ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ કપૂરકાચલી

  ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ                   કપૂરકાચલી


   નમસ્કાર મિત્રો, આજે આપણે ઊલટી અને હેડકીમાં તુરંત પરિણામ આપનાર ખુબ જ સરળ ઇમર્જન્સી ઔષધ કપૂરકાચલી વિશે જાણકારી મેળવીશું.


કપૂરકાચલીને સંસ્કૃતમાં છર્દિરિપુ કહે છે. જેનો ગુજરાતી અર્થ થાય છે ઊલટીનો દુશ્મન.

મિત્રો આયુર્વેદમા ઔષધના નામ પણ ખુબ જ અર્થપૂર્ણ હોય છે.


  કપૂરકાચલીના ઔષધિય ગુણો જોઈએ તો કપૂરકાચલી લઘુ, ઉષ્ણ, તીક્ષ્ણ,કટુ, તિકત અને કષાય છે.


ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી વાતધ્ન અને લઘુ,કટુ,તિકત અને કષાય હોવાથી કફનાશક છે.


          કપૂરકાચલીના ઉપયોગો


૧) ઉલટી માટે :-


રોગરૂપે ,લક્ષણરૂપે કે ઉપદ્રવરૂપે ઊલટી એક સામાન્ય રોગ કે લક્ષણ છે પરંતુ ઘણીવાર વધુપડતી ઊલટી થાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.

 વાહન પ્રવાસ વખતે, પ્રેગન્સી, વૃધ્ધાવસ્થામાં,અશકિતવખતે, બાળકોને થતી ઊલટી વખતે ઊલટી બંધ કરવાની તાત્કાલિક ફરજ પડે છે ત્યારે આવી ઇમર્જન્સી પરિસ્થિતિમાં કપૂરકાચલી ઘણું જ અસરકારક અને ઝડપી પરિણામ આપે છે.

આવી પરિસ્થિતિમાં કપૂરકાચલીનું ચુર્ણ કે ટીકડી ભુકો કરી મધ સાથે ચટાડવાથી કે મધવાળી કરીને ચુસવા આપવાથી ઊલટી તુરંત બંધ કરી દે છે.( વાયુની ગતિ સવળી કરીને)


૨) હેડકીમા


હેડકીએ સામાન્ય લાગતો રોગ છે પરંતુ સતત હેડકી ને કારણે જીવનું જોખમ સર્જાય છે ત્યારે કપૂરકાચલી ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

 પ્રાણવાયુ ,ઉદાનવાયુ ,અપાનવાયુ વિકૃત થયો હોય તો તેને તુરંત જ સવળો કરી પરિણામ આપે છે.

કપૂરકાચલીના ચૂર્ણને મધ સાથે, ગંઠોડાની રાબ સાથે કે એટલા જ પ્રમાણમાં સૂંઠ મેળવીને પણ આપી શકાય છે.

કપૂરકાચલીના ચુર્ણને પાણીમાં મિક્સ કરી તેના નસ્ય આપવાથી (નાકમાં ટીપા નાખવાથી)પણ તુરત પરિણામ આપે છે. સામાન્ય હેડકીમાં કપૂરકાચલીનું ચુર્ણ સુંઘવા માત્રથી પણ હેડકી બેસી જાય છે.


કપૂરકાચલીનુ ચૂર્ણ એક વર્ષ સુધી સારું પરિણામ આપે છે.

 બજારમાં તેની તૈયારી ટીકડી છર્દિરિપુવટીના નામે મળે છે.


  તો મિત્રો આ પોસ્ટ ને તમે જરૂરથી લાઈક અને શેર કરજો કે જેથી બીજા મિત્રો પણ આનો લાભ લઇ શકે.



                        જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર