આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો

 આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો


    નમસ્કાર મિત્રો, આજે આપણે આરોગ્ય આપનાર આયુર્વેદિક દેશી ફળો વિશે અને તેના ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીશું.


૧) બોર


   લોકો ચણીબોરને ખાટા સમજી તેની પ્રત્યે સુગ ચડાવે છે .જ્યારે બોરને આયુર્વેદમાં હદયને બળ આપનાર ગણેલ છે.  આચાર્ય ચરકે થાક મટાડનાર, હદયને બળ આપનાર, ઝાડા મટાડનાર, પરસેવો લાવનાર અને શીળસ મટાડનાર ગણેલ છે.

 ઝાડાના રોગમાં બોરડીના મૂળની છાલનું ચૂર્ણ દાડમના રસ અથવા દહીં સાથે આપવાથી ઝાડા મટે છે.

  દરેક આદિવાસીભાઈઓના ઘર પાસે બોરડીનું ઝાડ અચૂક હોય છે.

૨)નાળીયેર


નાળીયેર વગર સનાતન હિંદુ સંસ્કૃતિની કોઈ પણ ધાર્મિક વિધિ તથા પૂજન અધુરું ગણાય છે.

  નાળિયેર શરીરની દાહ-બળતરા ,પેશાબની બળતરા પેશાબના રોગો મટાડનાર છે.

નારિયેળ ઠંડું,પચવામાં હલકુ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. શરીરના નકામા ક્ષારોની પેશાબ વાટે બહાર કાઢી કીડની સાફ કરનાર અદભુત ફળ છે.

ઉનાળામાં ઠંડા પીણા ને બદલે લીલા નાળીયેરનું પાણી વધુ લાભદાયક છે. ગરીબો માટે સૂકા કોપરા અને ગોળ ઉત્તમ સૂકો મેવો અને વસાણું છે.

૩)  શેતૂર 


 પિત્તના રોગો અને સ્ત્રીઓના લોહીવા(રક્તપ્રદર)માં શેતુર ખાવાથી ચમત્કારિક પરિણામ મળે છે.

૪) દાડમ 


દાડમ હૃદયને બળ આપનાર અને અરુચિ દૂર કરનાર છે. 

દાડમના દાણા,કાળા મરી,સિંધવ અને લીંબુ ભેગા કરી વાટી ચટણી બનાવવી દાંતે ઘસવાથી કે તેને ખાવાથી ભોજન પ્રત્યે અરૂચિ પેદા થાય છે.

 નાકમાંથી લોહી પડતું હોય તો દાડમનાં ફૂલનો રસ કાઢી નાકમાં ટીપા નાખવાથી લોહી પડતું બંધ થાય છે.

 ઝાડા અને અજીર્ણમાં ,મોમાંથી લોહી પડતું હોય તો દાડમની છાલનું ચૂર્ણ સાકર સાથે ચાટવું.

 ઉલટી બંધ કરવા માટે દાડમના દાણાનો રસ લીંડીપીપર અને મરી સાથે મેળવી પીવાથી ઊલટી બંધ થાય છે.

 સ્તન વધારવા માટે દાડમના ફૂલને વાટી સરસવના તેલમાં પકાવી તેથી સ્તન પર માલિશ કરવાથી સ્તન વિકસિત અને ભરાવદાર થાય છે.

૫) કરમદા


 હૃદયને બળ આપનાર પિત્તનું શમન કરનાર અને ઝાડો સાફ લાવનાર છે.

૬) કેરડા 


   કેરડાનું અથાણું ખાવાથી કબજિયાત રહેતી નથી. ઘીમાં તૈયાર કરેલું કેરડાનું શાક આંખ માટે ખૂબ જ લાભકારક છે. 

હરસમાં લોહી પડતું હોય તો કેરડાના ફળને સેહેજ બાફી સૂકવી દહીંની  તર સાથે ખાવાથી દુઝતા હરસમાં સારો ફાયદો થાય છે .સૂકા હરસમાં પણ આ ઉપચાર ઉપયોગી છે.

૭) દ્રાક્ષ


 આયુર્વેદે દ્રાક્ષને ફળોમાં શ્રેષ્ઠ ફળ ગણેલ છે.

 દ્રાક્ષ અગ્નિવર્ધક , પિત્તશામક અને પાચક છે.

 વાયુ અને પિત્તને કારણે થતી ઉધરસમાં દ્રાક્ષ ગુણકારી છે.

 મધ સાથે અથવા ઘી સાથે દ્રાક્ષ વાટી ખાવાથી લોહી પડતું અટકે છે.

 કબજિયાત મટાડવા માટે રોજ સવાર-સાંજ ત્રીસ-ત્રીસ દાણા કાળી દ્રાક્ષ પાસે પાણીમાં પલાળી રાખી મસળી ગાળીને પીવાથી કબજિયાત મટે છે.

 જે બહેનોને વધારે અને લાંબા સમય સુધી માસિક આવતું હોય તેમણે કાળી દ્રાક્ષનું પાણી ઉપર મુજબ બનાવી ને બે ત્રણ મહિના સુધી પીવાથી ફાયદો થાય છે.

 પેશાબ અટકી અટકીને આવતો હોય તો દ્રાક્ષના રસમાં એલચી નાખીને પીવાથી ફાયદો થાય છે.

૮)ફાલસા 


ગરમી અને પિત્તના રોગો માટે ફાલસા અમૃત સમાન છે. ગરમીની લૂ થી બચવા માટે ફાલસાનું શરબત શ્રેષ્ઠ છે. ફાલસા લોહીના બગાડને મટાડનાર છે.

૯) ગુંદા


 ચામડીના રોગ મટાડનાર ,બળવર્ધક, ગરમ તથા સુકી ખાંસી, બેસી ગયેલો સાદ વગેરે ગુંદા મટાડે છે. ગુંદાના ચાર-પાંચ  પાન વાટી પાણીમાં પલાળી સવારે ગાળીને પીવાથી મૂત્ર માર્ગમાં થયેલા ચાંદાને રુઝાવેવ છે.

 ગુંદાની ઝાડની છાલની રાખને અગ્નિથી દાઝેલી જગ્યા પર ચોપડવાથી રાહત થાય છે.

૧૦) પીલુડી


 કોઢ (સફેદ ડાઘ)માં પીલુડીનો રસ ચોપડવો.

 સોજા પર પીલુડીનો રસ ચોપડવાથી કે પીલુડીના પાનનું શાક ખાવાથી સોજો ઊતરે છે.

૧૧)ગોરસ આમલી 


પિત્ત અને કફનો નાશ કરનાર, ઠંડી,મળ બાંધનાર, પથરી, મસા ,વાયુ અને પિત્તનો નાશ કરનાર છે.

 હૃદયને બળ આપનાર અને રુચિ ઉપજાવનાર છે.

૧૨) બીલા 


બીલા આંતરડાની શિથિલતા દૂર કરે છે.

 ડાયાબીટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

૧૩)  કોઠા 


કાચા કોઠા ત્રિદોષનાશક છે, હેડકી મટાડે છે, વાયુ અને પિત્તને જીતનાર છે.

 ગળું સાફ કરે છે અને મળને બાંધે છે.

૧૪) તાળફળી


તાડફળી બહુ જ પૌષ્ટિક અને ઠંડી છે.

 ઉનાળાની ગરમી માટે ઉત્તમ છે.

૧૫) મહુડો 


  મહુડાના ફૂલ પૌષ્ટિક, બળ આપનાર, ઠંડા અને ધાતુપુષ્ટિ પુષ્ટિકર છે (વાજીકરણ અને સેક્સ ટોનિક) 

૧૬) કમરખ 


 ઠંડા ,મીઠા અને મળ બાંધનાર છે.

 કફપિત્ત દૂર કરનાર છે.

૧૭) નાસપતિ 


વીર્યવર્ધક અને ખોરાકમાં રુચિ વધારનાર છે.

  મિત્રો આ છે આપણા દેશી અને વિસરાતા જતા ફળો

 આપણે ફરીથી તેમને વ્યવહારમાં ઉપયોગમાં લાવી, તેનો ઉપયોગ કરી અને સાચુ આરોગ્ય પ્રાપ્ત કરીએ.


                 જય આયુર્વેદ 

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર