતિકાર ##
નમસ્કાર મિત્રો , કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રીના પગલે દુનિયાભરમાં ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે તેના પ્રિવેન્શન માટે આયુર્વેદિકદ્રષ્ટિએ શું થઈ શકે તથા કયા ઔષધો પ્રિવેન્શન તરીકે લઈ શકાય તે અંગે આજે આપણે માહિતી મેળવીશું.
અહીં એક વાતની સ્પષ્ટતા કરી લેઈએ કે જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ આ રોગનો ભોગ બનતા નથી પરંતુ તેમની શક્તિ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ રોગનો ભોગ જલ્દી બને છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો કોરોનાએ કફ અને વાયુથી થનાર રોગ છે .જેમની પાચનશક્તિ મંદ હોય છે તેમની રોગપ્રતિકારકશક્તિ પણ ઓછી હોય છે .
તો તેના માટે ઉત્તમ ઔષધ સુંઠ છે.
સુંઠ અગ્નિને પ્રદીપ્ત કરનાર કફ અને વાયુનો નાશ કરનાર શક્તિદાયક ઔષધ છે.
ઉપરાંત શરદીનું ખૂબ જ પ્રભાવશાળી ઔષધ છે.
તેથી કોરોના ના દર્દી ને તેમજ તેના પ્રિવેન્શન માટે સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ.
કોરોનાના પ્રિવેન્શન માટે દરેક વ્યક્તિ લઈ શકે તેવા ઉત્તમ ઔષધ નીચે મુજબ છે.
૧) ત્રિભુવનકીર્તિરસ
૨) સુવર્ણ વસંતમાલતી
૩) લક્ષ્મીવિલાસ રસ
ત્રણેય દવા ૧-૧-૧ ગોળી લઇ વાટીને ભુકો કરી મધમાં મિક્સ કરી દિવસમાં એકવાર ચાટી જવી .
આ ઔષધ સીધા રોગના વિષાણુનો નાશ કરતા નથી પરંતુ શરીરની વિષાણુની નાશ કરવાની શક્તિમાં વધારો કરે છે. તેથી શરીરનું રોગપ્રતિકારક તંત્ર કોરોનાવાયરસ સામે વધુ સારી રીતે લડી શકે છે.
ઉપરાંત કોરોના મટી ગયા બાદ જે શારીરિક અશક્તિ આવે છે તે પણ આ ઔષધના સેવનથી દૂર થાય છે.
નોંધ:- ઉપરોક્ત ઉપચારક્રમ બહુજન હિતાય બહુજન સુખાય માટે આપવામાં આવેલ છે. વધુ ગંભીર પરિસ્થિતિમાં નિષ્ણાત વૈદ કે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે.
જય આયુર્વેદ
ખૂબજ સરસ
જવાબ આપોકાઢી નાખો