એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ


   એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ 

 

નમસ્કાર મિત્રો, એલચીને કોણ નથી ઓળખતું?

  

મીઠાઈઓ અને મુખવાસ જેના વગર અધૂરા છે એવી એલચી એક ઉત્તમ આયુર્વેદિક ઔષધ છે તે જાણો છો?


તો ચાલો આજે આપણે એલચીના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીએ.


  આયુર્વેદના મહાન આચાર્યોએ હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા ગુણધર્મો મુજબ નાની એલચી ( કાગદી એલચી) રસમાં તીખી,શીતળ, હલકી,વાયુનાશક,કફનાશક તથા દમ, ઉધરસ અને મૂત્રકૃચ્છ (અટકી-અટકીને પેશાબ આવવો) મટાડનાર છે.


 મોટી એલચી ઉષ્ણ,કફ,ખંજવાળ, દમ, તરસ,મોળ,ઊલટી,ઝેર,મૂત્રાશયના રોગો, માથાના રોગો,મુખના રોગો તથા ઉધરસને મટાડનાર છે.



 એલચીના ઔષધીય ઉપયોગો અને ઉપચારો


) મંદાગ્નિ


 પાચનશક્તિ મંદ હોય ભૂખ બરાબર ન લાગતી હોય તો તેવા કેસમાં આદુ અને લીંબુનો રસ સરખા ભાગે લઈ મિક્સ કરી ૧૦ ગ્રામ જેટલા રસમાં મોટી એલચી અને ગંઠોડાનું ચૂર્ણ પાંચ રતી મેળવી સવારે નરણાં કોઠે અને સાંજે જમવાના એક કલાક પહેલા પીવાથી થોડાક જ સમય દિવસોમાં જઠરાગ્નિ બળવાન થશે.


)કફની ઉધરસ


   ઘણો કફ હોય તેવી ઉધરસમાં એલચી નાની કે મોટી એલચીનું ચૂર્ણ પાંચ રતી,સુંઠ પાવડર પાંચ રતી અને સંચળ પાંચ રતી ત્રણેય મિક્સ કરી દિવસમાં ત્રણ વખત મધમાં મિક્સ કરી ચાટવાથી જવું.


                      પરેજી

  મીઠી( ગળી),ભારે અને ચીકણી વસ્તુ છોડી દેવી.

  દિવસે ઊંઘવું નહીં અને પાણી ઉકાળીને પીવું.

પેટ સાફ ન રહેતું હોય તો એકાદ રેચ લઈ લેવો.

 ઉપરોક્ત ઉપચારથી કફની ખાંસી મટી જશે. 


)સૂકી ઉધરસ:-


મોટી એલચીને સળગાવી ધુમાડો નીકળતો બંધ થાય એટલે તેનો બારીક ચૂર્ણ બનાવી લેવું.

 તેમાંથી પાંચ થી ચૂર્ણ ઘી અને મધ મિક્સ કરી( વિષમભાગે) દિવસમાં ત્રણ વખત ચાટવું.


        પરેજી 

 ઉજાગરા ન કરવા.

 વાયડી ચીજો ન ખાવી.

 દિવેલનો એક રેચ લઇ લેવો (વાયુના અનુલોમન માટે) 

ગણતરીના દિવસોમાં સુકી ખાંસી મટી જશે. 


૪) આફરો 


આફરો ચડતો હોય તો મોટી એલચીના ૫-૬ રતી ચુર્ણમાં ૧ રતી શેકેલી હીંગ મિકસ કરી લીંબુના રસમાં મેળવીને ચાટી જવું.

 વાયુનું અનુલોમન થઈને આફરો બેસી જશે.


૫) મૂત્રકૃચ્છ


 અટકી અટકીને પેઈન સાથે પેશાબ થતો હોય અથવા પેશાબ છૂટથી ન આવતો હોય કે પેશાબ અટકી ગયો હોય તો ૨૦૦ ગ્રામ દૂધમાં ૨૦૦ ગ્રામ પાણી નાખી ચાર-પાંચ એલચીને છોડા સાથે વાટીને દૂધમાં નાખો. ત્રણ-ચાર ઊભરા આવે ત્યાં સુધી ગરમ કરી ઢાંકી દેવું.

અડધા કલાક પછી ગાળી તેમાં સાકર મેળવી કલાકે-કલાકે પાશેર દૂધ પીવું.

આ ઉપાયથી મૂત્ર છુટથી આવશે.

 જો પેટ સાફ ન આવ્યું હોય તો ૭૦ ગ્રામ દિવેલ નવશેકું ગરમ કરી ગુદામાર્ગમાં પિચકારી (માત્રાબસ્તિ) લેવી.

 નોંધ:- બસ્તિ લેતા પહેલાં તેમાંથી બે ત્રણ ટીપાં તેલ બહાર કાઢી નાખો કે જેથી કરીને તેમાં હવા ન રહે.

વાયુનું અનુલોમન થતા જ તરત જ પેશાબ છૂટશે.


  તો મિત્રો આ છે મીઠાઈ અને મુખવાસમાં અનિવાર્ય ગણાતી એલચીના ઔષધીય ગુણો અને તેના ઉપયોગો.


   જરૂરથી અજમાવશો અને તેના પરિણામો અમારી સાથે શેર કરજો.


સાથે સાથે આ પોસ્ટને લાઈક અને શેર અવશ્ય કરશો કેમકે આવા ગુણવત્તાસભર આર્ટિકલ્સ લખવામાં ખુબજ મહેનત અને રિસર્ચ કરવું પડે છે.



               જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર