પોસ્ટ્સ

આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો

છબી
 આરોગ્ય આપનારાં આપણા દેશી ફળો     નમસ્કાર મિત્રો, આજે આપણે આરોગ્ય આપનાર આયુર્વેદિક દેશી ફળો વિશે અને તેના ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીશું. ૧) બોર    લોકો ચણીબોરને ખાટા સમજી તેની પ્રત્યે સુગ ચડાવે છે .જ્યારે બોરને આયુર્વેદમાં હદયને બળ આપનાર ગણેલ છે.  આચાર્ય ચરકે થાક મટાડનાર, હદયને બળ આપનાર, ઝાડા મટાડનાર, પરસેવો લાવનાર અને શીળસ મટાડનાર ગણેલ છે.  ઝાડાના રોગમાં બોરડીના મૂળની છાલનું ચૂર્ણ દાડમના રસ અથવા દહીં સાથે આપવાથી ઝાડા મટે છે.   દરેક આદિવાસીભાઈઓના ઘર પાસે બોરડીનું ઝાડ અચૂક હોય છે. ૨)નાળીયેર નાળીયેર વગર સનાતન હિંદુ સંસ્કૃતિની કોઈ પણ ધાર્મિક વિધિ તથા પૂજન અધુરું ગણાય છે.   નાળિયેર શરીરની દાહ-બળતરા ,પેશાબની બળતરા પેશાબના રોગો મટાડનાર છે. નારિયેળ ઠંડું,પચવામાં હલકુ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. શરીરના નકામા ક્ષારોની પેશાબ વાટે બહાર કાઢી કીડની સાફ કરનાર અદભુત ફળ છે. ઉનાળામાં ઠંડા પીણા ને બદલે લીલા નાળીયેરનું પાણી વધુ લાભદાયક છે. ગરીબો માટે સૂકા કોપરા અને ગોળ ઉત્તમ સૂકો મેવો અને વસાણું છે. ૩)  શેતૂર   પિત્તના રોગો અને સ્ત્રીઓના લોહી...

ના કહેવાય ના સહેવાય તેવો સ્ત્રીરોગ કષ્ટદાયક રોગ શ્વેતપ્રદર, LEUKORRHEA

છબી
 ના કહેવાય ના સહેવાય તેવો કષ્ટદાયક સ્ત્રી રોગ શ્વેતપ્રદર ( Leukorrhea) કે શરીર ધોવાવું.    નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સ્ત્રીરોગ વિશે વાત કરીશું કે જેના વિશે મહિલાઓ વાત કરતાં પણ સંકોચ અનુભવે છે.    ના કહેવાય કે ના સહેવાય તેવા રોગનું નામ છે "શ્વેતપ્રદર" અંગ્રેજીમાં જેને લ્યુકોરિયા કહે છે અને લોકભાષામાં તેને શરીર ધોવાવું એવું કહેવામાં આવે છે.  શ્વેતપ્રદરનું શાસ્ત્રીય નામ શ્લેષ્મા યોનિ છે.શ્લેષ્મ એટલે કફ.   શ્વેતપ્રદર થવાના કારણો અને લક્ષણો  જે બહેનો ગળ્યા, ચીકણા,ભારે અને ઠંડા પદાર્થોનું વધુ પડતું સેવન કરે છે તેમને કફ વધી જઈને કફ યોની પ્રદેશમાં પ્રવેશીને તેને દૂષિત કરે છે.  પરિણામે યોનિમાર્ગમાંથી સફેદ અને સહેજ પીળા રંગનો તાંતણાવાળો ઠંડા કફનો સ્ત્રાવ થાય છે.  જેને લોકભાષામાં શરીર ધોવાવું કહેવાય છે.      અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે બહેનોને શ્વેત પ્રદરથી પીડાય છે તેમને મોટાભાગે કમરનો દુખાવો અને કબજિયાતની તકલીફ રહેતી હોય છે.            ##પરેજી## ૧) ગળ્યા, ચીકણા, ભારે અને ઠંડા પદાર્થો...

ઋતુરાજ વસંતના વધામણાં અને આરોગ્ય આર્યુવેદીક દ્રષ્ટિએ

છબી
 ઋતુરાજ વસંત અને આરોગ્ય આર્યુવેદીકની દ્રષ્ટિએ     નમસ્કાર મિત્રો,ઋતુરાજ વસંતઋતુનું આગમન થઈ રહ્યું છે. વૃક્ષો પર નવા પાન અને ફુલ આવવાની શરૂઆત થઈ ગઈ છે.  ધીમે ધીમે વૃક્ષો પુષ્પોથી આચ્છાદિત થઈને વન- ઉપવન સુગંધમય થઈને મહેંકી ઉઠશે ત્યારે આપણી ગુજરાતી ભાષાના ખુબજ જાણીતા અને મોટા ગજાના કવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની કાવ્યપંક્તિ ટાંકવાનું પ્રલોભન રોકી શકતો નથી. " આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી એ પગલા વસંતના."  ફાગણ-ચૈત્ર માસ વસંતઋતુ ગણાય છે પરંતુ પ્રકૃતિના અવલોકન પરથી જોઈએ તો જ્યારે વૃક્ષો અને વનસ્પતિઓના પાંદડા ખરી પડીને નવી કુંપળો ફુટે તથા નવા ફુલો આવે ત્યારે વસંતઋતુ ગણાય છે. વસંતઋતુમાં મનુષ્યોનો કફદોષ પ્રકોપ પામે છે.   આયુર્વેદના મહાન આચાર્યોએ વસંતઋતુમાં તંદુરસ્ત રહેવા માટેની ખુબ જ સુંદર અને સચોટ ગાઈડ લાઈન આપેલી છે તેના વિશે અને વસંત ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું તેના વિશે આપણે જાણકારી મેળવીશું.   સૌપ્રથમ જોઈએ તો શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે શરીરમાં કફ નો સંચય થાય છે ઉપરાંત શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અને શક્તિ...

કામણગારું ઔષધ સરસવનું તેલ

છબી
 કામણગારું ઔષધ સરસવનું તેલ  નમસ્કાર મિત્રો, આજે આપણે સરસવનું તેલ અને તેના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીશું.  ગુજરાત શરદી પ્રધાન પ્રદેશ છે.આધુનિક મેડિકલ સાયન્સ પાસે શરદી-શ્વાસનો જડમુળથી મટાડે તેવો ઈલાજ નથી.   શરદી દબાવી દબાવીને શ્વાસ અને ઉધરસના દર્દીઓ આખી જિંદગી ગોળીઓ-દવાઓના સહારે લાચાર જીવન જીવતા હોય તેવા દર્દીઓનું ગુજરાતમાં ખૂબ મોટું પ્રમાણ છે.  કફ અને વાયુ થનારા રોગોનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધારે છે ત્યારે આ રોગોથી બચવા અને થયેલા રોગોને જડમૂળથી નાબૂદ કરવા માટે ફક્ત અથાણાં બનાવવા સુધી સીમિત રહી ગયેલું સરસવનું તેલ ફરીથી આહારમાં પાછું લાવવાની ખાસ જરૂર છે.  સરસવના તેલમાં ઔષધીય ગુણો જોઈએ તો    સરસવનું તેલ સ્વાદમાં તીખું,ગરમ, તીક્ષ્ણ, કફ-વાયુનાશક પચવામાં હલકું , જઠરાગ્નિની વધારનાર ,મેદ તથા મળને ખોતરીને બહાર કાઢનાર ( ભેદક) છે.  સરસવના તેલના ઔષધીય ઉપયોગો ૧) શ્વાસ-અસ્થમામાં સવાર-સાંજ ૨૦ ગ્રામ સરસવ તેલ અને ૧૦ ગ્રામ ગોળ મેળવી પી જવું . ઉપર ઠંડું પાણી પીવું નહીં. આ ઉપચાર સાથે રોજ રાત્રે વીસ ગ્રામ સરસવના તેલમાં દસ ગ્રામ સિંધવ મીઠું નાખી સહ...

દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત છાશ

છબી
    દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત                           છાશ  નમસ્કાર મિત્રો આજે આપણે જેને મૃત્યુલોકનું અમૃત કહેવાય છે એવી છાશના ઔષધીય ગુણો અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું. છાશનું સંસ્કૃત નામ તક્ર, અંગ્રેજીમાં તેને બટરમિલ્કના નામથી ઓળખવામાં આવે છે.   છાશનાં આયુર્વેદની દ્રષ્ટિએ ગુણદોષ જોઈએ તો                                 છાશ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર,ત્રિદોષશામક,અર્શનાશક(હરસ-મસાનો નાશ કરનાર) ,બલપ્રદ, તૃપ્તિકર,હ્રદયને માટે હિતકર,સંગ્રહણીનાશક ,ગ્રાહી( મળ બાંધનાર), ખાટી, તુરી,લઘુ(પચવામાં હળવી) વિપાકમાં મધુર છે.    દેવોને પણ દુર્લભ અને મૃત્યુલોકનું અમૃત કહેવાતી છાશ આયુર્વેદિકનું ખૂબ જ ઉત્તમ ઔષધ પણ છે.     છાશના આયુર્વેદિક ઉપયોગો જોઈએ તો  ૧) ભૂખ ન લાગતી હોય તો હિંગ્વાષ્ટક ચૂર્ણ નાખીને છાશ પીવી જોઈએ. ૨) બાળકોના ઝાડા માં બધો જ ખોરાક બંધ કરી ફક્ત છાશ પર રાખવાથી ઝાડા બંધ થઈ જાય છે.(છાશ ...

અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ

છબી
  અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ  નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા આયુર્વેદિક ઔષધ વિશે જાણકારી મેળવીશું કે જેનું નામ કોઈ આયુર્વેદપ્રેમીથી અજાણ્યું નથી.      ખૂબ જ જાણીતું અને સાવ સામાન્ય લાગતું ઔષધ એવું જેઠીમધના અસંખ્ય અને અસામાન્ય ફાયદાઓ જાણીને તમે આશ્ચર્યચકિત થયા વગર રહી શકશો નહીં. તેમજ આ ઔષધને જોવાની તમારી દ્રષ્ટિ સંપુર્ણ રીતે બદલાઈ જશે અને ખૂબ જ અહોભાવ ધરાવતા થઈ જશો.  જીહાં, મિત્રો ખુબ જ જાણીતા અને સામાન્ય જણાતા આ આયુર્વેદિક ઔષધનું શાસ્ત્રીય સંસ્કૃત નામ યષ્ટિમધુ છે. હિન્દીમાં તેને મુલેઠીના નામથી ઓળખવામાં આવે છે.  તેનું અંગ્રેજી નામ Liquorice Root છે. સૌપ્રથમ જેઠીમધના ઔષધીય ગુણો જોઈએ તો  જેઠીમધ સ્વાદમાં મધુર અને ઠંડુ (શીતળ), પચવામાં ભારે (ગુરુ),આંખો માટે હિતકર( ચક્ષુષ્ય), ચામડીનો રંગ સુધારનાર( વર્ણકર), વાળ માટે હિતકર( કેશ્ય), વાતપિત્તશામક, અવાજ સારો કરનાર( કંઠ્ય), રસાયણ,ક્ષય મટાડનાર,ઘા રુઝવનાર તથા વહેતું લોહી બંધ કરનાર ( વ્રણશુદ્ધિકારક) છે. અસંખ્ય રોગોમાં તેમજ ઇમર્જન્સીમાં પણ ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક પરિણામ આપતા જેઠી મધના ઔષધીય ઉપયોગો જોઈએ....

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર

છબી
 પાણી પણ ખાટુ થઈને નીકળી જતું હોય તેવી એસિડીટી (અમ્લપિત્ત )નો આયુર્વેદિક ઉપચાર      નમસ્કાર મિત્રો, આજે આપણે એસીડીટી કે જેને આયુર્વેદમાં અમ્લપિત્ત કહે છે તેના વિશે તેમજ તેના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું.   શરદઋતુમા( ભાદરવો-આસો) પિત્તના પ્રકોપને કારણે વિશેષ રૂપે થતો આ રોગ આજકાલ આધુનિક અને અયોગ્ય આહારવિહારને કારણે બારેમાસનો રોગ બની ગયો છે.   પ્રસાર માધ્યમોમાં ઈનો જેવી ગેસ- એસિડિટીની દવાઓની પુષ્કળ જાહેરાતો અને તેના બમ્પર વેચાણના આંકડા પરથી આ રોગ કેટલો વ્યાપક અને ઘેરઘેર સામાન્ય થઈ ગયેલો છે તેનો ખ્યાલ આવે છે.  અમ્લપિત્તમાં (એસિડિટી) પિત્તદોષ મુખ્ય કારણરૂપ હોય છે. પિત્ત સ્વભાવથી ઉષ્ણ, તીક્ષ અને અમ્લ ( ખાટું) ગુણવાળું હોય છે. એસિડિટીમાં અમ્લ ગુણવાળા પિત્તનો પ્રકોપ હોવાથી દર્દીને ખાટી ઉલ્ટી થતી હોય છે.  જેમનું પિત્ત અતિપ્રકોપિત થયેલું હોય તેમનું બધું ખાધેલું પીધેલું પણ ખાટું થઈને નીકળી જાય છે.   ખાટી ઉલ્ટી થયા બાદ કડવાશ નીકળતી હોય છે. કડવો રસ એ પણ પિત્તનુ લક્ષણ છે.  ઘણાં ગંભીર કેસમાં દર્દીને દિવસમાં અનેકવાર ખાટી અને કડવી ઉલટી થતી ...

નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ

છબી
  નાકમાં દમ લાવી દેતો રોગ સાયનસ    નમસ્કાર મિત્રો,ગુજરાતએ કફપ્રધાન પ્રદેશ છે.  મીઠું(ગળ્યું) ખાવાની આદત ધરાવતો અને શારીરિકશ્રમથી દૂર ભાગતો એવરેજ ગુજરાતી શરદીનો કાયમી ઘરાક છે.       આજે આપણે જૂની શરદીને કારણે થતા રોગ સાયનસ અને તેના આર્યુવેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું. જુની શરદી-સળેખમ ને કારણે નાક-આંખની આજુબાજુના પોકેટમાં કફનો ભરાવો થવાથી તે ભાગમાં સોજો આવી જાય છે અને તે ભાગમાં ખૂબ પીડા થાય છે.      આધુનિક એલોપથી ચિકિત્સામાં સાયનસના પોકેટ્સમાંથી ઓપરેશન દ્વારા કફદોષને ખેંચી લેવાથી ટેમ્પરરી રાહતનો અનુભવ થાય છે પરંતુ કફનો મૂળગામી ઇલાજ ન થવાથી ફરીથી પોકેટ ભરાઈ જાય છે.     એક કરતાં વધુ વખત પંચર કરાવ્યા પછી પણ સાયનસની ફરિયાદમાંથી મુક્ત ન થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે.  સાયનસના પોકેટ્સમાં કફદોષ ભરાવાને કારણે સોજો આવી જાય છે તેને મેડિકલની ભાષામાં સાયનુસાઈટિસ કહે છે.                  ##પરેજી ## સાયનસ વિશે આટલી પૂર્વ ભૂમિકા બાદ આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચિકિત્સાનો પ્રથમ પા...

હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું

છબી
 હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું    નમસ્કાર મિત્રો,        આજે આપણે ચામડીનો હઠીલો અને ત્રાસદાયક રોગ ખરજવું અને તેના આયુર્વેદિક ઉપચાર વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.  ખરજવું કે જેને અંગ્રેજીમાં એક્ઝિમા પણ કહે છે તે ખૂબ જ ત્રાસદાયક અને હઠીલો રોગ છે.   યોગ્ય પરેજી અને સારવાર ન કરવામાં આવે તો વર્ષો સુધી હેરાન કરે છે અને વારંવાર થતો રોગ છે.   એલોપથી દવાઓથી ( ક્રીમ વગેરે) તાત્કાલિક દબાઈ જતો અને દવાઓ બંધ કરતાં જ ફરી પાછો પુરબહારમાં પ્રગટ થતો રોગ દર્દીને ખૂબ જ પરેશાન કરે છે.  આયુર્વેદિક દ્રષ્ટિએ ખરજવું થવાનું મુખ્ય કારણ કફદોષ છે. શરીરની અંદર જે આંતરત્વચા છે તેને શ્લેષ્મ ત્વચા (અંગ્રેજીમાં મ્યુક્સ મેમ્બ્રન)કહે છે.   આ આંતરત્વચા શ્લેષ્મ(કફ)ને લીધે સ્નિગ્ધ( લ્યુબ્રિકેટેડ) રહે છે તેને કારણે સંકોચ-વિકાસ (Expansion and contraction)ની સ્વાભાવિક ક્રિયા બરાબર કરી શકે છે.    આમ કફ અમુક પ્રમાણમાં તો આવશ્યક છે પરંતુ જો તેના પ્રમાણમાં વૃદ્ધિ થાય તો તે પ્રકોપ પામીને ખરજવું જેવા ચામડીના હઠીલા રોગો ઉત્પન્ન કરે છે.    અહીં એક વાત ખા...

World Best Antiseptic ઔષધ ત્રિફળા ગૂગળ

છબી
 World Best Antiseptic Medicine, દુનિયાનું શ્રેષ્ઠ એન્ટીસેપ્ટીક ઔષધ ત્રિફળા ગૂગળ:-     નમસ્કાર મિત્રો ,    આજે આપણે દુનિયાનું બેસ્ટ એન્ટિસેપ્ટિક ઔષધ ત્રિફળા ગૂગળ અને તેના ઔષધીય ઉપયોગ વિશે માહિતી મેળવીશું.   સીધું-સાદું છતાં ચમત્કારિક ઔષધ ત્રિફળા ગૂગળમાં ત્રિફળા ( આમળાં, બહેડા અને હરડે) અને ગૂગળએ બે મુખ્ય ઘટકો છે. મહર્ષિ વાગ્ભટ્ટના કથન અનુસાર શરીરમાં ક્યાંય પણ સડો થયો હોય, પરું આવતું હોય અને શરીરના કોઈપણ ભાગમાં ઘા પડ્યો હોય તો તેમાં ત્રિફળા ગૂગળ શ્રેષ્ઠ ઔષધ છે.    ## ત્રિફળા ગુગળના ઔષધિય ઉપયોગો##  ૧) કોઈપણ પ્રકારના ઘા,સડો કે પરું આવતું હોય કે હાડકું સડતું હોય તેવા સંજોગોમાં પણ સવાર-સાંજ ૩-૩ ગોળી ત્રિફળા ગુગળ ગોળી વાટી ભૂકો કરી સાદા પાણી સાથે લેવાથી ફક્ત આઠ-દસ દિવસમાં જ પરું આવતું બંધ થઈ જાય છે. રુઝ (હિલીંગ) આવવાની શરૂઆત થઈ જાય છે. જે ભાગમાં સડાને કારણે કાણું પડી ગયું હોય તો તે ભાગ પર જાત્યાદિ તેલનું ટીપું મૂકવું.  નોંધ:- આજકાલ વધી ગયેલા ડાયાબિટીસને કારણે દર્દીને ઘા પડવાથી કે ફંગસ ઇન્ફેક્શનને કારણે ઘા રૂઝાતા ઘણી વાર લાગે છે અને કેટલીકવાર...

World Best Medicine For Heart Disease Arjun, હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ

છબી
  World Best Medicine For Heart Disease Arjun,હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ અર્જુનારિષ્ટ   નમસ્કાર મિત્રો,    આજે આપણે ખૂબ જ ગંભીર કહી શકાય અને જેના હુમલા વખતે માણસનું તત્કાળ મૃત્યુ થાય છે તેવા હૃદયરોગમાં ખૂબ જ નિર્દોષ અને તુરંત પરિણામ આપનાર આયુર્વેદિક ઔષધ અર્જુનારિષ્ટ વિશે અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.  આજની ભાગદોડ, તણાવગ્રસ્ત અને બુદ્ધિ પ્રધાન જિંદગીમાં લાગણીના અતિયોગ,હિનયોગ કે મિથ્યાયોગને કારણે લાગણીના કેન્દ્ર સમાન સમાન હદયનું સતત સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.      આખા વિશ્વમાં હદય રોગને કારણે થતાં મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે ત્યારે આ જીવલેણ રોગમાં મહાન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં જેનો ખૂબ જ મહિમા કરવામાં આવેલો છે તેવા અર્જુન કે જેને લોકભાષામાં સાદડના નામથી પણ ઓળખવામાં આવે છે તેવા અર્જુનના ઔષધીય ગુણ જોઈએ તો પંડિત ભાવમિશ્રે અર્જુનને હૃદયને પ્રિય તથા હૃદય નું હિત કરનાર કહેલ છે.     આધુનિક દ્રષ્ટિએ અર્જુનમાં શુધ્ધ ચૂનાનો ક્ષાર અને ટેનીન છે.   તેનાથી રક્તવાહિનીઓનું સંકોચન થવાથી બ્લડ સરકયુલેશન સુધરવાથી હૃદયનું પોષણ સારી રીતે થાય છે. હ્દ...

એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ

છબી
   એલચી આયુર્વેદનું મઘમઘતું ઔષધ    નમસ્કાર મિત્રો, એલચીને કોણ નથી ઓળખતું?    મીઠાઈઓ અને મુખવાસ જેના વગર અધૂરા છે એવી એલચી એક ઉત્તમ આયુર્વેદિક ઔષધ છે તે જાણો છો? તો ચાલો આજે આપણે એલચીના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીએ.   આયુર્વેદના મહાન આચાર્યોએ હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા ગુણધર્મો મુજબ નાની એલચી ( કાગદી એલચી) રસમાં તીખી,શીતળ, હલકી,વાયુનાશક,કફનાશક તથા દમ, ઉધરસ અને મૂત્રકૃચ્છ (અટકી-અટકીને પેશાબ આવવો) મટાડનાર છે.  મોટી એલચી ઉષ્ણ,કફ,ખંજવાળ, દમ, તરસ,મોળ,ઊલટી,ઝેર,મૂત્રાશયના રોગો, માથાના રોગો,મુખના રોગો તથા ઉધરસને મટાડનાર છે.  એલચીના ઔષધીય ઉપયોગો અને ઉપચારો ૧ ) મંદાગ્નિ  પાચનશક્તિ મંદ હોય ભૂખ બરાબર ન લાગતી હોય તો તેવા કેસમાં આદુ અને લીંબુનો રસ સરખા ભાગે લઈ મિક્સ કરી ૧૦ ગ્રામ જેટલા રસમાં મોટી એલચી અને ગંઠોડાનું ચૂર્ણ પાંચ રતી મેળવી સવારે નરણાં કોઠે અને સાંજે જમવાના એક કલાક પહેલા પીવાથી થોડાક જ સમય દિવસોમાં જઠરાગ્નિ બળવાન થશે. ૨ ) કફની ઉધરસ    ઘણો કફ હોય તેવી ઉધરસમાં એલચી નાની કે મોટી એલચીનું ચૂર્ણ પાંચ રતી,સુંઠ પાવડર પાંચ રત...

માથાભારે રોગ માઈગ્રેન

છબી
 માથાભારે રોગ માઈગ્રેન(આધાશીશી) અને તેનો આયુર્વેદિક ઉપચાર    નમસ્કાર મિત્રો,આજે આપણે માથાનો ખૂબ જ માથાભારે અને ખૂબ જ વેદનાવાળો રોગ જેને લોકો આધાશીશી અંગ્રેજીમાં માઈગ્રેન અને આયુર્વેદમાં અર્ધાવભેદક (મસ્તકના અડધા ભાગમાં પીડા થતી હોવાને કારણે)કહેવાય છે તેના વિશે અને તેની આયુર્વેદિક ચિકિત્સા વિષે જાણકારી મેળવીશું.      અહીં એક વાત ખાસ નોંધવાની કે આધુનિક મેડિકલ સાયન્સ એલોપથીમાં આ રોગને મૂળથી મટાડી શકે તેવું કોઈ ઔષધિ નથી.  ફક્ત તાત્કાલિક પીડાશમન કરનાર પેઈનકીલર જ ઉપલબ્ધ છે.                ##લક્ષણો ##     સૌપ્રથમ પંડિત ભાવમિશ્રે આ રોગના વર્ણવેલ લક્ષણો મુજબ જોઈએ તો  લૂખું ભોજન,ઝાકળ અને પૂર્વ દિશાનો પવન નું સેવન,વધારે મૈથુન,મળમૂત્રના કુદરતી આવેગોને રોકવા,બહુ બોલવું તથા ભારે બોજ ઉપાડવો વગેરે શ્રમ કરવાને કારણે થયેલો વાયુ પોતે એકલો અથવા કફની સાથે મળીને માથાના અડધા ભાગને પકડીને ગાળાની નાડી, ભ્રમર,લમણાં, કાન,નાક અને કપાળના અડધાભાગમાં તીવ્ર (શસ્ત્રઘાત કે ઘા વાગવા જેવી) વેદના કરે છે.    તેને અર્ધાવભેદક ક...

એડીમાં વધતી હાડકીનો દુખાવો કેવી રીતે મટાડવો?

છબી
 વગર ઓપરેશને એડીમાં વધતી હાડકીનો દુખાવો મટાડો!     નમસ્કાર મિત્રો, આજે આપણે પગની એડીમાં વધતી હાડકી કે જેને આયુર્વેદની પરિભાષામાં વાતકંટક અને આધુનિક મેડિકલ સાયન્સમાં કલ્કેનિઅર સ્ફર કહેવાય છે તેનો વગર ઓપરેશને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર કેવી રીતે ઉપચાર થઈ શકે તે અંગેની માહિતી મેળવીશું.     એડીના હાડકાનો એક્સ-રે કરાવતાં તેમાં હાડકી વધેલી દેખાય છે.    એલોપથી ડોક્ટરો ઇલાજમાં પેઇનકિલર ગોળીઓ, એડીના હાડકામાં ડીપ રેઝ આપે છે અને તેનાથી પણ ફાયદો ન થાય તો અંતે ઓપરેશન કરીને વધેલું હાડકું કાપી નાખવામાં આવે છે.    એડીની હાડકી વધવાને કારણે દર્દીને પગની એડીમાં દુખાવો રહે છે અને જમીન પર પગ મૂકીને ચાલવાથી અસહ્ય પીડા થાય છે.     આયુર્વેદિક ઉપચાર ધીરજપૂર્વક કરવાથી વધતું હાડકું ઓગળી શકાય છે.       ઓપરેશન કરવાથી મુક્તિ મળે છે.       અહીં એક વસ્તુ ખાસ નોંધવાની કે એડીની હાડકી વધવાની તકલીફવાળા દર્દીઓ મોટા ભાગે મેદસ્વી હોય છે એટલે મેદ ઘટાડવાનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી છે.           મેદ ઘટાડવ...

શિયાળાનું ઉત્તમ શાક રીંગણ

છબી
 શિયાળાનું ઉત્તમ શાક રીંગણ     નમસ્કાર મિત્રો,શિયાળાની ઋતુ પુરબહારમાં છે ત્યારે આજે આપણે શિયાળાનું ઉત્તમ શાક રીંગણ વિશે આયુર્વેદની દૃષ્ટિએ જાણકારી મેળવીશું.     આયુર્વેદની દ્રષ્ટિએ રીંગણના ગુણદોષ જોઈએ તો   રીંગણ અગ્નિપ્રદીપક(જઠરાગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડનાર), પચવામાં હલકાં, રુચિકર, ગરમ,લૂખા અને તિક્ષણ છે.            કુમળા રીંગણ વીર્યવર્ધક અને હૃદયને હિતકારી છે.     આધુનિક મત મુજબ રીંગણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ,પ્રોટીન,વિટામિન-એ, વિટામિન બી-૨,વિટામિન -સી અને લોહ તત્વ છે.      રીંગણના ડિંટીયામાં વિટામિન વધુ પ્રમાણમાં હોય ડીંટા સહિત ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.         રીંગણ ગુણમાં ગરમ હોય ખુબ જ બી વાળા, પિત્ત પ્રકૃતિવાળાએ,એસીડીટીવાળાએ, દુઝતા હરસવાળાએ, પ્રેગ્નન્ટ સ્ત્રી, ઉનાળો તથા શરદઋતુ જેવી ગરમ ઋતુ અને પિત્તને લગતા કોઈપણ રોગ હોય તેવી વ્યક્તિઓએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.  રીંગણના ઔષધિય ઉપયોગો ૧) વારંવાર કફ, શરદી-સળેખમ, નાક ગળતું હોય કે વારંવાર છીંકો આવતી હોય,છાતીમાં કફ ભરા...

ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ કપૂરકાચલી

છબી
  ઊલટી અને હેડકીનું રામબાણ ઔષધ                   કપૂરકાચલી    નમસ્કાર મિત્રો, આજે આપણે ઊલટી અને હેડકીમાં તુરંત પરિણામ આપનાર ખુબ જ સરળ ઇમર્જન્સી ઔષધ કપૂરકાચલી વિશે જાણકારી મેળવીશું. કપૂરકાચલીને સંસ્કૃતમાં છર્દિરિપુ કહે છે. જેનો ગુજરાતી અર્થ થાય છે ઊલટીનો દુશ્મન. મિત્રો આયુર્વેદમા ઔષધના નામ પણ ખુબ જ અર્થપૂર્ણ હોય છે.   કપૂરકાચલીના ઔષધિય ગુણો જોઈએ તો કપૂરકાચલી લઘુ, ઉષ્ણ, તીક્ષ્ણ,કટુ, તિકત અને કષાય છે. ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી વાતધ્ન અને લઘુ,કટુ,તિકત અને કષાય હોવાથી કફનાશક છે.           કપૂરકાચલીના ઉપયોગો ૧) ઉલટી માટે :- રોગરૂપે ,લક્ષણરૂપે કે ઉપદ્રવરૂપે ઊલટી એક સામાન્ય રોગ કે લક્ષણ છે પરંતુ ઘણીવાર વધુપડતી ઊલટી થાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.  વાહન પ્રવાસ વખતે, પ્રેગન્સી, વૃધ્ધાવસ્થામાં,અશકિતવખતે, બાળકોને થતી ઊલટી વખતે ઊલટી બંધ કરવાની તાત્કાલિક ફરજ પડે છે ત્યારે આવી ઇમર્જન્સી પરિસ્થિતિમાં કપૂરકાચલી ઘણું જ અસરકારક અને ઝડપી પરિણામ આપે છે. આવી પરિસ્થિતિમાં કપૂરકાચલીનું ચુર્ણ કે ટીકડી ભુકો કરી મધ...

લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા ( રાંઝણ) નો ઉપચાર

છબી
         લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા                   (રાંઝણ)નો ઉપચાર      નમસ્કાર મિત્રો આજે આપણે કમરના મણકાની ગાદીના ઘસારા અને તેના કારણે સાયટિકા નર્વ દબાવાને લીધે નિતંબ- સાથળ-પગનો થતો દુખાવો કે જેને આર્યુવેદની ભાષામાં ગૃધ્રસી અને દેશી ભાષામાં રાંઝણ કહે છે તે અંગેની માહિતી અને તેના ઉપચાર વિશે જાણકારી મેળવીશું.    મિત્રો સાયેટિકાએ આપણા શરીરનો લાંબામાં લાંબો જ્ઞાનતંતુ છે.       કમરના મણકાના નીચેના ભાગથી નીકળીને નિતંબ- સાથળ -પગ માંથી પસાર થતો જ્ઞાનતંતુ કમરના મણકાની ગાદીમાં થતા ઘસારાને કારણે દબાય છે અને તેના પર પ્રેશર આવવાથી દર્દીને અસહ્ય પીડા થાય છે અને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે.     દર્દીને કમરનીચેથી શરૂ થઈ નિતંબ -સાથળ -પગમાં સતત દુખે છે.  જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો ઘણો ઓછો હોય છે પરંતુ ચાલવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે.     સાઈટીકા નર્વને આયુર્વેદમાં ગૃધ્રસીનાડી કહે છે.     આધુનિક એલોપથી ચિકિત્સામાં ડોક્ટર દ્વારા ...

દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર

છબી
 દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર        નમસ્કાર મિત્રો ,શિયાળાની ઠંડી અને ચોમાસાની ભેજવાળી હવામા અસ્થમાના રોગીઓને શ્વાસ લેવા મુકવામાં ખુબ જ તકલીફ પડે છે.    * ઠંડીની ઋતુને કારણે અને ચોમાસામાં મંદ થઈ જતા જઠરાગ્નિને કારણે શરીરમાં કાચો કફ વધી જાય છે એટલે શ્વાસ નુ વહન કરનાર સ્ત્રોતો ભરાઈ જાય છે તેથી શ્વાસ લેવા મુકવામાં કષ્ટ પડે છે.    * ઉપરાંત દમ થવાનું મુખ્ય કારણ વાયુ છે. વાયુના રુક્ષ ગુણને કારણે શ્વાસનળીઓની અંદરની દીવાલ રુક્ષ થઈ જાય છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન સંકોચ વિકાસ ( Expansion and contraction)ની ક્ષમતા ઘટી જાય છે.            દમના રોગીઓ માટે પરેજી    * ચીકણા, ગળ્યા, તળેલા અને ઠંડા પદાર્થનો ત્યાગ કરવો.આવા પદાર્થના સેવન કરવાથી કફ અને વાયુ વધે છે તેથી શ્વાસના દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે.  * કોરા,શેકેલા ,બાફેલા તેમજ તાજો ગરમા ગરમ ખોરાક લેવા લેવો.  હલકો ખોરાક લેવાથી જઠરાગ્નિ મંદ થતો નથી અને ધીમે ધીમે પ્રદીપ્ત થાય છે.   પ્રદિપ્ત થયેલો જઠરાગ્નિ શરીરમાં ભેગા થયેલા કફનો ના...

શરદઋતુમાં સ્વસ્થ કેવી રીતે રહેવું

છબી
 નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો પુરો થવાની તૈયારીમા છે અને ભાદરવો મહિનો શરૂ થશે.     ભાદરવો- આસો મહિનાને ( શરદઋતુ) આયુર્વેદમાં રોગોની ઋતુ કહેવામાં આવી છે.    વર્ષાઋતું( અષાઢ- શ્રાવણ) માં શરીરમાં સંચિત (ભેગું) થયેલું પિત્ત શરદઋતુના પ્રખર તડકામાં પ્રકોપ પામે છે ( શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો હોય છે)      આ પ્રકોપ પામેલા પિત્તને કારણે જ આ ઋતુમાં પિત્તજન્ય બિમારીઓ જેવી કે કમળો, ટાઈફોઈડ, મલેરીયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા, ઝેરી મલેરિયા જેવા રોગો થાય છે. એક વાત ખાસ કહું તો મચ્છર કરડવાથી તાવ આવે છે એવું આયુર્વેદ માનતું નથી અને આયુર્વેદના કોઈ ગ્રંથોમાં મચ્છર કરડે તો તાવ આવે છે એવો કોઈ ઉલ્લેખ નથી.        હવે આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું તે માટેની આયુર્વેદની ગાઈડ લાઈન આપવાનો વિનમ્ર પ્રયાસ કરું છું.     ૧) આ સિઝનમાં કાકડી, ભીંડા, ગલકાં, તુરિયા, ચીભડાં, દહીં, છાશ, અથાણાં, વધુ પડતાં તીખા, ખારાં ( નમક), ખાટાં પદાર્થોનું સેવન ન કરવું કે જે આ ઋતુમાં પિત્ત વધારે છે.        ૨) શરદઋતુનો તડકો ઉનાળા ...

પુસ્તક પરિચય

છબી
 પુસ્તક પરિચય:-  મિત્રો, કોરોના કાળબાદ લોકોમાં આયુર્વેદ પ્રતિ વિશ્વાસ અને જાગરૂકતા વધી છે.વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર આયુર્વેદિક ઉપચાર અને જીવનશૈલી ધરાવતા કંટેન્ટ ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે સૌને મુંઝવતો પ્રશ્ર એ છે કે આયુર્વેદ વિશે સાચી અને શાસ્ત્રોક્ત માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવવી કે જે આપણે સમજી શકીએ અને જરુર પડે ત્યારે રેડી રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય. તો આજે આપણે ગુજરાતી ભાષામાં લખાયેલા ગ્રંથ વિશે માહિતી મેળવીશું.મુળ મરાઠી આયુર્વેદ શાસ્ત્રી વૈધરાજ શંકર દાજીપદેજી દ્ધારા લિખિત અને વ્યાસ હરિકૃષ્ણ ભગવાનદાસ ‌ધ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત ગ્રંથનું નામ છે " આર્યભિષક" ( ગુજરાતી અર્થ હિન્દુસ્તાનનો વૈધરાજ) . આશરે ૮૦૮ પાનાનો પાકાં બાઈન્ડીંગ વાળો ગ્રંથ સૌ પ્રથમ ઈ.સ.૧૮૯૪મા ( ૧૨૭ વર્ષ પહેલાં) પ્રકાશિત થયો હતો અને અત્યાર સુધી તેની ૨૮ આવૃત્તિઓ થઈ છે (૨૦૦૮ સુધી) તેના પરથી તેની ઉપયોગીતા અને લોકચાહનાનો અંદાજ આવે છે. આયુવૅદના વિધાર્થીઓ, અધ્યાપકો, વૈદ્યો અને ઈવન આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ પણ તેનો રેફરન્સ તરીકે ઉપયોગ કરે છે.ગ્રંથમાં કુલ ૬૨૩ જેટલી ...