ના કહેવાય ના સહેવાય તેવો સ્ત્રીરોગ કષ્ટદાયક રોગ શ્વેતપ્રદર, LEUKORRHEA
ના કહેવાય ના સહેવાય તેવો કષ્ટદાયક સ્ત્રી રોગ શ્વેતપ્રદર ( Leukorrhea) કે શરીર ધોવાવું. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સ્ત્રીરોગ વિશે વાત કરીશું કે જેના વિશે મહિલાઓ વાત કરતાં પણ સંકોચ અનુભવે છે. ના કહેવાય કે ના સહેવાય તેવા રોગનું નામ છે "શ્વેતપ્રદર" અંગ્રેજીમાં જેને લ્યુકોરિયા કહે છે અને લોકભાષામાં તેને શરીર ધોવાવું એવું કહેવામાં આવે છે. શ્વેતપ્રદરનું શાસ્ત્રીય નામ શ્લેષ્મા યોનિ છે.શ્લેષ્મ એટલે કફ. શ્વેતપ્રદર થવાના કારણો અને લક્ષણો જે બહેનો ગળ્યા, ચીકણા,ભારે અને ઠંડા પદાર્થોનું વધુ પડતું સેવન કરે છે તેમને કફ વધી જઈને કફ યોની પ્રદેશમાં પ્રવેશીને તેને દૂષિત કરે છે. પરિણામે યોનિમાર્ગમાંથી સફેદ અને સહેજ પીળા રંગનો તાંતણાવાળો ઠંડા કફનો સ્ત્રાવ થાય છે. જેને લોકભાષામાં શરીર ધોવાવું કહેવાય છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે બહેનોને શ્વેત પ્રદરથી પીડાય છે તેમને મોટાભાગે કમરનો દુખાવો અને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. ##પરેજી## ૧) ગળ્યા, ચીકણા, ભારે અને ઠંડા પદાર્થો...