નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ
નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ નમસ્કાર મિત્રો,ગુજરાતએ કફપ્રધાન પ્રદેશ છે. મીઠું(ગળ્યું) ખાવાની આદત ધરાવતો અને શારીરિકશ્રમથી દૂર ભાગતો એવરેજ ગુજરાતી શરદીનો કાયમી ઘરાક છે. આજે આપણે જૂની શરદીને કારણે થતા રોગ સાયનસ અને તેના આર્યુવેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું. જુની શરદી-સળેખમ ને કારણે નાક-આંખની આજુબાજુના પોકેટમાં કફનો ભરાવો થવાથી તે ભાગમાં સોજો આવી જાય છે અને તે ભાગમાં ખૂબ પીડા થાય છે. આધુનિક એલોપથી ચિકિત્સામાં સાયનસના પોકેટ્સમાંથી ઓપરેશન દ્વારા કફદોષને ખેંચી લેવાથી ટેમ્પરરી રાહતનો અનુભવ થાય છે પરંતુ કફનો મૂળગામી ઇલાજ ન થવાથી ફરીથી પોકેટ ભરાઈ જાય છે. એક કરતાં વધુ વખત પંચર કરાવ્યા પછી પણ સાયનસની ફરિયાદમાંથી મુક્ત ન થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. સાયનસના પોકેટ્સમાં કફદોષ ભરાવાને કારણે સોજો આવી જાય છે તેને મેડિકલની ભાષામાં સાયનુસાઈટિસ કહે છે. ##પરેજી ## સાયનસ વિશે આટલી પૂર્વ ભૂમિકા બાદ આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચિકિત્સાનો પ્રથમ પા...