ના કહેવાય ના સહેવાય તેવો સ્ત્રીરોગ કષ્ટદાયક રોગ શ્વેતપ્રદર, LEUKORRHEA


 ના કહેવાય ના સહેવાય તેવો કષ્ટદાયક સ્ત્રી રોગ શ્વેતપ્રદર ( Leukorrhea) કે શરીર ધોવાવું.


   નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સ્ત્રીરોગ વિશે વાત કરીશું કે જેના વિશે મહિલાઓ વાત કરતાં પણ સંકોચ અનુભવે છે.


   ના કહેવાય કે ના સહેવાય તેવા રોગનું નામ છે "શ્વેતપ્રદર" અંગ્રેજીમાં જેને લ્યુકોરિયા કહે છે અને લોકભાષામાં તેને શરીર ધોવાવું એવું કહેવામાં આવે છે.


 શ્વેતપ્રદરનું શાસ્ત્રીય નામ શ્લેષ્મા યોનિ છે.શ્લેષ્મ એટલે કફ.


  શ્વેતપ્રદર થવાના કારણો અને લક્ષણો



 જે બહેનો ગળ્યા, ચીકણા,ભારે અને ઠંડા પદાર્થોનું વધુ પડતું સેવન કરે છે તેમને કફ વધી જઈને કફ યોની પ્રદેશમાં પ્રવેશીને તેને દૂષિત કરે છે.


 પરિણામે યોનિમાર્ગમાંથી સફેદ અને સહેજ પીળા રંગનો તાંતણાવાળો ઠંડા કફનો સ્ત્રાવ થાય છે.


 જેને લોકભાષામાં શરીર ધોવાવું કહેવાય છે.


     અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે બહેનોને શ્વેત પ્રદરથી પીડાય છે તેમને મોટાભાગે કમરનો દુખાવો અને કબજિયાતની તકલીફ રહેતી હોય છે.


           ##પરેજી##


૧) ગળ્યા, ચીકણા, ભારે અને ઠંડા પદાર્થોનો ત્યાગ કરવો.


૨) ખોરાક સાદો પોષક પણ હલકો લેવો.


૩) જેમ શરદી કફ થાય ત્યારે કફવર્ધક આહાર વિહાર બંધ કરવામાં આવે છે તે જ રીતે શ્વેતપ્રદરમાં પરેજી પાળવી.આયુર્વેદમાં પરેજી પાળવી એ રોગ મટાડવા માટેનું પહેલું પગથિયું છે.



          ##ઉપચાર##


૧) સુવર્ણવસંતમાલતી ૧ ગોળી, મહા લક્ષ્મી વિલાસ રસ ૧ગોળી, અશ્વગંધા ચૂર્ણ ૨ ગ્રામ, દારૂહળદર ચૂર્ણ ૨ ગ્રામ લઈ મિક્સ કરી વાટી સવાર-બપોર-સાંજ મધ સાથે લેવું.


૨) અશ્વગંધારિષ્ટ અડધો ચમચો અને અશોકારિષ્ટ અડધો ચમચો મિક્સ કરી થોડું પાણી ઉમેરી જમ્યાના અડધા કલાક બાદ સવાર-સાંજ પીવું.


૩) હરડે, બહેડા, આમળાં,ઘાવડીના ફુલ,દારૂ હળદર,હળદર ,અર્જુન, ગળો અને લોધર સરખા ભાગે લઇ બારીક ચૂર્ણ કરી મિક્સ કરી આ ચૂર્ણ માંથી આશરે ૧૦ ગ્રામ જેટલું ચૂર્ણ લઇ બારીક સુતરાઉ કાપડના કપડામાં મૂકી પોટલી બનાવી દરરોજ રાત્રે સુતી વખતે યોની પ્રદેશમાં મૂકવી અને સવારે કાઢી નાખવી.

 આ રીતે ૧૫ દિવસ સુધી કરવાથી યોની પ્રદેશની કફની ચીકાશને ખેંચી લેશે ઉપરાંત સોજો પણ મટાડશે.


બાકીની દવાઓ અને ઉપચાર બે મહિના સુધી કરવાથી શ્વેત પ્રદર મૂળમાંથી મટે છે. 


  ના કહેવાય કે ના સહેવાય તેવો રોગ કે જેના વિશે બહેનો વાતચીત કરવામાં પણ સંકોચ અનુભવે છે તો આશા રાખું કે આ લેખ આ રોગથી પીડાતી બહેનોને ખૂબ જ ઉપયોગી નીવડશે.


 આર્ટીકલ ને લાઈક અને શેર જરુર કરશો.



                   જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર