World Best Medicine For Heart Disease Arjun, હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ



  World Best Medicine For Heart Disease Arjun,હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ

 

નમસ્કાર મિત્રો,


   આજે આપણે ખૂબ જ ગંભીર કહી શકાય અને જેના હુમલા વખતે માણસનું તત્કાળ મૃત્યુ થાય છે તેવા હૃદયરોગમાં ખૂબ જ નિર્દોષ અને તુરંત પરિણામ આપનાર આયુર્વેદિક ઔષધ અર્જુનારિષ્ટ વિશે અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.


 આજની ભાગદોડ, તણાવગ્રસ્ત અને બુદ્ધિ પ્રધાન જિંદગીમાં લાગણીના અતિયોગ,હિનયોગ કે મિથ્યાયોગને કારણે લાગણીના કેન્દ્ર સમાન સમાન હદયનું સતત સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.

  

  આખા વિશ્વમાં હદય રોગને કારણે થતાં મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે ત્યારે આ જીવલેણ રોગમાં મહાન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં જેનો ખૂબ જ મહિમા કરવામાં આવેલો છે તેવા અર્જુન કે જેને લોકભાષામાં સાદડના નામથી પણ ઓળખવામાં આવે છે તેવા અર્જુનના ઔષધીય ગુણ જોઈએ તો પંડિત ભાવમિશ્રે અર્જુનને હૃદયને પ્રિય તથા હૃદય નું હિત કરનાર કહેલ છે.

 

  આધુનિક દ્રષ્ટિએ અર્જુનમાં શુધ્ધ ચૂનાનો ક્ષાર અને ટેનીન છે.


  તેનાથી રક્તવાહિનીઓનું સંકોચન થવાથી બ્લડ સરકયુલેશન સુધરવાથી હૃદયનું પોષણ સારી રીતે થાય છે. હ્દયને બળ મળે છે. હદયનું સ્પંદન બરાબર અને બળપૂર્વક થાય છે.

 

|| અર્જુનસ્ય ત્વચા સિદ્ધં ક્ષીરં યોજ્ચં હ્દામયે ||

||સિતયા પંચમૂલ્યા વા બલયા મધુકેન વા ||


અર્જુનની છાલનો ક્ષીરપાક કરી તેમાં સાકર, મધ,બલા કે પંચમૂલ મેળવીને હૃદયરોગ માટે કે હ્દયનું બળ વધારવા માટે આપવો.


** મહા વૈધ વૃંદનું કથન**


  અર્જુનારિષ્ટ જેમાંથી બનાવવામાં આવે છે તેના મુખ્ય ઘટકો નીચે મુજબ છે. 


૧)અર્જુન :- અર્જુનને હદયને હિતકર માનવામાં આવેલું હોવાથી હૃદયરોગનું ઉત્તમ ઔષધ છે.


૨)કાળીદ્રાક્ષ :- સર્વે ફળોમાં શ્રેષ્ઠ એવી કાળી દ્રાક્ષ હદયરોગના મૂળ કારણરૂપ વાયુનું પ્રતિલોમપણું,વિબંધ, અમ્લપિત્ત, બ્લડપ્રેશર, અશક્તિ , થાક વગેરેને દૂર કરે છે.


૩) મહુડાના ફુલ :- આચાર્ય ચરકે મહુડાનાફુલને રકતશુધ્ધિકર કરનાર અને શોણિતસ્થાપક (લોહીને શુદ્ધ અને સ્વસ્થ કરનાર)ગણેલ છે.


૪) જૂનો ગોળ:- જૂનો ગોળ હળવો ,પથ્ય, જઠરાગ્નિ અને પુષ્ટિ વધારનાર,પિત્તનાશક, મધુર ,વાયુનાશક અને લોહીને શુદ્ધ કરનાર છે.


ઉપરોક્ત તમામ ઔષધોનો સુભગ સમન્વય અર્જુનારિષ્ટને હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ બનાવે છે.

 હૃદયરોગના દર્દીઓએ અર્જુનારિષ્ટનું નિત્ય સેવન કરવું લાભપ્રદ છે.

 ઘરે બનાવવા ઈચ્છુક માટે અર્જુનની છાલનું ચૂર્ણ ૧૦ ગ્રામ એક કપ દુધ અને એક કપ પાણી નાખીને ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ બળી જાય એટલે ગાળીને સ્વાદ અનુસાર સાકર નાખી સવાર-સાંજ પીવું. 


આયુર્વેદની પરિભાષામાં આને અર્જુનનો ક્ષીરપાક કહે છે.


 તો મિત્રો આશા રાખું કે આજનો આર્ટીકલ તમને જરૂરથી ઉપયોગી નીવડશે.


 પોસ્ટને લાઈક અને શેર જરૂર કરજો.


                જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર