હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું



 હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું

  

નમસ્કાર મિત્રો,

 

    

આજે આપણે ચામડીનો હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું અને તેના આયુર્વેદિક ઉપચાર વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.


 ખરજવું કે જેને અંગ્રેજીમાં એક્ઝિમા પણ કહે છે તે ખૂબ જ ત્રાસદાયક અને હઠીલો રોગ છે.

 

યોગ્ય પરેજી અને સારવાર ન કરવામાં આવે તો વર્ષો સુધી હેરાન કરે છે અને વારંવાર થતો રોગ છે.

 

એલોપથી દવાઓથી ( ક્રીમ વગેરે) તાત્કાલિક દબાઈ જતો અને દવાઓ બંધ કરતાં જ ફરી પાછો પુરબહારમાં પ્રગટ થતો રોગ દર્દીને ખૂબ જ પરેશાન કરે છે. 



આયુર્વેદિક દ્રષ્ટિએ ખરજવું થવાનું મુખ્ય કારણ કફદોષ છે.

શરીરની અંદર જે આંતરત્વચા છે તેને શ્લેષ્મ ત્વચા (અંગ્રેજીમાં મ્યુક્સ મેમ્બ્રન)કહે છે.

  આ આંતરત્વચા શ્લેષ્મ(કફ)ને લીધે સ્નિગ્ધ( લ્યુબ્રિકેટેડ) રહે છે તેને કારણે સંકોચ-વિકાસ (Expansion and contraction)ની સ્વાભાવિક ક્રિયા બરાબર કરી શકે છે.

 

 આમ કફ અમુક પ્રમાણમાં તો આવશ્યક છે પરંતુ જો તેના પ્રમાણમાં વૃદ્ધિ થાય તો તે પ્રકોપ પામીને ખરજવું જેવા ચામડીના હઠીલા રોગો ઉત્પન્ન કરે છે.


   અહીં એક વાત ખાસ જણાવવાનું કે ખરજવું જેવા ચામડીના રોગો હઠીલા અને મટાડવા મુશ્કેલ એટલા માટે છે કે તેમાં કફ દોષની વૃદ્ધિ હોય સૌથી વધુ કડક પરેજી ધીરજપૂર્વક પાળવી પડે છે.

 કડક પરેજી વગર ખરજવા જેવો હઠીલો રોગ મટાડવો શક્ય નથી.અને એટલે જ લોકો ફરિયાદ કરતા હોય છે કે ખરજવું વર્ષો સુધી મટતું નથી અને વારંવાર ફરીથી થાય છે.



                   ## પરેજી##


* ગળ્યો ખાટો અને ખારો(નમક) રસવાળા પદાર્થો કફકારક હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવા પડે છે.

 નમક વગર લાંબા સમય સુધી ચાલે તેમ ન હોય ઓછા પ્રમાણમાં અને શક્ય હોય તો સિંધવ-મીઠું લઈ શકાય.

* ચીકણા પદાર્થો પણ કફવર્ધક હોય તેલ, ઘી માખણ,મલાઇ પણ સંપૂર્ણપણે બંધ કરવા પડે છે.

* ઉપરોક્ત પરેજીને ધ્યાનમાં રાખી ઉપચાર દરમિયાન આહારમાં

  ઘઉંની રોટલી,ખાખરા,ભાખરી(તેલનું મોણ નાંખ્યા વગર કે ઘી-તેલમાં શેક્યા કે તળ્યા વગર)

 કોઈપણ શાક,કોઈપણ કઠોળ, કોઈપણ દાળ બાફીને ખાઇ શકાય. તેમાં મીઠું મરચું હળદર વગેરે જેવા મસાલા નાખી શકાય પરંતુ તેને તેલ કે ઘીથી વઘારવા નહીં.

ગાજર,કાકડી ,ડુંગળી વગેરે કચુંબર રૂપે ખાઈ શકાય.


         ##ઔષધીય ઉપચાર## 


૧) મહામંજિષ્ઠાદિ ઘનવટી ગોળી ૨-૨-૨ સવાર-બપોર-સાંજ સાદા પાણી સાથે લેવી.


૨) ત્રિફળા ગૂગળ ગોળી ૨-૨-૨ સવાર-બપોર-સાંજ ભૂકો કરી સાદા પાણી સાથે લેવી.

૩) રાત્રે રોજ રાત્રે સૂતી વખતે કફ અને મળની શુદ્ધિ માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કે ત્રિફળાચૂર્ણ દોઢ ચમચી જેટલું પાણી સાથે લેવું.

૪) સવાર તથા સાંજે ૧-૧ ગોળી સુવર્ણ વસંતમાલતી વાટી મધમાં મિક્સ કરીને ચાટવી.


   ઉપરોક્ત ઉપચાર કરવાથી રહેવાથી વજન( ફેટ) ઘટે છે.

 રોગની તીવ્રતા મુજબ બે-ત્રણ મહિના કે પાંચેક મહિના(આઠ-દસ વર્ષ જૂના ખરજવામાં) સુધી ઉપચાર ચાલુ રાખવો પડી શકે છે.


સંપૂર્ણપણે મટીગયા બાદ ધીમે ધીમે રોજિંદા ખોરાક પર આવવું.

પરંતુ ચીકણા, ગળ્યા,ખાટા અને ખારા પદાર્થો કાયમ માટે ઓછા પ્રમાણમાં લેવા નહીંતર કફની વૃદ્ધિ થતા રોગ ફરી થઇ શકે છે.

 

તો મિત્રો, મોંઘી દવાઓ, ક્રીમ અને મલમ અજમાવીને થાકી હારી ગયેલા દર્દીઓ મન મક્કમ કરીને આ ઉપચાર કરશે તો ચોક્કસ આ હઠીલા અને ત્રાસદાયક રોગ ખરજવાથી કાયમી મુક્તિ મળશે.


  આ આર્ટિકલને શેર અને લાઈક જરૂરથી કરજો કેમકે સમાજમાં ખરજવાથી પીડાતા દર્દીઓની સંખ્યા બહુજ મોટી છે.


                 જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર