કામણગારું ઔષધ સરસવનું તેલ

 કામણગારું ઔષધ સરસવનું તેલ 


નમસ્કાર મિત્રો, આજે આપણે સરસવનું તેલ અને તેના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીશું.


 ગુજરાત શરદી પ્રધાન પ્રદેશ છે.આધુનિક મેડિકલ સાયન્સ પાસે શરદી-શ્વાસનો જડમુળથી મટાડે તેવો ઈલાજ નથી.


  શરદી દબાવી દબાવીને શ્વાસ અને ઉધરસના દર્દીઓ આખી જિંદગી ગોળીઓ-દવાઓના સહારે લાચાર જીવન જીવતા હોય તેવા દર્દીઓનું ગુજરાતમાં ખૂબ મોટું પ્રમાણ છે.

 કફ અને વાયુ થનારા રોગોનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધારે છે ત્યારે આ રોગોથી બચવા અને થયેલા રોગોને જડમૂળથી નાબૂદ કરવા માટે ફક્ત અથાણાં બનાવવા સુધી સીમિત રહી ગયેલું સરસવનું તેલ ફરીથી આહારમાં પાછું લાવવાની ખાસ જરૂર છે.


 સરસવના તેલમાં ઔષધીય ગુણો જોઈએ તો 


  સરસવનું તેલ સ્વાદમાં તીખું,ગરમ, તીક્ષ્ણ, કફ-વાયુનાશક પચવામાં હલકું , જઠરાગ્નિની વધારનાર ,મેદ તથા મળને ખોતરીને બહાર કાઢનાર ( ભેદક) છે.


 સરસવના તેલના ઔષધીય ઉપયોગો


૧) શ્વાસ-અસ્થમામાં સવાર-સાંજ ૨૦ ગ્રામ સરસવ તેલ અને ૧૦ ગ્રામ ગોળ મેળવી પી જવું .

ઉપર ઠંડું પાણી પીવું નહીં. આ ઉપચાર સાથે રોજ રાત્રે વીસ ગ્રામ સરસવના તેલમાં દસ ગ્રામ સિંધવ મીઠું નાખી સહેજ ગરમ કરી છાતીના ભાગ પર ધીમા હાથે દસ મિનિટ માલિશ કરી અને ઉપર કપડું મુકી ગરમ કપડાથી કે હીટીંગ પેડથી શેક કરવો આ પ્રમાણે કરવાથી કફ છૂટો પડે છે.

 જેને નવો નવો શ્વાસનો રોગ થયો હોય તેના માટે આ પ્રયોગ આશીર્વાદરૂપ છે.

 જુના દર્દીઓને પણ ખૂબ રાહત આપે છે.


૨) નાક બંધ થઈ જતું હોય તો

   શરદીને લીધે નાક બંધ રહેતું હોય તો બંને નાકમાં દસ-દસ ટીપાં સરસવના તેલના નાખવા.

માથું ઢળતું રાખવું.પાંચ મિનિટ બાદ થુંકી નાખવું.

થોડા દિવસમાં ચમત્કારીક ફાયદો થશે.

૩) નાકના પડદાનું ઓપરેશન કરાવતા પહેલા સરસવનું તેલ અજમાવી જુઓ.

 સવાર-સાંજ દસ-દસ ટીપાં સરસવનું તેલ નાખવું.ઓપરેશનથી જરૂર બચી જવાશે.નાકનો પડદો વધવાની, હાડકું વધવાની, હાડકું વાંકુ થવા જેવી તમામ તકલીફમાં સરસવનું તેલ કારગર છે .

૪) શીળસ માટે 

  રોજ સવારે સ્નાન કરતાં પહેલાં દસ પંદર મિનિટ સરસવના તેલની માલિશ કરી એક કલાક બાદ ગરમ પાણીથી સ્નાન કરવું.

 વિરુદ્ધ આહાર અને દહીંનું વધુ પડતું સેવન ન કરવું. જ્યારે પણ શીળસ ઉપડે ત્યારે પણ સરસવના તેલની માલિશ કરવી. સારા વૈધ પાસેથી શરીરશુધ્ધિ કરાવવાથી આ રોગ જડમૂળથી મટે છે.

૫) ખસ-ખુજલી-ધાધર

 સરસવના તેલની માલિશ કરવી.

 એક વાત ખાસ જણાવું કે ધાધર ખસ ખુજલી માટેના જેટલા પણ આયુર્વેદિક તેલ છે તે મોટાભાગે સરસવના તેલમાં પકાવેલા હોય છે.(લઘુ તેમજ મહા મરિચ્ચાદિ તેલ, કચ્છુ રાક્ષસ તેલ વગેરે)

સરસવના તેલમાં (કંડુ )ખંજવાળ મટાડવાનો ખાસ ગુણ હોવાથી.

૬)કઠ, વાવડિંગ, કુંવાડીયો,હળદર, સિંધવ અને સરસવને લીંબુના રસમાં વાટી લગાડવાથી  ધાધર અને કોઢ મટે છે.

૭) કાનના દુખાવામાં, કાનમાં ધાક પડી હોય,સણકા મારતા હોય ત્યારે સરસવના તેલમાં અજમો, લસણ કકડાવી તેલના પાંચ ટીપા કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો મટે છે.

 ૮) માથાના દુખાવામાં ,શરદી અને વાયુને કારણે થતા માથાના દુખાવામાં નાકમાં પાંચ ટીપા સવાર-સાંજ નાખવાથી દુખાવો મટે છે.

૯) નાના બાળકોને કૃમિ

 બાળકોને સવાર-સાંજ એક-એક ચમચી સરસવનું તેલ પીવડાવવાથી કૃમિ તથા તેનાથી થતા ઝાડા, શરદી,અપચો અને નબળાઈ દૂર થાય છે.

૧૦) બ્લડકોલેસ્ટોલ

સરસવના તેલમાં પિત્ત વધારવાનો અને ક્ષીણતાનો ગુણ હોવાથી તેમજ મેદ-કફનો નાશ કરવાનો ગુણ હોવાથી લોહીમાં ફરતી મેદ અને કફની કણીઓ ઓગાળી નાખીને બ્લડકોલેસ્ટોલ ઘટાડે છે.

આયુર્વેદ બ્લડકોલેસ્ટોલને લોહીની ચરબી ( મેદ અને કફની) ગણે છે ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્

૧૧) વજન અને ફેટ ઘટાડવા માટે

ખાવામાં અને માલિશ કરવામાં સરસવના તેલનો ઉપયોગ કરવો.

૧૨) બાળક રોતલ અને નબળું રહેતું હોય તો

દરરોજ સરસવના તેલની ૧૦-૧૫ મિનિટ માલિશ કરવાથી બાળક ચેતનવંતુ, સ્ફુર્તિ અને તાજગીસભર બને છે.ભુખ અને શક્તિ વધે છે.

ખાસ નોંધ:-

સરસવ ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળુ હોવાથી પિત્ત પ્રકૃતિવાળાને બહુ માફક આવતું નથી.પરંતુ કફ અને વાયુ પ્રકૃતિવાળા માટે આશીર્વાદરૂપ છે.

એકલું સરસવનું તેલ તીક્ષ્ણ લાગે તો તેમાં અડધું તલનું તેલ ઉમેરી શકાય.

કફપ્રધાન ગુજરાતમાં સરસવના તેલનો ઉપયોગ વધે અને તેનો યથાયોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે આ પોસ્ટને શેર અને લાઈક જરૂરથી કરજો.

                       


                          જય આયુર્વેદ




ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર