એડીમાં વધતી હાડકીનો દુખાવો કેવી રીતે મટાડવો?


 વગર ઓપરેશને એડીમાં વધતી હાડકીનો દુખાવો મટાડો!

    નમસ્કાર મિત્રો, આજે આપણે પગની એડીમાં વધતી હાડકી કે જેને આયુર્વેદની પરિભાષામાં વાતકંટક અને આધુનિક મેડિકલ સાયન્સમાં કલ્કેનિઅર સ્ફર કહેવાય છે તેનો વગર ઓપરેશને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર કેવી રીતે ઉપચાર થઈ શકે તે અંગેની માહિતી મેળવીશું.


    એડીના હાડકાનો એક્સ-રે કરાવતાં તેમાં હાડકી વધેલી દેખાય છે.

   એલોપથી ડોક્ટરો ઇલાજમાં પેઇનકિલર ગોળીઓ, એડીના હાડકામાં ડીપ રેઝ આપે છે અને તેનાથી પણ ફાયદો ન થાય તો અંતે ઓપરેશન કરીને વધેલું હાડકું કાપી નાખવામાં આવે છે.


   એડીની હાડકી વધવાને કારણે દર્દીને પગની એડીમાં દુખાવો રહે છે અને જમીન પર પગ મૂકીને ચાલવાથી અસહ્ય પીડા થાય છે.


    આયુર્વેદિક ઉપચાર ધીરજપૂર્વક કરવાથી વધતું હાડકું ઓગળી શકાય છે.

   

  ઓપરેશન કરવાથી મુક્તિ મળે છે.

  

   અહીં એક વસ્તુ ખાસ નોંધવાની કે એડીની હાડકી વધવાની તકલીફવાળા દર્દીઓ મોટા ભાગે મેદસ્વી હોય છે એટલે મેદ ઘટાડવાનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી છે. 


         મેદ ઘટાડવા માટેની કડક પરેજી વગર મટાડવું શક્ય નથી.


  ## પરેજી ##


૧) ઘી,તેલ,માખણ, મલાઇ અને મીઠાઈ સંપૂર્ણ બંધ કરવા.


૨) ખોરાકમાં દાળ શાક બાફીને ખાવા.

   મરચું મીઠું વગેરે મસાલા નાખવા પણ તેલ ઘીનો વઘાર કરવો નહીં.

 લીલા કચુંબર,કોરી રોટલી ભુખ મુજબ લઈ શકાય.



                   ** ઉપચાર **


૧) ત્રિફળા ગૂગળ બે-બે ગોળી સવાર-સાંજ પાણી સાથે ભુકો કરી લેવી.(મેદ ઘટાડવા માટે)


૨) સવારે સૂંઠના ઉકાળામાં 1 ટેબલ સ્પૂન જેટલું દિવેલ એરંડિયું મિક્સ કરી પી જવું. દિવેલ મેદનાશક,આમનાશક,વાયુનાશક હોવાથી કાચી રહેતી ધાતુઓને મુળથી મટાડે છે.


૩) સવાર-સાંજ એક-એક ચમચી મેથીના દાણા પાણી સાથે ફાકી જવા.

 મેથી પણ કાચી ધાતુ ની વિકૃતિ મટાડે છે.


૪) મકાન બાંધવાની રેતી બે મુઠ્ઠી જેટલી ખુબ ગરમ કરી કપડાની પોટલીબનાવી એડી પર સહન થાય તેટલો શેક કરવો (દિવસમાં બે-ત્રણવાર)

 રેતીનો શેક વધેલા હાડકાનો નાશ કરવામાં અને પીડાના શમનમાં ખુબ જ ફાયદાકારક છે.


 ઉપરોક્ત ઉપચાર ક્રમ અને પરેજી બે મહિના સુધી સતત ચાલુ રાખવાથી એડીની હાડકી ઓગળે છે અને સંપૂર્ણ દર્દથી છુટકારો થાય છે.


  સાથે સાથે આ ઉપચાર ક્રમ ને કારણે દર્દીનું વજન પણ ચાર પાંચ કિલો જેટલું ઘટે છે.

    બે મહિના બાદ ધીરે ધીરે મૂળ ખોરાક પર આવવું અને ભવિષ્યમાં અતિશય મેદવૃદ્ધિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.


  મિત્રો આશા રાખું કે તમને આ આર્ટિકલ મદદરૂપ થશે.

     

             પગની એડીના હાડકા વધવાની તકલીફવાળા ઉપરોક્ત ઉપચારથી રોગમુક્ત થઈ તેમનો અનુભવ અમારી સાથે શેર કરશે તો અમને ખૂબ જ આનંદ થશે.


       પોસ્ટને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહિ.



                      જય  આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર