વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજબ્રાહ્મી આમળાં કેશતેલ
વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજ બ્રાહ્મી આમળાં કેશતેલ:-
નમસ્કાર મિત્રો, આજની આપણી આધુનિક જીવનશૈલી,તણાવ અને હાનિકારક કેમિકલ્સ યુક્ત હેર કલર્સ- શેમ્પૂને કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા,ખરવા લાગવા,ખોડો અને માથે ટાલ પડવા જેવી સમસ્યા ઘેર ઘેર સામાન્ય થઈ ગઈ છે ત્યારે આજે આપણે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ખાતરીલાયક હેરઓઈલ ઘરે જાતે કેવી રીતે બનાવવું તે વિશે જાણકારી મેળવીશું.
આ તેલ બનાવવા માટે
૧) બ્રાહ્મી- ૨૫૦ ગ્રામ
૨) આમળાં- ૨૫૦ ગ્રામ
૩) નસોતર- ૨૫ ગ્રામ
૪) દાંતીમુળ- ૨૫ ગ્રામ
૫) વાવડીંગ -૨૫ ગ્રામ
૬) ગરમાળો- ૫૦ ગ્રામ
૭) મરી - ૧૦ ગ્રામ ( કુલ- ૬૩૫ ગ્રામ સુકું અને અધકચરું ખાંડેલું) આ દરેક ઔષધો મિક્સ કરી આઠ ગણા પાણીમાં ( ૫૦૮૦ મિલી લીટર) ધીમા તાપે ઉકાળવું.આશરે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ( ૧૨૭૦ મિલી) ત્યારે ગાળી લેવું.ગાળેલા ઉકાળામાં ( અલગ મોટું તપેલું લેવું કેમકે તેલ ઉકળે ત્યારે ઉભરો આવે છે) ૨.૫ કિલો શુધ્ધ તલનું તેલ નાખી ધીમા તાપે ઉકાળવું અને ઉકાળતી વખતે તેમાં
૧) કપુર કાચલી - ૨૫ ગ્રામ
૨) કચુરો - ૨૫ ગ્રામ
૩) સફેદ ચંદન- ૨૫ ગ્રામ
૪) ઘઉંલા - ૨૫ ગ્રામ
૫) વાળો - ૫૦ ગ્રામ લઈ તમામ વસ્તુઓનો કલ્ક ( ચટણી) બનાવી ઉપરોક્ત ઉકાળા+ તેલમાં નાખી ધીમા તાપે ઉકાળવું અને પાણીનો ભાગ બળી જાય એટલે તેલ ગાળી લેવું અને ઠંડું પડે એટલે કાચની બોટલમાં ભરી લેવું.
નોંધ:- ૧) તેલમાં પાણીનો ભાગ ન રહે તે રીતે વ્યવસ્થિત રીતે ઉકાળવું અને પાણીનો ભાગ રહી જાય તો ગાળેલું તેલ ગરમ કરી લેવું.
૨) ઉપરોક્ત માપ મુજબ ૨.૫ કિલો તેલ બને છે તેનાથી વધુ કે ઓછું બનાવવું હોય તો તે મુજબ માપ વધઘટ કરવું.
આ તેલના નિયમિત ઉપયોગથી ( માથામાં તેલ માલિશ) વાળ ખરતાં અટકે છે, ખોડો દૂર થાય છે અને વાળ વધે છે.ઉપરાંત આ તેલની માલિશ પગના તળિયે અને માથામાં કરવાથી ઊંઘ સારી આવે છે તો અનિદ્રાથી પીડાતા કે ઊંઘની ગોળીઓ લેનારને આ ખુબ જ ફાયદાકારક છે.
આ તેલના ઉપયોગથી માથાની ગરમી, જ્ઞાનતંતુની નબળાઈ, વાઈ,માઇગ્રેનમાં ખુબ જ લાભદાયક છે. નાના બાળકોની બુધ્ધિનો વિકાસ થાય છે.( બ્રાહ્મી બ્રેઈન ટોનીક છે)
તો મિત્રો, આ ખુબ જ ઉપયોગી અને આજના સમયની જરૂરિયાત એવું બ્રાહ્મી આમળાં કેશતેલ બનાવવાની શાસ્ત્રોક્ત વિધિ આપી છે તો સર્વે આયુર્વેદપ્રેમી મિત્રોને વિનંતી કે તેને ઘરે બનાવે અને તેના અનુભવ અમારી સાથે શેર કરજો અને તમારા મિત્રોને સગાં સંબંધીઓને પણ આ ઔષધિય માહિતી શેર કરજો.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો