નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ


  નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ

   નમસ્કાર મિત્રો,ગુજરાતએ કફપ્રધાન પ્રદેશ છે.

 મીઠું(ગળ્યું) ખાવાની આદત ધરાવતો અને શારીરિકશ્રમથી દૂર ભાગતો એવરેજ ગુજરાતી શરદીનો કાયમી ઘરાક છે.

  

   આજે આપણે જૂની શરદીને કારણે થતા રોગ સાયનસ અને તેના આર્યુવેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું.


જુની શરદી-સળેખમ ને કારણે નાક-આંખની આજુબાજુના પોકેટમાં કફનો ભરાવો થવાથી તે ભાગમાં સોજો આવી જાય છે અને તે ભાગમાં ખૂબ પીડા થાય છે.

  

  આધુનિક એલોપથી ચિકિત્સામાં સાયનસના પોકેટ્સમાંથી ઓપરેશન દ્વારા કફદોષને ખેંચી લેવાથી ટેમ્પરરી રાહતનો અનુભવ થાય છે પરંતુ કફનો મૂળગામી ઇલાજ ન થવાથી ફરીથી પોકેટ ભરાઈ જાય છે.

 

  એક કરતાં વધુ વખત પંચર કરાવ્યા પછી પણ સાયનસની ફરિયાદમાંથી મુક્ત ન થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. 


સાયનસના પોકેટ્સમાં કફદોષ ભરાવાને કારણે સોજો આવી જાય છે તેને મેડિકલની ભાષામાં સાયનુસાઈટિસ કહે છે.


                 ##પરેજી ##


સાયનસ વિશે આટલી પૂર્વ ભૂમિકા બાદ આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચિકિત્સાનો પ્રથમ પાયો રોગ થવાના કારણો દૂર કરવા તે છે. જેને લોકભાષામાં પરેજી કહેવાય છે. 


સાયનસ કફને કારણે થતો રોગ હોવાથી કફવર્ધક આહાર વિહારનો ત્યાગ કરવો જોઈએ.


૧) મીઠાઈ,તળેલું,ઠંડો (બરફ) આહાર ન લેવો.


૨) પાણી પણ સુંઠ નાખીને ઉકાળેલું જ પીવું.( સુંઠ પરમ કફનાશક ઔષધ છે)


૩) ઠંડો પવન,એસીની હવા, ઠંડા પાણી વગેરે કફવર્ધક વિહારથી બચવું.


૪) અઠવાડિયે એક વખત સુંઠના ઉકાળામાં ૧૫ ગ્રામ જેટલું એરંડિયું મેળવીને સવારે ખાલી પેટે પાણી પીવું. (મળ અને કફની શુદ્ધિ માટે)


૫) દિવેલ નવશેકું ગરમ કરી સવાર-સાંજ નાકમાં તેના ૪-૪ ટીપાં મૂકવાં.


૬) સુવર્ણ વસંતમાલતી, મહાલક્ષ્મીવિલાસ રસ( શરદી અને માથાના દુખાવાનું રામબાણ ઔષધ), નાગગૂટી અને ત્રિભુવનકિર્તીરસ ૧-૧-૧-૧ ગોળી વાટી મિક્સ કરી સવાર-સાંજ મધમાં મિક્સ કરી ચાટી જવી.


 ઉપરોક્ત ઉપચાર આખો 


શિયાળો(કારતક-માગશર-પોષ-મહા),


વસંતઋતુ(ફાગણ-ચૈત્ર) તથા 


વર્ષાઋતુમાં ( અષાઢ-શ્રાવણમાં) ઉપચાર કરવો.


ગ્રીષ્મઋતુમાં ( વૈશાખ- જેઠ) તથા 


શરદઋતુ (ભાદરવા- આસો)માં આ ઉપચાર ગરમ પડતો હોય ન કરવો.


   આ રીતે એકાદ વર્ષ સુધી નિયમિત અને ધીરજથી ઉપચાર કરવામાં આવે તો સાઈનસની બલા સદંતર ટળે છે.

  શરદી સળેખમ થતાં નથી.


 નાકમાં દમ લાવી દેતા સાયનસનો આ છે આયુર્વેદિક ઉપચારક્રમ.


    કફપ્રધાન ગુજરાતમાં સાયનસથી પીડાતા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે તો આ પોસ્ટને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં.



                    જય આયુર્વેદ

ટિપ્પણીઓ

  1. ખૂબજ સરસ પોસ્ટ છે, કૃપક્રીને મધુમેહ રેલટેડ પોસ્ટ ઉપલબ્ધ કરવો. આભાર

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર