માથાભારે રોગ માઈગ્રેન


 માથાભારે રોગ માઈગ્રેન(આધાશીશી) અને તેનો આયુર્વેદિક ઉપચાર

   નમસ્કાર મિત્રો,આજે આપણે માથાનો ખૂબ જ માથાભારે અને ખૂબ જ વેદનાવાળો રોગ જેને લોકો આધાશીશી અંગ્રેજીમાં માઈગ્રેન અને આયુર્વેદમાં અર્ધાવભેદક (મસ્તકના અડધા ભાગમાં પીડા થતી હોવાને કારણે)કહેવાય છે તેના વિશે અને તેની આયુર્વેદિક ચિકિત્સા વિષે જાણકારી મેળવીશું.


     અહીં એક વાત ખાસ નોંધવાની કે આધુનિક મેડિકલ સાયન્સ એલોપથીમાં આ રોગને મૂળથી મટાડી શકે તેવું કોઈ ઔષધિ નથી.

 ફક્ત તાત્કાલિક પીડાશમન કરનાર પેઈનકીલર જ ઉપલબ્ધ છે.


               ##લક્ષણો ##


    સૌપ્રથમ પંડિત ભાવમિશ્રે આ રોગના વર્ણવેલ લક્ષણો મુજબ જોઈએ તો 

લૂખું ભોજન,ઝાકળ અને પૂર્વ દિશાનો પવન નું સેવન,વધારે મૈથુન,મળમૂત્રના કુદરતી આવેગોને રોકવા,બહુ બોલવું તથા ભારે બોજ ઉપાડવો વગેરે શ્રમ કરવાને કારણે થયેલો વાયુ પોતે એકલો અથવા કફની સાથે મળીને માથાના અડધા ભાગને પકડીને ગાળાની નાડી, ભ્રમર,લમણાં, કાન,નાક અને કપાળના અડધાભાગમાં તીવ્ર (શસ્ત્રઘાત કે ઘા વાગવા જેવી) વેદના કરે છે.

   તેને અર્ધાવભેદક કે લોકભાષામાં આધાસીસી કહેવાય છે.

   ખૂબ જ વધી ગયેલી ગંભીર અવસ્થામાં આંખ અને કાનો પણ નાશ કરે છે.


              ## ખાસ નોંધ##


    લક્ષણો અનુસાર આધાશીશી ના ચાર પ્રકાર પાડી ને તે મુજબ ઉપચાર કરવો જોઈએ.


૧) કફ-શરદી- સાઈનસના લક્ષણવાળા 


૨) ખાટી કડવી ઉલટી થતી હોય તેવા લક્ષણવાળા અને ઊલ્ટી થવાથી માથાની પીડા શાંત થતી હોય તેવા લક્ષણવાળા


૩) જે દર્દીનું બીપી લો થઇ જતું હોય તેવા લક્ષણવાળા


૪) જે દર્દીનું બીપી હાઈ થઈ જતું હોય તેવા લક્ષણવાળા


   ઉપચાર કરતાં પહેલાં દર્દીને ખાસ પૂછીને વિગતો મેળવી ઉપચાર કરવો.


## ઔષધિય ઉપચાર##


૧) કફ શરદી સાઈનસ હોય તો  


* સુવર્ણવસંતમાલતી

* મહાલક્ષ્મી વિલાસ રસ

* ત્રિભુવનકિર્તિ રસ

  દરેક ૧-૧-૧ ગોળી સવાર-બપોર- સાંજ વાટી મધમાં મિક્સ કરી લેવી.

* નાકમાં સવાર-સાંજ ષડ્બિંદુતેલના 

૪-૪ચાર ટીપાં નાંખવા.

* માથાના દુખાવા માટે શિર: શૂલહરવટી ગોળી ૧-૧-૧ સવાર-બપોર-સાંજ પાણી સાથે લેવી.

 

                     # પરેજી#

 ઠંડી, બરફવાળી વસ્તુ, તળેલી, મીઠાઈ તથા કફવાળી વસ્તુઓ બંધ કરવી.


૨) ઊલટીની ફરિયાદ હોય તો 


* શિર: શૂલહરવટી ૧-૧-૧ ગોળી સવાર- બપોર- સાંજ પાણી સાથે.

* પિત્ત શમન માટે

છીપભસ્મ, કોડીનીભસ્મ,સોડા બાય કાર્બ (ખાવાનો સોડા )૧ ગ્રામ તથા કપૂરકાચલી ચૂર્ણ ૨ ગ્રામ અને તેમાં એક ચમચી ગ્લૂકોઝ ચૂર્ણ મેળવીને સવાર-બપોર-સાંજ પાણી સાથે ફાકી જવું.

 મળશુદ્ધિ બરાબર ન થતી હોય તો ત્રિફળા કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ રાત્રે સૂતી વખતે એકથી દોઢ ચમચી જેટલું લેવું.

                   પરેજી

  ખારા,ખાટા અને આથાવાળા પદાર્થો સંપૂર્ણ બંધ કરવા.

જમ્યા પછી એક કલાક બાદ જ પાણી પીવું.


૩) લોબીપી હોય તો

 

  અર્ધી રતી કાસીસભસ્મ,મકરધ્વજવટી ૧ ગોળી, અગ્નિતુંડીવટી ૧ ગોળી વાટી મધમાં મિક્સ કરી સવાર-સાંજ આપવી.

 ઉપરાંત કફ શરદી હોય તો તે મુજબ અને 


ખાટી કડવી ઉલટી હોય તો તે મુજબ દવા અને પરેજી પાળવી.


૪) હાઈબીપી રહેતું હોય તો 


બીપીના આંક મુજબ સર્પગંધા નું ચૂર્ણ ૧/૨-૧/૨ રતી ડોઝ જેટલું આપવું.


આ અંગે નજીકના ચિકિત્સકને મળી માર્ગદર્શન મેળવવું.


   તો મિત્રો, આશા રાખું કે ઉપરોક્ત માહિતી અને ઉપચારક્રમ આધાશીશીના રોગને સમજવા અને તેના ઉપચારમાં ઉપયોગી નીવડશે.


  પોસ્ટને લાઈક અને શેર જરૂર કરજો.


                જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર