World Best Antiseptic ઔષધ ત્રિફળા ગૂગળ
World Best Antiseptic Medicine, દુનિયાનું શ્રેષ્ઠ એન્ટીસેપ્ટીક ઔષધ ત્રિફળા ગૂગળ:-
નમસ્કાર મિત્રો ,
આજે આપણે દુનિયાનું બેસ્ટ એન્ટિસેપ્ટિક ઔષધ ત્રિફળા ગૂગળ અને તેના ઔષધીય ઉપયોગ વિશે માહિતી મેળવીશું.
સીધું-સાદું છતાં ચમત્કારિક ઔષધ ત્રિફળા ગૂગળમાં ત્રિફળા ( આમળાં, બહેડા અને હરડે) અને ગૂગળએ બે મુખ્ય ઘટકો છે.
મહર્ષિ વાગ્ભટ્ટના કથન અનુસાર શરીરમાં ક્યાંય પણ સડો થયો હોય, પરું આવતું હોય અને શરીરના કોઈપણ ભાગમાં ઘા પડ્યો હોય તો તેમાં ત્રિફળા ગૂગળ શ્રેષ્ઠ ઔષધ છે.
## ત્રિફળા ગુગળના ઔષધિય ઉપયોગો##
૧) કોઈપણ પ્રકારના ઘા,સડો કે પરું આવતું હોય કે હાડકું સડતું હોય તેવા સંજોગોમાં પણ સવાર-સાંજ ૩-૩ ગોળી ત્રિફળા ગુગળ ગોળી વાટી ભૂકો કરી સાદા પાણી સાથે લેવાથી ફક્ત આઠ-દસ દિવસમાં જ પરું આવતું બંધ થઈ જાય છે.
રુઝ (હિલીંગ) આવવાની શરૂઆત થઈ જાય છે.
જે ભાગમાં સડાને કારણે કાણું પડી ગયું હોય તો તે ભાગ પર જાત્યાદિ તેલનું ટીપું મૂકવું.
નોંધ:- આજકાલ વધી ગયેલા ડાયાબિટીસને કારણે દર્દીને ઘા પડવાથી કે ફંગસ ઇન્ફેક્શનને કારણે ઘા રૂઝાતા ઘણી વાર લાગે છે અને કેટલીકવાર ઘા ન રુઝાવાને કારણે અંગ કાપવાની પણ ફરજ પડે છે ત્યારે તેવા કેસમાં પણ કડક પરેજી સાથે ત્રિફળા ગુગળનું સેવન કરવાની અમારી આગ્રહભરી ભલામણ છે.
આવા દર્દીઓને તેમના અનુભવો અમારી સાથે શેર કરવા વિનંતી.
**પરેજી **
બાફેલા મગ ભાત રોટલી પર રહેવું.
સ્વાદ પૂરતું થોડું મીઠું તેમજ મસાલા નાખવા.
ચીકણા,ગળ્યા-ખાટા પદાર્થો સંપૂર્ણ બંધ કરવા.
૨) ત્રિફળા ગૂગળમાં ગુગળ છે.
ગુગળ બ્લડ કોલેસ્ટ્રોલને ક્ષીણ કરવાનો અને તેને ઓછો કરવાનો ગુણ ધરાવે છે.
હલકા ખોરાક પર રહી તેલ ખાંડ માખણ બંધ કરવાથી કોલેસ્ટ્રોલ અને મેદ ઘટાડવામાં ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે. સવાર-સાંજ ૩-૩ ગોળીઓ ભૂકો કરી સાદા પાણી સાથે લેવી.
૩) જેમને પેટ પેડું પર ચરબીના થર જામી ગયા હોય તેવી વ્યક્તિઓએ પણ ઉપરોક્ત પરેજી મુજબ ત્રિફળા ગૂગળનું સેવન કરવાથી લાભ થશે.
૪) ડાયાબિટીસની શરૂઆત હોય અને એલોપથી દવાઓનું સેવન ચાલુ ન કર્યું હોય તો તેઓ કડક પરેજી સાથે ત્રિફળા ગુગળ નું સેવન લાંબા સમય સુધી (એકબે મહિના સુધી) કરે તો ડાયાબિટીસ મટી જાય છે.
સાથે સાથે સવાર-સાંજ હળદર આમળાના સમભાગે ચૂર્ણ એક-એક ચમચી પાણી સાથે લેવું.(હળદર અને આમળાં ડાયાબિટીસ ની શ્રેષ્ઠ દવા છે)
આ ઉપરાંત સાથે-સાથે મામેજવો ઘનવટી બે-બે ગોળી સવાર-સાંજ લઈ શકાય.
મામેજવો ડાયાબિટીસ ની શરૂઆત હોય તો મટાડવા માટે ખૂબ જ પ્રભાવશાળી છે.
તો મિત્રો ખૂબ જ સીધું સાદુ અને દરેક આયુર્વેદિક ફાર્મસીઓ દ્વારા ઉત્પાદિત અને બજારમાં સહેલાઇથી વ્યાજબી દરે ઉપલબ્ધ ત્રિફળા ગૂગળનો તમે તેને ચોક્કસ લાભ લેશો.
તેના દ્વારા મેળવેલા ચમત્કારિક પરિણામોને કારણે ત્રિફળા ગૂગળએ અમારું અતિપ્રિય ઔષધ છે.
પોસ્ટને લાઈક અને શેર અવશ્ય કરજો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો